હોલિવૂડ તરફથી શિલ્પાને મળી હતી અઢળક ઓફરો, પણ એક જ ઝાટકે પાડી દીધી હતી ના, કારણ જાણીને તમને પણ થશે ગર્વ

અભિનેત્રી શિલ્પા શેટ્ટી ચૌદ વર્ષ બાદ ફિલ્મ ‘હંગામા 2’ માંથી કમબેક કરી રહી છે. તેનું ગીત ચુરા કે દિલ મેરા 2.0 લોકો ને ખૂબ પસંદ છે. શિલ્પાએ તાજેતરમાં પીટીઆઈને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને હોલિવૂડ તરફ થી ઘણા પ્રોજેક્ટ્સ મળ્યા હતા પરંતુ શિલ્પાએ ઇનકાર કર્યો હતો કારણ કે તે આટલો મોટો ફેરફાર કરવા માંગતી ન હતી.

image source

શિલ્પા છેલ્લે ૨૦૦૭ માં અનુરાગ બાસુની ‘ લાઇફ ઇન મેટ્રો ‘ અને ધર્મેન્દ્ર સ્ટાર ફિલ્મ ‘ અપને ‘ માં જોવા આવી હતી. અને આ વર્ષે તેણે બ્રિટિશ રિયલ્ટી શો બિગ બ્રધર-5 સિઝન જીતી હતી. જે બાદ તે વૈશ્વિક વ્યક્તિ બની હતી. જોકે ફિલ્મો માંથી બ્રેક બાદ તે ‘ ઓમ શાંતિ ઓમ ‘ અને ‘ દોસ્તાના ‘ માં કેમિયો કરતી જોવા મળી હતી.

image source

શિલ્પાએ કહ્યું કે આ સમય દરમિયાન તેને હોલિવૂડ તરફથી ઘણી મોટી ઓફર મળી હતી પરંતુ તેણે ના પાડી હતી કારણ કે તે તેની ‘ કપ ઓફ ટી ‘ નહોતી, તે અમેરિકા શિફ્ટ થવા માંગતી ન હતી. ઈન્ટરવ્યૂ માં શિલ્પાએ કહ્યું હતું કે ‘ મારા દીકરાને આ વાત પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. મને હોલિવૂડ માંથી કેટલાક મોટા પ્રોજેક્ટ્સ મળ્યા, પરંતુ મેં ના પાડી. કારણ કે હું મુંબઈ થી લોસ એન્જલસ માં બિલકુલ શિફ્ટ થવા માંગતી ન હતી ‘. જો કે તે સ્વીકારે છે કે તેણે મોટી તક ગુમાવી

image source

શિલ્પાએ કહ્યું કે ‘હું સ્પષ્ટ પણે જાણતી હતી કે મારે શું જોઈએ છે. મને અહીં કામ કરવું ગમે છે. મેં એક મોટી તક ગુમાવી પરંતુ મારી પાસે જે કંઈ છે તેનાથી હું ખુશ છું. હું મારા પરિવાર ને છોડીને બીજે સ્થળાંતર કરીને વધુ દુ:ખી હોત. મારે તેના માટે ઘણું આપવું પડ્યું જેના માટે હું તૈયાર ન હતી. હા, જ્યારે મારા બાળકો પંદર વર્ષ ના થઈ જશે, ત્યારે હું તેના વિશે વિચારી શકું છું ‘.

શિલ્પા છેલ્લા કેટલાક સમય થી ટીવી પર ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ અને ‘નચ બલિયે’ જેવા શોમાં જજ તરીકે જોવા મળી રહી છે. શિલ્પા ટૂંક સમયમાં ફિલ્મ ‘હંગામા-૨’ થી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે પરેશ રાવલ અને મિઝાન જાફરી પણ છે.

image source

૧૯૯૩માં અબ્બાસ-મસ્તાનની ‘બાઝીગર’ સાથે સત્તર વર્ષ ની વયે તેમના બોલીવુડ કારકિર્દી ની શરૂઆત કર્યા બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. શિલ્પાએ બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે, અને તેને બે બાળકો પુત્ર વિયાન નવ વર્ષની અને પુત્રી સમીશા એક વર્ષની છે. શિલ્પા છેતાલીસ વર્ષ ની છે, પરંતુ તેણે પોતાને ફિટ રાખી છે જે આજ ની નવી અભિનેત્રી સાથે પણ સ્પર્ધા કરે છે.

0 Response to "હોલિવૂડ તરફથી શિલ્પાને મળી હતી અઢળક ઓફરો, પણ એક જ ઝાટકે પાડી દીધી હતી ના, કારણ જાણીને તમને પણ થશે ગર્વ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel