પ્રીતિ ઝિન્ટાનો વિડીયો થયો વાયરલ, ખેતી કરતી દેખાઈ ડિમ્પલ ગર્લ.
પ્રીતિ ઝિન્ટા હાલ ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે પણ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ છવાયેલી રહે છે. ફરી એકવાર પ્રીતિ ઝિન્ટાએ વિડીયો શેર કર્યો છે. જેમાં એ પોતાના બગીચાની સેર કરતી દેખાઈ રહી છે. આ વીડિયો એમને સીમલાના સફરજનના બગીચામાં બનાવ્યો છે જ્યાં એમને પોતાનું બાળપણ વિતાવ્યું છે. આ વીડિયો શેર કરતા પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે એ એમના ફેમીલી ફાર્મમાં આવીને ખૂબ જ ખુશ છે. કારણ કે આ જગ્યાએ એમને પોતાના બાળપણના દિવસો વિતાવ્યા છે.

સફરજનથી લદાયેલા વૃક્ષ જોઈને એ ખુશીમાં ઉછળી પડે છે. પ્રીતિ વીડિયોમાં જણાવે છે કે એમને અહીંયા નાના નાની અને મામા મામી સાથે બાળપણના સુંદર દિવસો વિતાવ્યા છે. એમને જણાવ્યું છે કે જ્યારે મજૂર સફરજન તોડવાનું કામ કરી રહ્યા હોય તો એમને ડિસ્ટર્બ નહોતા કરવાના અને સફરજન સાથે રમવા અને એને આમ તેમ ફેંકવાની પણ મનાઈ હતી.
એમને કહ્યું કે મારું મનગમતું કામ સફરજન તોડવા અને મોટા તેમજ નાના સફરજનોને એકઠા કરવાનું હતું. એમને જણાવ્યું કે એમને સફરજનનું જ્યુસ બનાવવાનું પણ ખૂબ જ ગમતું હતું. એમને કહ્યું કે બે વર્ષ પહેલાં એ ઓફિશિયલ ખેડૂત બની ચુકી છે. મને હિમાચલ બેલ્ટના એપ્પલ ફર્મિંગ કમ્યુનિટીનો ભાગ બનીને ખુશી છે..પ્રીતિ ઝિન્ટા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણીવાર ખેતી સાથે જોડાયેલા વિડીયો શેર કરતી રહે છે.
એમનું કહેવું છે કે સફરજનની સિઝન હમેશા ખાસ હોય છે. ઘણા નિયમ હોય છે.

પ્રીતિ ઝિન્ટાનો આ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. અને ફેન્સ એના પર ઘણા રિએક્શન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રીતિ ઝિન્ટા મૂળ રૂપે હિમાચલની રહેવાસી છે જ્યાંના સફરજન સૌથી સારી ક્વોલિટીના માનવામાં આવે છે અને લાગે છે કે પ્રીતિની સુંદરતાનું રહસ્ય પણ એ જ છે. આમ તો પ્રીતિ ઝિન્ટા લગ્ન પછી અમેરિકા શિફ્ટ થઈ ગઈ છે એમને જેન ગુડઈનફ સાથે લગ્ન કર્યા છે પણ હાલ એ શિમલામાં છે અને એન્જોય કરી રહી છે.
પ્રીતિ ઝિન્ટાએ બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. ક્યાં કહેના, સંઘર્ષ, વીર ઝારા, સોલ્જર, કલ હો ન હો, કોઈ મિલ ગયા જેવી ફિલ્મોથી એમને ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને એમના ઘણી મોટી ફેન ફોલોઇંગ છે. પણ લગ્ન પછી એ ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. અને અમેરિકામાં સેટ છે. પણ સોશિયલ મીડિયા દ્વારા એ ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
0 Response to "પ્રીતિ ઝિન્ટાનો વિડીયો થયો વાયરલ, ખેતી કરતી દેખાઈ ડિમ્પલ ગર્લ."
ટિપ્પણી પોસ્ટ કરો