શું તમારી કુંડળીમાં શનિ ઉચ્ચ અવસ્થામાં છે? તો મોડું કર્યા વગર પહેલા ફટાફટ જાણી લો આ

શનિને જ્યોતિષશાસ્ત્રમાં વૃદ્ધાવસ્થાનો ગ્રહ કહ્યો છે પણ જ્યારે શનિ જ તમારી પ્રૌઢ અવસ્થાને યુવાનીના સિંહાસન પર આરૂઢ કરે ત્યારે ગ્રહોના ખેલ નિરાળા, અદભૂત અને આશ્ચર્યજનક લાગે છે. કુંડળીમાં બુધ ને યુવરાજ કહ્યો છે અને મંગળ ને સેનાપતિ પરંતુ આ બંને ગહો જ્યારે પોતાનું બળ ગુમાવે ત્યારે યુવાન ને પણ જૂની ખખડી ગયેલી વાન જેવો બનાવી નાખે છે.

image source

શનિ ને ભલે વૃદ્ધા અવસ્થા નો કારક કહ્યો હોય પણ જો તે શુક્રની તુલા રાશિમાં સ્થિત થાય તો ઉચ્ચ નો બની જાતક ને ઘરડપણમાં પણ નામ-દામ-તંદુરસ્તી અને સ્ફૂર્તિ બક્ષે છે, તેમાં લેશ માત્ર શંકા નથી. શનિ જ્યારે તુલા રાશિમાં બિરાજમાન થાય ત્યારે સ્વ.શૈલેન્દ્ર ની પંક્તિઓને પણ ખોટી પાડે છે.

જો વૃદ્ધાવસ્થા ની વાત કરીએ તો કવિ સ્વ.શૈલેન્દ્ર ની ઉપરોક્ત પંક્તિઓ ખાસ યાદ આવે છે, પરંતુ બુઢાપામાં ગ્રહો તમારા ચેહરા પર સ્મિત પણ લાવી શકે છે, તેવી શનિ ગ્રહ ની અલભ્ય વાત આ લેખમાં રજુ કરી છે. કુંડળીમાં શનિ ઉચ્ચાવસ્થામાં હોય તો વૃદ્ધાઅવસ્થામાં તમારો ઈશ્વર બની જાય છે.

image source

એક સીનિયર સીટીઝન મિત્ર પર ઉચ્ચનો શનિ કેવો મેહરબાન થયો તેની ટૂંકી વાત કરીએ. આ સીનિયર સીટીઝન નો જન્મ ઈ.સ. ૧૯૫૪ ની સાલમાં થયલો અને તેમની કુંડળીમાં ઉચ્ચના શનિ તુલા રાશિમાં એ પાનખર અવસ્થામાં પણ વસંતનો એહસાસ કરાવેલો તેનો એક અદભૂત કિસ્સો અહીં આપ્યો છે.

આ સીનિયર સીટીઝન મિત્ર નો એક નો એક વહાલસોયો દીકરો ઇ.સ.૨૦૦૨ ની સાલમાં અમેરિકા ગયેલો અને દીકરો ગયો તે ગયો. તેના કોઈ વાવડ, સમાચાર કે ટેલિફોન આવે નહિ. પિતા બિચારા એકલા અટુલા જીવન જીવે અને અચાનક એક દિવસ પુત્ર નો ફોન આવ્યો કે તે પિતાને કાયમી ધોરણે વસવાટ માટે અમેરિકા લઇ જવા આવી રહ્યો છે, અને બન્યું પણ તેમજ પિતાને પુત્ર આન બાન અને શાનથી અમેરિકા પણ લઇ ગયો.

image source

આવા તો અસંખ્ય કિસ્સા છે કે જે વૃદ્ધો ને તુલા નો શનિ હોય તેઓ જીવન ની અંતિમ ક્ષણોમાં સુવર્ણમય જીવન જીવે છે. એક વાત તો સુનિશ્ચિત છે કે કુંડળીમાં શનિ બળવાન તો તમારી પ્રૌઢા અવસ્થા બળવાન તે સંશોધન તામ્ર પત્ર પર લખી લેવા જેવું છે.

એક વાત તો નક્કી જ છે કે જો તમારી કુંડળીમાં શનિ ઉચ્ચ રાશિમા તુલામા હોય તો તમારી વૃદ્ધાવસ્થા પણ આપોઆપ ઉચ્ચ કક્ષા ની બની જ જાય છે. એવા અસંખ્ય ઉદાહરણ કે જેના દ્વારા આ અવલોકન પર સંશોધન નો સિક્કો મારી શકાય. આપણા કવિ હૃદય ભુતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપેઈજી ની કુંડળીમાં શનિ તુલા રાશિમાં છે. તમે જુઓ ઉચ્ચના શનિ એ તેમને તેમની જીવનસંધ્યાએ ભારતની શાસન ધુરાનો ભાર સોંપ્યો.

image source

ઢળતી ઉમરે શ્રી બાજપેઈજીએ ઉગતા સૂર્ય જેવી માન-સન્માન અને સિદ્ધિઓ મેળવી. એક એવી જ મહાન વ્યક્તિનું બીજું આવું જ સુંવાળા શીરાની જેમ ગળે ઉતરી જાય તેવું ઉદાહરણ કે, જેમણે તેમના શાસનકાળ દરમિયાન ડીમોનીટાઈઝેસનનુ પીડા રહિત ઓપરેશન પાર પાડેલું. આ વાત ભારતના સ્વ.વડાપ્રધાન શ્રીમોરારજી દેસાઈની છે.

આદર્શ અને સિદ્ધાંત તેમની નસે નસમાં હતો. આ જીનીયસની જન્મ કુંડળીમાં પણ શનિ તુલા રાશિમાં હતો અને ફળ:સ્વરૂપ સ્વ.શ્રીમોરારજી દેસાઈ તેમની પ્રૌઢા અવસ્થામાં વડાપ્રધાન બનેલા. તલસ્પર્શી અવલોકન અને ખાસ નિરીક્ષણ એવું કહે છે કે જેમની કુંડળીમાં શનિ તુલા-મકર કે કુંભ રાશિમાં હોય તેવા જાતકોની વૃદ્ધાવસ્થા સુપેરે ખીલી ઉઠે છે, કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભૃગુ સંહિતા, જાતક પારીજાત, હોરા શાસ્ત્રમાં શનિ ને વૃદ્ધાવસ્થા નો કારક અને સહાયક ગણ્યો છે. આથી જ જે જાતકો ની કુંડળીમાં શનિ શ્રેષ્ઠ હોય તેવા જાતકોનું ઘરડપણ શ્રેષ્ઠ બની જાય છે.

image source

વૃદ્ધાવસ્થા ની વાત કરીએ ત્યારે કુંડળીનું ચતુર્થ સ્થાન ખાસ યાદ આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીના ચોથા સ્થાનને સુખ સ્થાન કહે છે, અને સાથે સાથે તેને જાતકનું વૃદ્ધાવસ્થાનું સ્થાન પણ કહે છે. કારણ કે જન્મકુંડળીમાં પ્રથમ સ્થાન જાતકનું સ્થાન (બાળપણ), દસમું સ્થાન યુવાવસ્થા, સાતમું સ્થાન મધ્ય આયુ અને ચોથું સ્થાન વૃદ્ધાવસ્થાનું ગણ્યું છે. જો જન્મકુંડળીના ચતુર્થ સ્થાનમાં શુભ ગ્રહો હોય તો જાતક ની વૃદ્ધાવસ્થા ખુબ જ સરળ અને સુખદાયી રહે છે.

અને આવા જાતકને જીવનની છેલ્લી અવસ્થામાં દરેક પ્રકાર ના સુખ મળે છે. જન્મકુંડળીના ચોથા સ્થાનમાં ગુરુ હોય તો તેવો જાતક ઘરડપણમાં અતિ ધાર્મિક, આધ્યાત્મિક અને ધનવાન બને છે. આ સ્થાનમાં બુધ હોય તો તંદુરસ્ત અને કાર્યક્ષમ રહે છે. સુખ સ્થાનમાં જો ચંદ્ર હોય તો તેવો જાતક વૃદ્ધાવસ્થામાં પણ ભર યુવાન જેવો લાગે છે. શુક્ર આ સ્થાનમાં હોય તો છેલ્લી ઉમરે પણ સુખ સાહ્યબી અને વૈકુંઠના સુખ આપે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Related Posts

0 Response to "શું તમારી કુંડળીમાં શનિ ઉચ્ચ અવસ્થામાં છે? તો મોડું કર્યા વગર પહેલા ફટાફટ જાણી લો આ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel