તમે પણ હોળીકા દહન પછી આ કામ કરતા હોવ તો સાવધાન, નહિં તો આખું વર્ષ રહેશે પૈસાની તંગી અને…
હોલિકા દહન પર ભૂલથી પણ ન કરો આ કામ, આખું વર્ષ રહેશે પૈસાની તંગી.
હિન્દૂ ધર્મમાં હોળીના તહેવારને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. ધાર્મિક કથાઓ અનુસાર હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિમાં ન સળગવાનું વરદાન પ્રાપ્ત હતું. પોતાના ઘમંડી ભાઈના કહેવા પર હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ પણ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદનો જીવ બચી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. એટલે હોળીના તહેવારને બુરાઈ પર અચ્છાઇની જીતનો તહેવાર પણ કહેવામાં આવે છે.

જ્યોતિષ અનુસાર હોલિકા દહનના દિવસે ઘણા એવા કામ હોય છે જે કરવા અશુભ માનવામાં આવે છે અને અમુક એવી વસ્તુઓ પણ હોય છે જેને આ દિવસે ખાવી વર્જિત માનવામાં આવે છે. તો ચલોઆ વિશે જાણી લઈએ વધુ વિગત.
કયું કામ ન કરવું જોઈએ?
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કોઈને પણ પૈસા ઉધાર ન આપવા જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મકતા આવી શકે છે અને આખું વર્ષ તમે આર્થિક તંગી વેઠયા કરી શકો છો

હોલિકા દહન ઉપર માતાની પૂજા કરવામાં આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધીની કામના કરવામાં આવે છે. એટલા માટે ભૂલથી પણ આ દીવસે મા સઅનેમ દિરાનુ સેવન ન કરવું જોઈએ.
હોલિકા દહનના દિવસે જ્યાં સુધી શક્ય હોય તો કોઈ બીજાના ઘરે ભોજન કરવાથી દુર રહેવું જોઈએ. આ દીવસે બીજાના ઘરે ભોજન કરવાથી ઘરમાં રોગ-દોષ આવે છે.

માન્યતા છે કે હોલિકા દહનના દિવસે ઘણી નકારાત્મક શક્તિઓ આમતેમ ફરતી રહે છે, એટલા માટે મહિલાઓએ તેમના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. હોલિકા દહનની પૂજા વખતે ક્યારે પણ વાળ ખુલ્લા ન રાખવા, નહી તો નકારાત્મક શક્તિઓનો વાસ ઘરમાં થઇ જાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે સ્ત્રીઓ પોતાના પુત્રો માટે ઉપવાસ કરી શકે છે. એવું કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી પુત્રને દીર્ઘ આયુષ્ય મળે છે. હોળીના દિવસે પોતાની માતાનું અપમાન કરવાથી તમારે જીવનમાં દરિદ્રતાનો સામનો કરવો પડી શકે છે. આ દિવસે પોતાની માતાને કોઈ ભેટ આપી શકો છો. એવું કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને ઉન્નતિના નવા માર્ગ પ્રશસ્ત થશે.

શુ ન ખાવું જોઈએ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે વ્યક્તિએ પોતાના પરિવાર સહિત ઘઉં અને ગોળથી બનેલી રોટલી ખાવી જોઈએ. એવું કરવાથી ઉન્નતિના નવ અવસર મળી શકે છે. હોલિકા દહનની અગ્નિમાં આ મીઠી રોટલીનો શેકીને એને પ્રસાદના રૂપમાં પણ ખાઈ શકાય છે. આ દિવસે સફેદ વસ્તુઓ જેમ કે દૂધ, દહીં, ચોખા વગેરેનું સેવન વર્જિત માનવામાં આવે છે. જો કે આ દિવસે કાળા ચણાનું સેવન કરવાથી શનિદેવની ખાસ કૃપા મળે છે. એ સિવાય કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા ચણા દાન કરી શકો છો. એનાથી તમારા જીવનમાંથી સંકટ દૂર થશે અને ઉન્નતિના માર્ગના નવા દરવાજા ખુલી જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "તમે પણ હોળીકા દહન પછી આ કામ કરતા હોવ તો સાવધાન, નહિં તો આખું વર્ષ રહેશે પૈસાની તંગી અને…"
ટિપ્પણી પોસ્ટ કરો