અમદાવાદમાં કોરોનાની માનવ શરીર પર અસર અંગે મોટો અભ્યાસ, ઓટોપ્સીના પરિણામો પર તમે વિશ્વાસ નહિ કરી શકો
છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી કોરોનાએ લોકોનું જનજીવન ખોરવી નાખ્યું છે. કોરોનાની માણસ પર માનસિક અને શારીરિક અસરો સ્પષ્ટ દેખાઈ રહી છે. એવામાં અમદાવાદમાં સિવિલની બી.જે. મેડિકલ કોલેજમાં કોરોનામાં મૃત્યુ પામેલા 31 લોકોના મૃતદેહ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો.

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક વિભાગના 18 ડોક્ટરોની ટીમે કોરોનાની માનવ પર શુ અસર થાય છે એના પર અભ્યાસ કર્યો હતો. આ ઓટોપ્સીમાં 50 ટકાને ગંભીર પ્રકારનું બેક્ટેરિયલ અને ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ ઘણા દર્દીઓના ફેફસાં પથ્થર જેવા કઠણ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.

67 ટકા 60 વર્ષથી વધુના અને વિવિધ રોગથી પીડિત અને 33 ટકા 60થી ઓછી વયના લોકોના રિપોર્ટમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. કોરોનાને કારણે મૃત્યુ પામેલા 31 લોકોમાંથી માત્ર 3 લોકોએ જ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. એવામાં ડોકટરોએ દાવો કર્યો છે કે જો 31 લોકોએ રસીના બંને ડોઝ લીધા હોત તો તેઓ બચી ગયા હોત.
શેના સેમ્પલ લેવાયા હતા

તમને જણાવી દઈએ કે કે ઓટોપ્સીના સ્ટડી પ્રોટોકલ ‘ઇફેક્ટ ઓફ કોવિડ ઓન રેસ્પિરેટરી એન્ડ કાર્ડિયો વાસ્ક્યુલર સિસ્ટમ’ હતી, જેમાં લોહીના ગઠ્ઠા ક્યાં થાય છે એનો સ્ટડી કરવા ફેફસાં, હૃદય તેમજ પગની પિંડીના સ્નાયુના સેમ્પલ લેવાયાં હતાં. કોવિડના ટેસ્ટિંગ માટે આરટી-પીસીઆર અને બેક્ટેરિયલ-ફંગલ ઇન્ફેક્શન માટે સ્વોબ લેવાયા હતા

ઓટોપ્સીના તારણો
- 87 ટકામાં હાયપરટેન્શન ડાયબિટીસ હ્રદયરોગ જેવી કો-મોર્બિડિટી
- 24 ટકાને હ્રદયની તકલીફ, 30 ટકાને બ્રોન્કાઇટિસ
- 50 ટકાને ફંગલ-બેક્ટેરિયલ ઇન્ફેક્શન
- 60થી 70 ટકામાં લોહીની નળીમાં લોહીના ગઠ્ઠા
- 76 ટકાના ફેફસા કઠણ અને 70 ટકાના ફેફસાનું વજન બમણું
- 67 ટકા 60 વર્ષથી વધુના અને કો-મોર્બિડ
કોરોનાથી બચવા રસી કેટલી મહત્વની

આ સમગ્ર અભ્યાસમાં 3 એસોસિયેટ પ્રોફેસર, 4 ટ્યૂટર, 1 આસિસ્ટન્ટ પ્રોફેસર અને રેસિડેન્ટ ડોક્ટર્સ મળીને 18 લોકોની ટીમ બનાવી હતી. ઓટોપ્સીમાં 6 સભ્યની ટીમ ઉપરાંત દર્દીના સગાના કાઉન્સેલિંગથી લઇને ડેડબોડીમાંથી સેમ્પલ લઇને ડેડબોડી ડિસઇન્ફેક્ટ કરી સગાને પરત કરવા સહિતની કામગીરી કરાઈ હતી. આ સંશોધન પરથી ડોક્ટરોનું કહેવુ છે કે જો રસીના બંને ડૉઝ લીધા હોત તો આ દર્દીઓ કદાચ બચી ગયા હોત.
0 Response to "અમદાવાદમાં કોરોનાની માનવ શરીર પર અસર અંગે મોટો અભ્યાસ, ઓટોપ્સીના પરિણામો પર તમે વિશ્વાસ નહિ કરી શકો"
ટિપ્પણી પોસ્ટ કરો