કચ્છના આ પરિવારે ખરીદી ગુજરાતની પ્રથમ મોંઘેરી ઇલેક્ટ્રીક લક્ઝુરીયસ કાર , જાણો શું છે કારની કિંમત

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની સાથે સાથે લોકોમાં ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ પણ વધતો જાય છે. એવામાં કચ્છના રાજવી પરિવારએ ગુજરાત રાજ્યની સૌથી મોંઘી પ્રથમ ઇલેક્ટ્રીક લક્ઝુરીયસ કાર ખરીદી છે.

કચ્છના મહારાવ સ્વ..પ્રાગમલજી ત્રીજા પર્યાવરણ બચાવવા અને તેને જાળવી રાખવા માટે ખુબ જ ચિંતિત હતા. તેવો જ્યારે હયાત હતા, ત્યારે તેમને જર્મનીથી ઇલેક્ટ્રિક કાર મંગાવી હતી, જેની કિંમત એક કરોડ રૂપિયા જેટલી છે.

image source

આધુનિક યુગમાં વાહનોથી પ્રદૂષણનો ફેલાવો થતાં પર્યાવરણને ખાસું નુકસાન પહોંચી રહ્યું છે, જ્યારે મહારાવ પ્રાગમલજી હયાત હતા, ત્યારે પેટ્રોલ-ડીઝલની કારથી થતા પ્રદુષણને લઈને તેઓ ખુબ જ ચિંતિત હતા. તે માટે તેમણે જર્મની સ્થિત મર્સીડીઝ બેન્ઝની કંપનીને ઇલેકટ્રીક કારનો ઓર્ડર આપ્યો હતો. અને એ કાર કચ્છી નવા નવા વર્ષના દિવસે ભુજના રણજિત વિલાસ પેલેસ પર આવી પહોંચી હતી.

તમને જણાવી દઈએ કે આ કાર અન્ય ઇલેક્ટ્રિક કાર કરતાં ફુલ્લી ઓટોમેટિક કાર છે, તેનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે અને આ કારમાં ઘણા બધા આધુનિક ફિચર પણ છે. આ કારનો પીકપ પાવર 785 hp છે. આ ઇલેક્ટ્રીક કારની કિંમત 1 કરોડથી પણ વધારે છે.

image source

આ ઉપરાંત આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડીને એક વખત ચાર્જ કરવામાં આવે પછી એ 450 કિલોમીટર ચાલે છે અને આ કારને ફૂલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.

આ કાર ફુલ્લી ઓટોમેટીક છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રિન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની ઉંચાઇ અને શરીર પ્રમાણે તે સીટ ઓટોમેટીક એડજસ્ટ થાય છે. આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજનું ફીચર્ચ પણ છે, જેમાં જુદી-જુદી મસાજ ગાડીમાં બેઠેલી વ્યક્તિને પર્સનલી આપી શકાય છે.

image source

ઈલેક્ટ્રિક કારની અંદર 64 રંગની ઇન્ટીરિયર લાઇટિંગ સેટ કરી શકાય છે, જેમાં એક્ટિવ બ્રેક આસિસ્ટ, બ્લાઇન્ડ સ્પોટ આસિસ્ટ ફીચર્ચ પણ છે. ઉપરાંત 10.25 ઇંચની ડિજિટલ ટચસ્ક્રીન પણ છે તથા કોઈ પણ વ્યક્તિ ડ્રાઇવર સીટ પર બેસે તો તેની હાઈટ અને બોડી પ્રમાણે એ સીટ ઓટોમેટિક એડજસ્ટ થાય છે. આ કારમાં વોઇસ આસિસ્ટન્ટ, સનરૂફ અને થ્રી ઝોન ક્લાઇમેટ કંટ્રોલ જેવાં અનેક આધુનિક ફીચર્ચ આવેલાં છે.

ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર એકમાત્ર કચ્છના મહારાવ પાસે છે. હાલ લક્ઝરીયસ ઇલેક્ટ્રિક કાર આકર્ષણ કેન્દ્ર બની જવા પામી છે.

Related Posts

0 Response to "કચ્છના આ પરિવારે ખરીદી ગુજરાતની પ્રથમ મોંઘેરી ઇલેક્ટ્રીક લક્ઝુરીયસ કાર , જાણો શું છે કારની કિંમત"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel