જન્માષ્ટમીની રજામાં પ્રિયજન સાથે ફરવા જવું હોય તો આ જગ્યાઓ છે બેસ્ટ
વરસાદી વાતાવરણ અને જન્માષ્ટમી ની રજાઓ.. આ બન્ને વસ્તુ એક સાથે મળે એટલે સૌથી પહેલો વિચાર આવે ફરવા જવાનો. તેમાં પણ જેમણે તાજેતરમાં જ લગ્ન કર્યા છે અને કોરોના ના કારણે જેવો બહાર ફરવા જઈ શક્યા નથી તેમના માટે આ રજાઓમાં એકબીજા સાથે સમય પસાર કરવાનો ઉત્તમ સમયે છે.
પાર્ટનર સાથે ફરવા જવાની વાત આવે ત્યારે ઘણા લોકો હિલ સ્ટેશન પર જવાનું પસંદ કરતા હોય છે. તો ચાલો આજે તમને જણાવીએ ભારતના એવા શહેરો વિશે છે રોમેન્ટિક પ્રવાસ માટે પ્રખ્યાત છે. જો તમે આ રજાઓમાં પોતાના પાર્ટનરને લઇને આ જગ્યાઓએ જશો તો તમારું વેકેશન ચોક્કસથી યાદગાર બની જશે.
કોરોના ના કેસ હવે ઘટ્યા છે ત્યારે દરેક જગ્યાએ ચોક્કસ નિયમો સાથે લોકોને ફરવાની છૂટ મળી છે. આ સાથે જ આજના સમયમાં ફ્લાઈટમાં ટિકિટ મળવી પણ ખૂબ જ સરળ છે. તેથી તમે હજુ પણ જન્માષ્ટમી માટે આ જગ્યાઓએ જવાનું બુકિંગ કરી શકો છો. તો ચાલો હવે તમને જણાવીએ એવી ચાર જગ્યાઓ વિશે જ્યાં તમે પાર્ટનર સાથે રોમેન્ટિક મીની વેકેશન માણી શકો છો.
વાલપરાઈ
તમિલનાડુના કોઇમ્બતુર જિલ્લામાં વાલપરાઈ શહેર આવેલું છે. આ શહેર સમુદ્રની સપાટીથી 3500 ફૂટની ઉંચાઇએ આવેલું છે. આ હિલ સ્ટેશન કપલના રોમેન્ટિક વેકેશન સ્થળ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં ગાઢ જંગલ આવેલા છે જે વર્ષાઋતુમાં લીલાછમ થઈ જાય છે. તેવામાં અહીંના સુંદર દ્રશ્યો કપલ્સના દિવસને પણ રોમેન્ટિક બનાવી દે છે.
કુર્ગ
કર્ણાટકમાં આવેલું કૂર્ગ કોફીના શહેર તરીકે પણ જાણીતું છે. દક્ષિણ ભારતના સુંદર શહેરોમાંથી એક આ શહેર પણ છે આ શહેર કપલ્સ માટે પરફેક્ટ ફરવાનું સ્થળ છે. જો તમે કોરોના કાળ દરમ્યાન પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર નથી કરી શક્યા તો આ રજાઓમાં ચોક્કસથી પાર્ટનર સાથે ફૂર્ગ ની મુલાકાત લઇ આવો.
ડુઆર્સ

પશ્ચિમ બંગાળમાં આવેલું આ શહેર ઉત્તર અને પૂર્વ ભારતનું સંપૂર્ણ રોમેન્ટિક શહેર છે. હિમાલયના ખોળે વસેલા આ શહેરની ખાસિયત તેની સુંદરતા છે. આ સુંદરતાના કારણે તે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અહીં એડવેન્ચર ટ્રીપ માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ શહેર એવા કપલ્સ માટે બેસ્ટ છે જેઓ એકબીજા સાથે સમય પણ પસાર કરવા ઈચ્છે છે અને સાથે જ એડવેન્ચર પણ કરવા માંગે છે.
કૌસાની

ઉત્તરાખંડના બાગેશ્વર જિલ્લામાં આવેલું છે કૌસાની ગામ. અહીંથી નંદાદેવી પર્વતની ટોચ સ્પષ્ટ રીતે દેખાય છે. કુદરતી સૌંદર્યથી ભરપુર આ ગામની મુલાકાત મોટી સંખ્યામાં પ્રવાસીઓ લેતા હોય છે.
0 Response to "જન્માષ્ટમીની રજામાં પ્રિયજન સાથે ફરવા જવું હોય તો આ જગ્યાઓ છે બેસ્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો