બોલિવૂડના આ 8 સેલિબ્રિટી કપલ્સને નથી કોઈ સંતાન, છતાં પણ તેના લાઇફ પાર્ટનર ને આપ્યો છે સ્પોર્ટ…

Spread the love

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સેલિબ્રિટી કપલ્સ છે જેમણે ઇન્ડસ્ટ્રીમાં જ પોતાનો લાઇફ પાર્ટનર પસંદ કર્યો હતો.દિલીપકુમાર-સાયરા બાનુ હોય કે જાવેદ અખ્તર-શબાના આઝમી અથવા કિશોર કુમાર-મધુબાલા,દરેકને બોલીવુડમાં પોતાનો પ્રિય સાથી મળી.

આમાં પણ આવા ઘણા યુગલો છે,જેમના પોતાના કોઈ સંતાન નથી અને જેને છે તેને તેના પહેલા લગ્નથી છે.કેટલાક કિસ્સાઓ માં એવું છે જ્યાં બંને સેલેબ્સની તબીબી સ્થિતિને લીધે બાળક ન થયું હોય અથવા એક બીજાની સંમતિથી બાળક કર્યું ન હોય.

દિલીપ કુમાર-સાયરા બાનુ

દિલીપકુમાર તે સમયે બોલિવૂડનો સૌથી અલીજીબલ બેચલર હતા.મધુબાલા સાથેના તેના સંબંધો બાદ તે સાયરાને મળ્યો.ત્યારે તે ઇન્ડસ્ટ્રીમાં નવી હતી અને સાયરાએ તેના કરતા 22 વર્ષ મોટા દિલીપ સાહેબ સાથે લગ્ન કર્યા.લગ્ન બાદ સાયરાએ કંસીવ પણ કર્યું,પરંતુ તેનું મિસકૈરેજ થઈ ગયું.તે પછી તે ક્યારેય માતા નહોતી બની અને બંનેએ તેને અલ્લાહની ઇચ્છા તરીકે સ્વીકારી લીધી.

મીના કુમારી-કમલ અમરોહી

ખરેખર કમલ અમરોહી તેના સમયના પ્રખ્યાત નિર્દેર્શક હતા અને મીના કુમારી સિલ્વર સ્ક્રીનની રાણી હતી.બંને ફિલ્મ્સના સેટ પર એક બીજાને મળ્યા અને તેઓ પ્રેમમાં પડ્યાં.કમલ મીના કુમારીથી 15 વર્ષ મોટો હતો અને તે પહેલાથી જ પરિણીત હતો અને તેના બાળકો પણ હતા.એવું કહેવામાં આવે છે કે તેણે મીના કુમારી સાથે આ શરત પર લગ્ન કર્યા હતા કે તેને કોઈ સંતાન નહીં થાય.બંને વચ્ચે વધી રહેલા તણાવના પરિણામે,મીના કુમારી અકેલેપન થી પીડાઈ રહી હતી અને 1972 માં લીવર સોરાયસીસને કારણે તેનું મૃત્યુ થયું.

સાધના-આર.કે. નૈયર

અભિનેત્રી સાધના શિવદાસાની અને પ્રખ્યાત નિર્દેશક આર કે નય્યરના લગ્ન 1966 માં થયા હતા.સાધના તે સમયે તેની કારકિર્દીના સુવર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી હતી,અને નૈયર સાહેબ પણ તે સમયના મોટા નિર્દેર્શકોમાંના એક હતા.બંનેને ખૂબ પ્રેમ હતો પરંતુ કેટલાક કારણોને લીધે તેઓ ક્યારેય સંતાન ન મેળવી શક્યા.

આશા ભોસલે-આરડી બર્મન

સિંગર આશા ભોસલે અને મ્યુઝિક ડિરેક્ટર આરડી બર્મન પણ એવા સેલિબ્રિટી યુગલો છે જેમના પોતાના કોઈ સંતાન નથી.આશાજીએ અગાઉ ગણપતરાવ ભોસલે સાથે લગ્ન કર્યા હતા,જેની સાથે તેમને 3 બાળકો પણ છે.પરંતુ લગ્નના 11 વર્ષ બાદ બંને અલગ થઈ ગયા.1980 માં આશાજી અને પંચમ દાના લગ્ન થયા.બંનેએ પરસ્પર સંમતિથી બાળકોને બદલે સંગીત પર ધ્યાન આપવાનું નક્કી કર્યું.

મધુબાલા-કિશોર કુમાર

મધુબાલા બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક હતી.બીજી બાજુ હર દિલ અઝીઝ સિંગર કિશોર દા,દિલીપ સાહેબ સાથેના બ્રેકઅપ પછી મધુબાલાના જીવનમાં આવ્યા કિશોર કુમાર અને બંનેએ 1960 માં લગ્ન કર્યા હતા.જોકે કિશોર દા ને એક પુત્ર હતો,જે તેની પહેલી પત્ની નો હતો.લગ્ન પછી મધુબાલાને હ્રદયરોગ થયો હતો અને ડોકટરોએ તેમને ગર્ભાવસ્થા વિશે ન વિચારવાની સલાહ આપી હતી.વર્ષ 1969 માં તેમનું અવસાન થયું.

શબાના આઝમી-જાવેદ અખ્તર

જાવેદ અખ્તરનો પહેલા લગ્ન અભિનેત્રી હની ઇરાની સાથે 1972 માં થયા હતા અને તેના બે બાળકો ફરહાન અને ઝોયા છે.થોડા વર્ષો પછી બંને અલગ થઈ ગયા અને જાવેદ સહબે શબાના આઝમી સાથે લગ્ન કર્યા.બંનેને કોઈ સંતાન નથી.

અનુપમ ખેર-કિરણ ખેર

અભિનેતા અનુપમ ખેર અને કિરણ 80 ના દાયકામાં ચંદીગઢ માં મળ્યા હતા,જ્યાં તેઓ થિયેટરનો ભાગ હતા.કિરણ પરિણીત હતી અને તેનો એક પુત્ર સિકંદર પણ હતો,પરંતુ તેના પતિ સાથેના સંબંધો સારા ન હતા,તેથી કિરણ તેમનાથી અલગ થઈ ગઇ અને અનુપમ ખેર સાથે લગ્ન કર્યા અને બંને મુંબઈ આવી ગયા.બંનેને તેમના બાળકોની ઇચ્છા હતી,પરંતુ તબીબી પરિસ્થિતિઓને કારણે તેઓએ સંતાન ન કરવાનું નક્કી કર્યું.

સંગીતા બીજલાની – મોહમ્મદ અઝહરુદ્દીન

ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીન સંગીતા 90 ના દાયકામાં મળ્યા હતા.ત્યારબાદ અઝહરુદ્દીને તેની પત્નીને છૂટાછેડા આપી દીધા અને 1996 માં બંનેએ લગ્ન કરી લીધાં.તેના પહેલાના લગ્નથી અઝહરને બે બાળકો છે,પરંતુ સંગીતા અને અઝહરને પોતાનાં સંતાન નથી.

0 Response to "બોલિવૂડના આ 8 સેલિબ્રિટી કપલ્સને નથી કોઈ સંતાન, છતાં પણ તેના લાઇફ પાર્ટનર ને આપ્યો છે સ્પોર્ટ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel