Redmi બજારમાં લાવી શકે છે IP68 પ્રમાણન ધરાવતો આ જબરદસ્ત સ્માર્ટફોન
લીક થયેલા એક સમાચાર માં નવા સ્માર્ટફોન વિશે જાણવા મળ્યું છે. redmi ટૂંક સમયમાં જ એક એવો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જે IP68 પ્રમાણિત હશે. એટલે કે આ ફોન પાણી અને ધૂળમાં ખરાબ નહીં થાય. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ સ્માર્ટ ફોન નું નામ Redmi K40 Ultra હોઈ શકે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણી આ નવા સ્માર્ટફોન વિશેની વિગતો.
Xiaomi આ વર્ષના અંત સુધીમાં માર્કેટમાં અનેક સ્માર્ટફોન રજૂ કરવાની તૈયારીમાં છે. અને આ માટે તેનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે લીક થયેલા એક સમાચારમાં રેડમી ના એક નવા સ્માર્ટફોન વિશે જાણવા મળ્યું છે જેને કંપની ચીનમાં પ્રથમ વખત ip68 પ્રમાણિકતા સાથે લોન્ચ કરશે. ડિજિટલ ચેટ સ્ટેશન અનુસાર Xiaomi ધૂળ અને પાણી થી પ્રતિરોધક ip68 પ્રમાણન સાથે redmi બ્રાન્ડના સ્માર્ટફોન પર કામ કરી રહ્યું છે. ટિપ્સટર અનુસાર આ સ્માર્ટફોન ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર સાથે આવશે અને 120 વોલ્ટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. જો કે આ ip68 પ્રમાણન ધરાવતુ redmi નું પ્રથમ ડિવાઇસ નથી. કારણ કે આ પહેલા જાપાનમાં redmi note 10 je આ જ ક્વોલિટી સાથે લોન્ચ થઈ ચૂક્યો છે.
કેવા હશે ફીચર્સ ?
ફીચર્સ ની વાત કરીએ તો આ ડિવાઈસ એક હાઈ એન્ડન સ્માર્ટફોન હોઈ શકે છે. કદાચ redmi k40 ultra ના રૂપમાં સત્તાવાર હશે. જો કે આગામી Xiaomi 11t pro સમાન વિશેષતાઓ સાથે સેટ હોવાની સૂચના છે. એટલા માટે આ એક રેડમિ ફોન નું ઇન્ટરનેશનલ વેરિએન્ટ હોઈ શકે છે.
ઘણા સમયથી ચીનમાં લોન્ચ નથી થઇ Xiaomi ના Redmi બ્રાન્ડ
છેલ્લા ઘણા સમયથી Xiaomi ના redmi બ્રાન્ડએ ચીનમાં કોઈ એન્ટ્રી લેવલ કે બજેટ સ્માર્ટફોન લોન્ચ નથી કર્યો. આ બજારમાં બ્રાન્ડનો છેલ્લો અને કિફાયતી હેન્ડસેટ નવેમ્બર 2020 ના અંતમાં આવેલો redmi note 4g હતો. બીજી બાજુ આ જ બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં હજુ પણ પોતાના જૂના સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
શું હશે આ સ્માર્ટફોનની 5 ક્વોલિટી
- 1. આ ફોન ip68 પ્રમાણન સાથે જશે એટલે કે આ ફોન ધૂળ અને પાણીથી પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે.
- 2. આ સ્માર્ટફોન 120 વોલ્ટ ફાસ્ટ ચાર્જીંગને સપોર્ટ કરે છે.
- 3. આ ફોન ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ સાથે લોન્ચ થઈ શકે છે.
- 4. અહેવાલને સાચો માનવામાં આવે તો આ ફોનની કિંમત બહુ વધારે નહીં હોય.
- 5. આ ફોનમાં એ જ ફીચર્સ જોવા મળશે જે Xiaomi ના 11t.pro માં આપવામાં આવ્યા હતા. એટલે કે આ ફોન અધુનિકતાથી સજ્જ હશે.
0 Response to "Redmi બજારમાં લાવી શકે છે IP68 પ્રમાણન ધરાવતો આ જબરદસ્ત સ્માર્ટફોન"
ટિપ્પણી પોસ્ટ કરો