ગુજરાતના નવા મંત્રીઓ વિવિધ જિલ્લાની સોપાઈ જવાબદારી, જાણો તમારા જિલ્લામાં કોણ છે
ગુજરતમાં નવી કેબિનેટની રચના બાદ બધા મંત્રીઓને ચાર્જ સોપાય ગયો છે. સીએમ ભુપેન્દ્ર પટેલની નવી ટીમ નવા નવા નિર્ણયો લઈ રહી છે. તો બીજી તરફ આ નવનિયુક્ત મંત્રીઓને પ્રભારી તરીકેની જવાબદારી પણ સોંપવામાં આવી છે. તો ચાલો જાણીએ ક્યાં મંત્રીને ક્યાં જિલ્લાની જવાબદારી સોપવામાં આવી છે.

સો પ્રથમ વાત કરીએ રાજેન્દ્ર ત્રિવેદીની તો તેમને અમદાવાદ અને ખેડા જિલ્લા પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે જીતુ વાઘાણીને સુરત અને નવસારીના જિલા પ્રભારી બનાવાયા છે, આ ઉપરાંત ઋષિકેશ પટેલને જૂનાગઢ અને ગીર સોમનાથની જવાબદારી સોપાય છે, પૂર્ણેશ મોદીને રાજકોટ અને મોરબી જીલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ રાધવજી પટેલ ભાવનગર અને બોટાદની જવાબદારી સંભાળશે જ્યારે કનું દેસાઈને જામનગર-દ્વારકાના પ્રભારી બનાવવામાં આવ્યા છે અને કીરીટસિંહ રાણાને બનાસકાંઠા અને પાટણના જિલ્લાના પ્રભારી તરિકે નિયુક્ત કરાયા છે. તો બીજી તરફ રાજ્યના અન્ય ત્રણ મંત્રીઓ જેમાં નરેશ પટેલને વડોદરા અને છોટા ઉદેપુરની જવાબદારી મળી છે જ્યારે પ્રદીપ પરમારને સાબરકાંઠા-અરવલ્લીના પ્રભારી બનાવાયા છે આ ઉપરાંત અર્જૂનસિંહ ચૌહાણને મહેસાણા જીલ્લાના પ્રભારી બનાવાવમાં આવ્યા છે.

નોંધનિય છે કે ગઈકાલે ભાજપના ધારાસભ્યોના દળની બેઠક મળી હતી ત્યારે આ બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી હતી, નોંધનિય છે કે, ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 27 અને 28 સપ્ટેમ્બરે મળવાનું છે ત્યારે વિધાનસભાની કામગીરી શરૂ થાય તે પહેલા ભાજપના ધારાસભ્ય દળની આ બેઠક યોજાઈ જેમાં ઘમા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. નોંધનિય છે કે 2022 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે.

નોંધનિય છે કે, રાજ્ય વિધાનસભાનું બે દિવસીય ચોમાસું આજથી શરૂ થસે. આ સત્રમાં વિવિધ 4 કાયદા, સુધારા કાયદાઓ આવશે. બીજી બાજુ વિરોધ પક્ષ કોંગ્રેસે પણ ઉપાધ્યક્ષમાં ઉમેદવાર ઊભો રાખતા ચૂંટણી નિશ્ચિત થઈ ગઈ છે. આ ઉપરાંત કોંગ્રેસ કોવિડ સારવાર, મૃતકોને સહાય, વાવાઝોડા, અતિવૃષ્ટિ સહિતના મુદ્દે ગૃહમાં વિરોધ વ્યક્ત કરશે તે નક્કી. વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડૉ. નીમાબેન આચાર્યની પસંદગી નક્કી થઈ છે, નોંધનિય છે કે, જોગવાઈ પ્રમાણે ગૃહ શરૂ થાય એટલે સૌ પહેલા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂકશે અને પછી સર્વાનુમતે તેમની વરણી કરવામાં આવશે. આ પછી ગૃહની કાર્યવાહીની શરૂઆત કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રમાં ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, 2021 અને જીએસટી સુધારા વિધેયક-2021, ભારતનું ભાગીદારી (ગુજરાત સુધારા) વિધેયક, 2021 અને કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી વિધેયક એમ 4 વિધેયક લાવવામાં આવશે. આ 4 વિધેયકમાં સુરતમાં ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનો વિવાદ થયા પછી ગ્રાન્ટેડ કોલેજને ફરજિયાત જોડી ન શકાય તે સુધારો કર્યો તેનું બિલ પણ છે. આ પહેલાં ભાજપે ધારાસભ્યોની બોલાવેલી બેઠકમાં વિધેયક, ગૃહની કાર્યવાહી બાબતે ચર્ચા કરાઈ હતી.
0 Response to "ગુજરાતના નવા મંત્રીઓ વિવિધ જિલ્લાની સોપાઈ જવાબદારી, જાણો તમારા જિલ્લામાં કોણ છે"
ટિપ્પણી પોસ્ટ કરો