જીવનમા જો રહેવુ છે સુખી અને સમૃદ્ધ તો રત્ન ધારણ કરતા સમયે ના રાખો બેદરકારી નહીતર…

રત્નો જીવન પર મોટી અસર કરે છે.જો કુંડળી અનુસાર યોગ્ય રત્ન યોગ્ય રીતે પહેરવામાં આવે તો તે ખૂબ જ શુભ પરિણામ આપે છે.તેથી, રત્ન ધારણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે અને જીવન પર તેમની શુભ અને અશુભ અસરો પણ અલગ હોય છે.

image source

જો કોઈ ગ્રહ નબળો હોય તો તેને મજબૂત કરવા અને સારા પરિણામ મેળવવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે.રત્ન શાસ્ત્ર અનુસાર રત્નો ધારણ કરવાનો એક મહત્વનો ઉપાય છે.જોકે, રત્ન ધારણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, નહીં તો તેનો પૂરો લાભ મળતો નથી.

રત્ન ધારણ કરતા સમયે રાખો આ બાબતોનુ ધ્યાન :

image source

હંમેશા નિષ્ણાતની સલાહ લીધા પછી જ રત્ન પહેરો.ખોટો રત્ન ધારણ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. જન્મકુંડળી અનુસાર યોગ્ય રત્ન રાખવાની સાથે સાથે તે રત્ન પહેરવાનો યોગ્ય દિવસ, સમય અને પદ્ધતિ પણ એટલી જ મહત્વની છે. તેથી, આ સંદર્ભે પણ નિષ્ણાત પાસેથી માર્ગદર્શન લો.

image source

જો તમારે કોઈ કારણોસર એક કરતા વધારે રતન ધારણ કરવા પડે તો તેના માટે સૌથી પહેલા તમે કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ લો અને ત્યારબાદ જ ધારણ કરો કારણકે, ઘણીવાર એવું બને છે કે, અમુક રત્નો એકબીજા પ્રત્યે શત્રુ ભાવ ધરાવતા હોય છે, જો તમે આ બંને રત્નો એકસાથે ધારણ કરી લો તો તમને જીવનમા ફાયદાને બદલે અનેકવિધ પ્રકારના નુકશાન થઇ શકે છે.

image source

આ ઉપરાંત એ બાબતની પણ વિશેષ સાવચેતી લેવી કે, રત્ન હમેંશા એ ધાતુમા જ ધારણ કરવો કે, જેમા તેનો પ્રભાવ સારો રહે. આ ઉપરાંત રત્નના વજન અંગે પણ વિશેષજ્ઞ પાસેથી સલાહ લઇ લેવી જેથી તેની અસરો જીવનમા સંતુલિત બની રહે. આ સંતુલન તે રત્નનો તમારા જીવનમા સારો પ્રભાવ પાડે છે.

image source

ક્યારેય પણ અશુદ્ધ અથવા તો ખંડિત રત્ન ધારણ કરવો નહિ નહીતર તમારા જીવનમા તમારે અનેકવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રત્ન ધારણ કરતા પહેલા તમારે તેની શુધ્ધતા અંગેની ચકાસણી અવશ્યપણે કરવી. જો તમે રત્ન ધારણ કરતા સમયે આ બધી બાબતો અંગે સાવચેતી રાખશો તો તમને જીવનમા કોઈપા સમસ્યા નહિ આવે, ધન્યવાદ!

0 Response to "જીવનમા જો રહેવુ છે સુખી અને સમૃદ્ધ તો રત્ન ધારણ કરતા સમયે ના રાખો બેદરકારી નહીતર…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel