ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી કરો આ કામ, તમારી અનેક સમસ્યા ચપટીમાં દૂર થશે.
દેવું વ્યક્તિને તેના બોજ નીચે દબાવતું રહે છે. વ્યાજ પર વ્યાજ ચૂકવતાંની સાથે જ માણસ પરેશાન થઈ જાય છે. જો તમે પણ દેવાના બોજથી પરેશાન છો તો વરસાદનું પાણી તમારી આ સમસ્યામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. વરસાદના પાણીમાં ચમત્કારિક શક્તિ છે. લાલ કિતાબ અને જ્યોતિષશાસ્ત્રમાં વરસાદી પાણીના કેટલાક ઉપાયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તમને પેઢીઓથી ચાલી રહેલા દેવાથી પણ છુટકારો મેળવવામાં મદદ કરશે. તો ચાલો આ સરળ ઉપાય વિશે વિગતવાર જાણીએ.
સારા સ્વાસ્થ્ય માટે ઉપાય

ઘણા લોકોને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓ થતી રહે છે, જે ઘણી દવાઓ અથવા રિપોર્ટ કરાવ્યા પછી પણ દૂર થતી નથી. જો તમને સ્વાસ્થ્યમાં સતત કોઈ સમસ્યા હોય તો ભગવાન શિવને વરસાદી પાણીથી અભિષેક કરો. આ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ ઉપાયથી તમને અનેક બીમારીમાંથી રાહત મળશે અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
ટૂંક સમયમાં લગ્ન કરવાની રીતો

ઘણા લોકોના લગ્નમાં વિલંબ થતો રહે છે. પગાર, દેખાવ અને કુટુંબ સારું હોય છતાં લગ્નમાં કંઈપણ બાધા આવતી રહે છે. જો તમારા લગ્નમાં વિલંબ થાય છે, તો વરસાદના પાણીથી ગણપતિજી પર અભિષેક કરો. ટૂંક સમયમાં જ તમારા લગ્નના ઢોલ વાગશે.
પૈસાની તંગીમાંથી છુટકારો મેળવવાના ઉપાય

અત્યારના સમયમાં દરેક લોકોને પૈસાની તંગી રહે છે, પરંતુ ઘણા લોકો એવા હોય છે જેમની પાસે 2 ટાઈમ જમવામાં પણ પૈસા હોતા નથી. જો તમને પણ આવી સમસ્યાનો સામનો કરવો પડે છ્હે, તો પૈસાની તંગીથી છુટકારો મેળવવા માટે, વરસાદી પાણીને માટીના વાસણમાં ભરો અને તેને ઘરની ઉત્તર દિશામાં રાખો. ટૂંક સમયમાં જ તમારી નાણાકીય સ્થિતિ સુધરવા લાગશે.
વ્યવસાયમાં નુકસાન ટાળવાની રીતો

જો તમને વારંવાર તમારા વ્યવસાયમાં નુકસાની થતી હોય, તો પિત્તળના વાસણમાં વરસાદનું પાણી એકત્રિત કરો અને આ પાણીથી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ સાથે, જલ્દીથી વ્યવસાયમાં નુકસાન બંધ થશે અને નફો આવવાનું શરૂ થશે.
દેવું ચૂકવવું

દેવાની સમસ્યાથી બચવા માટે વરસાદી પાણી એકત્રિત કરો અને તેને ડોલમાં ભરો. દરરોજ આ પાણીમાં દૂધ મિક્સ કરીને સ્નાન કરો. સ્નાન કરતી વખતે ભગવાનને પ્રાર્થના કરો. એક મહિના સુધી આમ કરવાથી ધીરે ધીરે તમારા દેવા દૂર થશે.
વરસાદના પાણીમાં નાહવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે, તેવી જ રીતે આ પાણીનો ઉપયોગ અહીં જણાવેલી રીતે કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ પણ દૂર થશે.
0 Response to "ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી કરો આ કામ, તમારી અનેક સમસ્યા ચપટીમાં દૂર થશે."
ટિપ્પણી પોસ્ટ કરો