28,000 વર્ષ જૂની સિંહણ, દાંત અને વાળ બરફમાં દટાયેલઈ જોવા મળી, આ જોઈને વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા

સાઇબિરીયાના બરફમાં સ્થિર અવસ્થામાં મળી આવેલા સિંહના બચ્ચાને ‘માદા’ તરીકે પુષ્ટિ મળી છે. આ સંપૂર્ણ રીતે સચવાયેલી સ્થિતિમાં જોવા મળે છે, આ સિંહનું બચ્ચું લગભગ 28,000 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યું હતું. સ્વીડનમાં સ્ટોકહોમમાં સેન્ટર ફોર પેલેઓજેનેટિક્સની ટીમે તેને સ્પાર્ટા નામ આપ્યું.

શોધ 2017-2018ની વચ્ચે કરવામાં આવી હતી

image source

સમાચારો અનુસાર, તે અત્યાર સુધી મળેલા શ્રેષ્ઠ સંરક્ષિત હિમયુગ પ્રાણીઓમાંનું એક છે. સંશોધન મુજબ, મૃત્યુ સમયે માદા બચ્ચાની ઉંમર બે મહિનાથી ઓછી હતી. આ શોધ 2017 અને 2018 ની વચ્ચે પૂર્વી સાઇબિરીયામાં કરવામાં આવી હતી.

દાંત, ચામડી અને મૂછો હજુ અકબંધ છે

વૈજ્ઞાનિકોની શોધમાં તે સોનેરી બરફથી ઢંકાયેલી જોવા મળી હતી. તે સેમુલ્યાખ નદીના કિનારે મેમથ ટસ્ક શિકારીઓ દ્વારા શોધાયેલ બે લુપ્ત ‘મોટી બિલાડી’ બચ્ચાઓમાંની એક હતી.

image source

માદા બચ્ચાના દાંત, ચામડી અને મૂછો હજુ અકબંધ છે. તેને પર્માફ્રોસ્ટમાં સાચવવામાં આવ્યું હતું, જે જમીન પર અથવા તેની નીચેની સપાટી છે જ્યાં તાપમાન સતત શૂન્ય સે પણ નીચે હોય છે.

વૈજ્ઞાનિકોની તપાસમાં આ વાત બહાર આવી છે

‘મોટી બિલાડી’ બચ્ચા વિશે અનુમાન કરવામાં આવ્યું હતું કે આ બંને ભાઈ -બહેન છે. બંને એકબીજાથી માત્ર 49 ફૂટ દૂર મળી આવ્યા હતા. રશિયન અને જાપાની વૈજ્ઞાનિકોની તપાસમાં, કોઈ પુરાવા મળ્યા નથી કે તેની હત્યા શિકારી દ્વારા કરવામાં આવી હતી.

image source

ટીમે જણાવ્યું હતું કે સ્કેનમાં તેની ખોપરી અને પાંસળીમાં થયેલી ઈજાઓ અન્ય શક્યતાઓ તરફ ઈશારો કરે છે. સંશોધકએ કહ્યું કે તેઓ કાદવમાં મરી ગયા હશે અથવા તિરાડમાં પડી ગયા હશે.

તેનું મૃત્યુ કઈ રીતે થયું હતું, એ કહેવું અત્યારે મુશ્કેલ લાગે છે, પણ આટલા વર્ષો થયા છતાં અત્યારે તેનો ચેહરો જોતા ખુબ દુઃખદાયક અવસ્થા થાય છે. કારણ કે જે સિંહણને આપણે જંગલોમાં ફરતા, તેમના બાળકો સાથે રમતા અને અવાજો કરતા સાંભળી છે. એ સિંહણ અત્યારે આવી હાલતમાં હોય ત્યારે ખુબ અલગ લાગે છે.

image source

કહેવાય છે કે આ જયારે 2 મહિનાની હતી, ત્યારે તેનું મૃત્યુ થયું હતું. એવું બની શકે કે તે તેની માતાથી અલગ થઈને અહીંયા ભૂલી પડી હોય અથવા કોઈપણ કારણોસર તે અહીંયા ફસાઈને મૃત્યુ પામી હોય. આ અંગે વૈજ્ઞાનિકો સંશોધન કરે છે, છતાં સંશોધનમાં એ વિષે કોઈ જાણ થતી નથી કે આ સિંહણનું મૃત્યુ કઈ રીતે થયું હોય.

Related Posts

0 Response to "28,000 વર્ષ જૂની સિંહણ, દાંત અને વાળ બરફમાં દટાયેલઈ જોવા મળી, આ જોઈને વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel