અનોખો છે આ સમોસા વાળાનો અંદાજ, વિડીયો જોઈને મન થશે કે તરત ખાઈ લઈએ એના ગરમ ગરમ સમોસા

સોશિયલ મીડિયા પર થોડા થોડા દિવસ જાત જાતના વિડીયો વાયરલ થતા રહે છે. અમુક વિડીયો જ્યાં ઇમોશનલ હોય છે જેને જોઈને આંખમાં આવી જાય છે તો બીજી બાજુ અમુક વિડીયો એટલા ફની હોય છે કે વિડીયો જોતા જ તમારું હસવાનું કન્ટ્રોલ જ નહીં કરી શકો. ઘણીવાર ઈન્ટરનેટ પર એવા પણ વિડીયો જોવા મળે છે જેને જોઈને તમે હેરાન થઈ જાવ છો. વાયરલ થઈ રહેલો આ વીડિયો પણ કંઈક એવો જ છે જેને જોયા પછી તમે બહુ મજા આવશે. તમે ઘણીવાર નાના નાના દુકાનદાર અને લારી વાળાને પોતાનો સમાન વેચવા માટે નવી નવી રીત અજમાવતા તો જોયા જ હશે એવું જ કંઈક આ સમોસા વેચવા વાળો કરી રહ્યો છે.

image source

દુકાનદાર એમનો સામાન વેચવા માટે ઘણીવાર અજબ ગજબ રીતો અપનાવે છે. આ રીત ઘણીવાર એટલી અનોખી હોય ચર કે ગ્રાહક એમને જોઈને સામાન ખરીદવા પર મજબુર થઈ જાય છે. એવો જ કંઈક અનોખો અંદાજ આ સમોસા વેચવાવાળાનો છે જેની પુકાર સાંભળીને કોઈપણ એમની તરફ ખેંચાઈ આવશે. આ વ્યક્તિ સમોસા વેચવા માટે સુર તાલ સાથે લોકોને અવાજ લગાવી રહ્યો છે.

image source

આ વ્યક્તિ સ્ફુટી પર ગલી ગલીમાં જઈને સમોસા વેચી રહ્યો છે. સાથે જ ગીત ગાતો ગાતો લોકોને બુમો પાડી રહ્યો છે કે સમોસા લે લો ગરમાં ગરમ સમોસે લે લો, આલુ વાલે સમોસે, મોટું પતલું કે સમોસે, પાલિવાલ ભૈયા લેકર આયા સમોસે. આ વ્યક્તિના સમોસા વેચવાનો અંદાજ એટલો નિરાળો છે કે ગ્રાહક એમની તરફ ખેંચાઈ આવે છે.

સોશિયલ મીડિયા પર આ સમોસા વેચનારનો અંદાજ ધૂમ મચાવી રહ્યો છે. લોકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો ન ફક્ત એને શેર કરી રહ્યા છે પણ એના પર જાત જાતની કમેન્ટ અને રિએક્શન પણ આપી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જે રીતે આ વ્યક્તિ સમોસા વેચી રહ્યો છે કોઈપણ એની તરફ ખેંચાઈ આવશે અને એના સમોસા એકવાર જરૂર ટ્રાય કરવા માંગશે. જો કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે એ વિશે કોઈ અંદાજો નથી.

0 Response to "અનોખો છે આ સમોસા વાળાનો અંદાજ, વિડીયો જોઈને મન થશે કે તરત ખાઈ લઈએ એના ગરમ ગરમ સમોસા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel