ગુમ હે કિસી કે પ્યાર શોના એક મિનિટના પ્રોમો માટે રેખાને ચૂકવાયા આટલા રૂપિયા.
જાણીતી અભિનેત્રી રેખાને હાલના દિવસોમાં ભલે મોટા પડદા પર ન જોવામાં આવતી હોય પણ જ્યારે પણ એ મીડિયા સામે આવે છે તો પોતાના ટાઇમલેસ ચાર્મથી બધાનું ધ્યાન આકર્ષિત કરી લે છે. જ્યારથી આ સદાબહાર આઈકને સ્ટાર પ્લસના શો ગુમ હે કિસી કે પ્યારને રજૂ કરવા માટે સ્ક્રીન પર ટકોરા કર્યા છે એમના ફેન્સ એમને ફરીથી જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રેખાની સ્ટાર પ્લસના શો ગુમ હે કિસી કી પ્યાર મેં મા આવવાની ખબરથી આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંગામો થઈ ગયો છે.

ટીવી પર રેખાને જોવા માટે દરેક ફેન આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે રેખાને આ પ્રોમો શૂટ કરવા માટે સ્ટાર પ્લસે કેટલી મોટી રકમ આપી છે. ઇન્ડસ્ટ્રીના સૂત્રો અનુસાર આ પ્રોમોમાં એક મિનિટની નાનકડી ઉપસ્થિતિ માટે બૉલીવુડ સુપરસ્ટારને લગભગ 5થી 7 કરોડ રૂપિયા જેવી મોટી રકમ મળી છે જે નિશ્ચિત રીતે એક મોટી રકમ છે.

દર્શકો ઈચ્છાને પુરી કરવા સ્ટાર પ્લસે આખરે ફરી એકવાર રેખાજી અભિનીત શોના નવીનતમ પ્રોમોને જાહેર કરીને એમનો ઉત્સાહ વધારી દીધી છે. આપણે બધા એ વાતથી વાકેફ છે કે બૉલીવુડ અભિનેતા પણ થોડા થોડા સમયે નાના પડદા પર દેખાય છે પણ હું તમે ક્યારે આ બ્રીફ સ્પેશિયલ અપીયરન્સના ખરા કારણ વિશે વિચાર્યું છે?

હલનું જ ઉદાહરણ લઈએ તો રેખાજીનું ગુમ હે કિસી કે પ્યાર મેંના પ્રોમો માટે એક ખાસ ઉપસ્થિતિમાં દેખાવવું. ઇન્ડસ્ટ્રીના એક સૂત્રએ શેર કર્યું છે કે રેખાજીની તુલનામાં આવે એવું કોઈ નથી. આપણે બધા જાણીએ છીએ કે એમનો કરિશ્મા કંઈક અલગ જ છે અને એ શોના લોન્ચ સમય પહેલાં પ્રોમોનો પણ ભાગ હતી. શોના શીર્ષક બોલિવુડના સૌથી મધુર ગીતોમાંથી એકથી પ્રેરિત છે અને આ ગીતનું એમના દિલમાં એક ખાસ સ્થાન છે. આ વાસ્તવમાં અદભુત છે કે એ બીજા પ્રોમોનો પણ ભાગ છે જે શોમાં સઇ અને વિરાટની પ્રેમ કહાની વચ્ચેની તકલીફ વિશે છે.”

તમને જણાવી દઈએ કે સ્ટાર પ્લસ દ્વારા શેર કરેલા વીડિયોમાં રેખા કહે છે કે આ ઇશ્ક પણ કેવી કેવી પરિક્ષાઓમાંથી પસાર થાય છે. જે કાલ સુધી ફક્ત એક ફરજ હતી એ આજે મોહબ્બત બની ચુકી છે.પણ પ્રેમ અને એતબારની સાથે સાથે ક્યાં ચાલી શકે છે. એવામાં ભૂતકાળ જો તોફાન બનીને પરત ફરે તો? મુર્જાયેલા પલોની યાદો તાજી થઈ જાય છે. ન ઈચ્છવા છતાં પણ કાલનો પ્રેમ આજની ફરજ બની ગયો છે.
0 Response to "ગુમ હે કિસી કે પ્યાર શોના એક મિનિટના પ્રોમો માટે રેખાને ચૂકવાયા આટલા રૂપિયા."
ટિપ્પણી પોસ્ટ કરો