Whatsapp પર ટાઈપ કર્યા વિના પણ મોકલી શકાય છે મેસેજ
Whatsapp પર તમે ટાઈપ કરીને કોઈપણ અન્ય Whatsapp યુઝરને મેસેજ મોકલી શકો છો. પરંતુ તમને કદાચ ખબર ન હોય તો જણાવી દઈએ કે Whatsapp પર ટાઈપ કર્યા વિના જ મેસેજ મોકલી શકાય છે. આ માટે તમારે અમુક સરળ સ્ટેપ ફોલો કરવાના રહે છે. આ રીતે મેસેજ કરવાથી તમને ટાઈપ કરવામાંથી છુટકારો મળશે અને મેસેજ પણ જે રીતે મોકલવો હોય એ જ રીતે મોકલી શકશો.

Whatsapp પર તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે કોઈને તમારે મેસેજ કરવાનો હોય અને એ મેસેજ ટાઈપ કરવામાં કંટાળો આવતો હોય. ખાસ કરીને જ્યારે અન્ય Whatsapp યુઝરને જે મેસેજ કરવાનો હોય તે મેસેજ લાંબો અને વિસ્તારપૂર્વકનો હોય અને તમને એમ થવા લાગે કે મેસેજ ટાઈપ કરવા કરતાં તો કોલ કરી લેવો સારો. પરંતુ શું તમે એ જાણો છો કે આંગળીથી ટાઈપ કર્યા વિના ફક્ત બોલીને પણ મેસેજ ટાઈપ કરી શકાય છે. તમને સાંભળવામાં ભલે નવાઈ લાગે પરંતુ આ માટે એક સરળ ટ્રીકનો જ ફાયદો ઉઠાવવાનો રહે છે અને આંગળીઓથી ટાઈપ કર્યા વિના ફક્ત બોલીને જ મેસેજ ટાઈપ થઈ જશે અને તેને તમે અન્ય Whatsapp યુઝરને પણ મોકલી શકો છો. આ માટે શું કરવાનું રહે છે તે જાણીએ.

1. સૌથી પહેલા Whatsapp ઓપન કરો અને એ વ્યક્તિની ચેટ ઓપન કરો જેને તમારે મેસેજ મોકલવાનો છે.
2. કીબોર્ડ ઓપન કરી તમને તેમાં માઇક્રોફોનનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરવાથી માઇક્રોફોન એક્ટિવ થઈ જશે.
3. યાદ રહેબા માઇક્રોફોન કેમેરા આઈકન પાસેનું હોય તે નથી પરંતુ તેની નીચે પણ એક આઈકન છે જેનાથી આ ફીચર કામ કરે છે.
4. GIF પાસે એક પ્લસનું સાઈન જોવા મળશે ત્યાં આ માઇક્રોફોન હશે.

5. ત્યારબાદ તમે જે બોલશો તે ટાઈપ થવા લાગશે. આખું લખાણ લખાઈ ગયા બાદ તમે તે લખાણને સેન્ડ કરી શકો છો.
મ્યુટ કરીને મોકલી શકો છો વિડીયો
Whatsapp એ તાજેતરમાં જ એક નવું ફીચર એડ કર્યું છે. યુઝર્સને ઘણી વખત કોઈ વિડીયો ફાઈલને અન્ય Whatsapp યુઝરને મોકલતા પહેલા વિચારવું પડે છે કારણ કે અમુક વિડીયોનું વોલ્યુમ ફૂલ હોય છે અને જેને વિડીયો મોકલવાનો હોય ત્યાં આજુબાજુ બધાનું ધ્યાન ખેંચાઈ શકે છે.

આ માટે જો તમારે જ વિડીયો મોકલવાનો હોય તે વીડિયોમાં અવાજની જરૂર ન હોય તો તમે તે વીડિયોને અન્ય યુઝરને મોકલતા સમયે મ્યુટ કરીને મોકલી શકો છો.
0 Response to "Whatsapp પર ટાઈપ કર્યા વિના પણ મોકલી શકાય છે મેસેજ"
ટિપ્પણી પોસ્ટ કરો