લસણના મીઠાથી થાય છે અદભુત ફાયદા, તેના સેવન થી રહે છે બ્લડ પ્રેશર કંટ્રોલમા….

Spread the love

આપણે જ્યારે કોઇ શાકભાજી અથવા કોઇ પણ પ્રકારની અન્ય ખાવાની વસ્તુ બનાવીએ છીએ તો તેમાં મીઠું તો સૌથી જરૂરી વસ્તુ છે. કોઇ પણ વાનગી મીઠા વગર તો બેસ્વાદ જ લાગે છે.

આટલું જ નહીં જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમને પણ ડોક્ટર મીઠું ખાવાની સલાહ આપે છે. પરંતુ શું તમે લસણના મીઠાનું સેવન કર્યુ છે? આ ન માત્ર તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરે છે પરંતુ આપણા વધતા વજનને પણ ઓછું કરવામાં મદદ કરે છે.

તો જાણો, લસણના મીઠાથી થતાં ફાયદાઓ વિશે…

આપણે પોતાના વધતા વજન અને મોટાપાથી ઘણા પરેશાન રહીએ છીએ જેના કારણે આપણે પોતાની ખાણીપીણામાં ફેરફાર કરીએ છીએ. ત્યાં સુધી કે આપણે કેટલીય કસરત કરવી પડે છે પરંતુ ઘણીવાર આપણને આ બધાથી પણ મદદ મળતી નથી.

એવામાં જો તમે પણ પોતાના મોટાપાને નિયંત્રિત કરવા ઇચ્છો છો તો એવામાં તમારી મદદ લસણનું મીઠુ કરી શકે છે. તેમાં ખૂબ ઓછા પ્રમાણમાં ડાઇટરી ફાઇબર રહેલું હોય છે જે આપણા ભોજનને પચાવવા અને આપણી પાચનક્રિયામાં સુધારો કરે છે અને તેના કારણથી આપણું વજન કંટ્રોલમાં રહે છે.

આપણામાંથી કેટલાય લોકો એવા પણ છે જે હાઇ બ્લડ પ્રેશર જેવી સમસ્યાનો સામનો કરે છે. બ્લડ પ્રેશર વધવાને કારણે આ લોકોએ કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને જો તમે પણ આ પ્રકારની સમસ્યા સામે લડી રહ્યા છો તો તેમાં લસણનું મીઠુ તમારી મદદ કરી શકે છે.

સામાન્ય રીતે તો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત લોકોને સવારે લસણની કાચી કળીઓ ખાવાની સલાહ આપવામાં આવે છે પરંતુ આ ખૂબ જ કડવી હોય છે એટલા માટે કેટલાય લોકોને તેનું સેવન નથી કરતાં. એવામાં તમે લસણના મીઠાનું સેવન કરી શકો છો.

આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોનું બહાર કાઢવા ખૂબ જ જરૂરી છે જેમાં આપણી મદદ લસણનું મીઠું કરી શકે છે. ત્યારે ઘણીવાર ખાણીપીણીની કેટલીય ખોટી આદતોને કારણે પણ આપણા શરીરમાં કેટલાય હાનિકારક તત્ત્વ પેદા થઇ જાય છે જેને બહાર કાઢવાનું કામ લસણનું મીઠું કરી શકે છે.

આ ઉપરાંત આ મીઠામાં રહેલ સલ્ફ અંગોને ધાતુઓના ઝેરીપણાથી બચાવે છે, જેનાથી આપણા અંગોને પણ નુકશાન પહોંચતું નથી. એટલા માટે લસણનાં મીઠાનું સેવનની સલાહ આપવામાં આવે છે.

લસણનું મીઠું આપણા બેડ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ ઘણુ મદદ કરી શકે છે. ત્યારે જો તમે દરરોજ તેનું સેવન કરો છો તો તેનાથી કોલેસ્ટ્રોલનું એક સમાન લેવલ બની રહે છે.

લસણનું મીઠું બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તેના માટે સૌથી પહેલા એક તૃતિયાંશ સાધારણ મીઠાની સાથે એક ભાગ લસણનો મિક્સરમાં ઝીણો દળી લો. ત્યારબાદ તૈયાર મિશ્રણને 180 ડિગ્રી પર બેક કરી લો અને એકવાર ફરીથી તેને મિક્સીમાં દળી લો. ત્યારબાદ તમારા લસણનું મીઠુ વપરાશ માટે તૈયાર છે.

Related Posts

0 Response to "લસણના મીઠાથી થાય છે અદભુત ફાયદા, તેના સેવન થી રહે છે બ્લડ પ્રેશર કંટ્રોલમા…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel