માતાના ફ્યુનરલનો અક્ષય કુમારનો ફોટો આવ્યો સામે, માયુસ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ તકલીફ

સમય પણ કેવી કેવી રમત કરે છે. ભૂતકાળમાં, જ્યાં એક માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો હતો તો હવે એક પુત્ર તેની માતાથી અલગ થઈ ગયો છે. અભિનેતા અક્ષય કુમારે તેની માતા અરુણા ભાટિયાને ગુમાવી દીધી છે, ત્યારબાદ અંતિમ સંસ્કાર સ્થળેથી તેની કેટલીક તસવીરો સામે આવી છે. નિરાશ અક્ષય કુમાર કારમાં બેઠેલો જોવા મળી રહ્યો છે અને તેની પત્ની તેની સાથે છે.

image soure

તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમાર બંનેની આંખો ભીંજાયેલી છે. અક્ષય કુમારના ચહેરા પર તેની માતા ગુમાવવાનું દર્દ સ્પષ્ટ જોઈ શકાય છે. સ્વાભાવિક છે કે આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે ખિલાડી કુમારને ઘણો સમય લાગશે અને આ એક નુકશાન છે જેની ભરપાઈ કોઈ પણ રીતે થઈ શકે તેમ નથી.

image source

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાની તબિયત થોડા સમયથી સારી નહોતી અને તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બોલીવુડ જગતના તમામ દિગ્ગજ કલાકારો અક્ષય કુમારની માતાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. ભૂમિ પેડનેકર, રિતેશ દેશમુખ, રોહિત શેટ્ટી અને સાજિદ ખાન જેવી હસ્તીઓ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

માતાના નિધન પર, અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર લખ્યું, “તે મારી કરોડરજ્જુ હતી અને આજે હું મારા અસ્તિત્વના મૂળમાં અસહ્ય પીડા અનુભવું છું.

મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે શાંતિપૂર્વક આ દુનિયા છોડીને બીજી દુનિયામાં મારા પિતાને ફરી મળી ગઈ છે.

હું તમારી પ્રાર્થનાનું સન્માન કરું છું કારણ કે હું અને મારો પરિવાર તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. શાંતિ. ‘

અક્ષય કુમારની માતાની તબિયત છેલ્લાં ઘણા સમયથી સારી નહોતી રહેતી. શુક્રવારે સાંજે અરૂણા ભાટિયાને મુંબઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેઓ આઈસીયુમાં દાખલ હતા અને તેમની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. માતાની તબિયત ખરાબ હોવાની જાણ થતા જ અક્ષય કુમાર લંડનથી તરત મુંબઈ આવી ગયા હતા. તેઓ લંડનમાં પોતાની ફિલ્મ સિંડ્રેલાનું શૂટિંગ કરી રહ્યા હતા.

અક્ષય કુમાર લંડનથી પરત આવ્યો તેના બીજા દિવસે ૭ સપ્ટેમ્બરે તેણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. તેણે હાલનો સમય મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું અને માતા જલદી સાજા થાય એ માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું.

0 Response to "માતાના ફ્યુનરલનો અક્ષય કુમારનો ફોટો આવ્યો સામે, માયુસ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ તકલીફ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel