પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને મહત્વની વાત, જાણી લો તમને શું થશે મોટો ફાયદો
OPEC+ દેશોની રવિવારે એક બેઠક થઈ. જેમાં સભ્ય દેશોએ ઓગસ્ટ મહિનાથી પ્રોડક્શન વધારવાનો નિર્ણય લીધો છે. હાલમાં અઢી વર્ષથી ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચું તેલ ઉચ્ચ સ્તરે જોવા મળી રહ્યું છે.
આવનારા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાહત આી શકે છે. OPEC+ દેશોની રવિવારે થયેલી બેઠકમાં ઓગસ્ટ મહિનાથી ઓઈલ સપ્લાય વધારવાનો નિર્ણય લેવાયો છે. OPEC+ દેશોના મંત્રીઓએ રવિવારે નિર્ણય લીધો છે કે ઓગસ્ટથી તેલનો સપ્લાય વધારવામાં આવશે.
કોરોના ક્રાઈસિસ બાદ ગ્લોબલ ઈકોનોમી ઝડપથી વધી રહી છે અને તેના કારણે ઓઈલની ડિમાન્ડ વધી રહી છે. પ્રોડક્શન લિમિટેડ હોવાના કારણે કાચા તેલના ભાવ ઈન્ટરનેશનલ માર્કેટમાં અઢી વર્ષના ઉચ્ચ સ્તરે છે. કાચા તેલના ક્લોઝિંગ ભાવ આ અઠવાડિયે 73.14 ડોલર પ્રતિ બેરલ રહ્યા છે જુલાઈમાં તે 78 ડોલર સુધી થયા છે. આ મહિને કાચા તેલમાં 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
10 મિલિયન બેરલનો કરાયો હતો ઘટાડો
રવિવારે થયેલી બેઠકમાં OPEC+ દેશોના સિવાય રશિયા જેવા મહત્વના અન્.ય તેલ ઉત્પાદક દેશ પણ સામેલ હતા. કોરોના સંકટની વચ્ચે OPEC+ દેશોએ ગયા વર્ષના આધારે 10 મિલિયન બેરલ પ્રોડક્શનમાં ઘટાડો કર્યો હતો. તેમાં વધારો આવ્યો અને રોજના આધારે હવે તેમાં 5.8 મિલિયન બેરલનો ઘટાડો જોવા મળી રહ્યો છએ.
દર મહિને રોજના 4 લાખ બેરલનો વધારો
રવિવારની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે OPEC+ દેશો મળીને દર મહિને રોજના આધારે 4 લાખ બેરલનું પ્રોડક્શન વધારશે. તેની શરૂઆત ઓગસ્ટ મહિનાથી થઈ રહી છે. સપ્ટેમ્બરમાં હાલની સરખામણીએ 8 લાખ બેરલ રોજનું પ્રોડક્શન વધશે. આ ગણતરીના આઘારે રોજના આધારે ઓક્ટોબરમાં 12 લાખ બેરલ, નવેમ્બરમાં 16 લાખ બેરલ રોજનું અને ડિસેમ્બરમાં 20 લાખ બેર લ એટલે કે 2 મિલિયન બેરલ પ્રોડક્શન રોજના આધારે વધારે કરાશે. યૂએઈ અને સઉદી અરબની સહમતિ બાદ રવિવારે પ્રોડક્શન વધારવાનો નિર્ણય લેવાયો છે.
જુલાઈમાં જ 9 વાર વધ્યા પેટ્રોલના ભાવ તો ડીઝલના ભાવમાં 4 વાર વધારો થયો
જુલાઈમા અત્યાર સુધી 9 વાર પેટ્રોલના ભાવમાં વધારો થયો છે તો ડીઝલના ભાવમાં 4 વાર વધારો થયો છે. આ પહેલા જૂન મહિનામાં અને મે મહિનામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 16 વાર વધારો કરાયો છે. આ જ કારણ છે કે 17 રાજ્યોમાં પેટ્રોલ આજે 100 રૂપિયાને પાર થયું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને મહત્વની વાત, જાણી લો તમને શું થશે મોટો ફાયદો"
ટિપ્પણી પોસ્ટ કરો