Tata ની આ નવી અપડેટેડ Tigor EV થઈ રહી છે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે
નવી ટાટા ટીગોર EV સત્તાવાર રીતે 31 ઓગસ્ટના રોજ ભારતમાં લોન્ચ થઈ જશે અને તેમાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહન મુવમેન્ટને લોકો સુધી લઈ જવાની ક્ષમતા છે. નેકસોન EV નીચે રહેતી આ ગાડીની કિંમત થોડી વધારે હોઈ શકે છે કારણ કે આ સેગમેન્ટમાં અન્ય કોઈ ગાડી નથી. ગાડી એ લોકો માટે ઘણી ઉપયોગી બનશે જેઓ બેટરી વાળી પેસેન્જર ગાડીની માંગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે ટીગોર EV છેલ્લા અમુક સમયમાં માર્કેટમાં ઉપલબ્ધ હતી પરંતુ તેનો ઉપયોગ ફ્લિટસમાં કરવામાં આવે છે. પણ હવે નવી ટીગોર EV માં નેકસોનની આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારે આ ગાડી એક ખાસ ગાડી છે. આ ગાડીના ટોપ 5 ફીચર્સ વિશે જાણીએ.
ડિઝાઇન

ઇલેક્ટ્રિક સબ કોમ્પેક્ટ સિડાનની ડિઝાઇન અપડેટેડ ટિયાગો અને અલ્ટ્રોઝને અનુરૂપ નવું રૂપ આપવામાં આવ્યું છે. કારમાં સ્લીક પ્રોજેક્ટર હેડ લેમ્પસ સાથે એક નવી ડિઝાઇનનું ફ્રન્ટ Fascia છે. ફ્રન્ટ ગ્રીલ અને ફ્રન્ટ બમ્પરને પણ અપડેટ કરવામાં આવેલ છે. એલોય વહીલના પૈડા વાદળી રંગના આવે છે જે સબ કોમ્પેક્ટ સેડાનને ઝીરો એમિશન કેરેકટરને દર્શાવે છે.
કેબીન અને ફીચર્સ

અપડેટેડ ટીગોર EV ની કેબીનને આઉટગોઇંગ મોડલની સરખામણીમાં અપડેટેડ ડિઝાઇન મળી છે. તેમાં નેકસોન EV ની જેમ ન ડેશબોર્ડ અને સીટ ઓર વાદળી રંગના એકસેન્ટ આપવામાં આવ્યા છે. હારમન ઓડિયો સિસ્ટમથી જોડાયેલ 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. તેમાં 30 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ પણ મળે છે. અન્ય ફીચર્સમાં ઇલેક્ટ્રિકલી એડજેસ્ટેબલ ORVMs, સાયલન્ટ કેબીન, ઓટોમેટિક ક્લાઈમેટ કન્ટ્રોલ વગેરે પુશ સ્ટાર્ટ બટન શામેલ છે.
કિંમત

Tata motors એ અપડેટેડ ટીગોર EV ની બુકીંગ 21000 રૂપિયાની રકમથી શરૂ કરી છે. અપડેટેડ ઇલેક્ટ્રિક સપોર્ટબેકની કિંમત પ્રતિસ્પર્ધી હોવાની આશા છે જ્યારે ઓટોમેકર 31 ઓગસ્ટના તેની કિંમતની જાહેરાત કરશે.
પાવરટ્રેન

નવી ટીગોર EV ને ઓટોમોબાઇલ બ્રાન્ડની Ziptron ટેક્નિક મળે છે. જેના વિશે એવો દાવો કરવામાં આવે છે કે તે હાલની ટીગોર EV માં ઇલેક્ટ્રિક મોટર સાથે IP67 રેટેડ 26 kWh લીથીયમ આયન બેટરી પેક મળે છે. ઇલેક્ટ્રિક પાવરટ્રેન 73.75 hp નો પાવર અને 170 Nm નો ટોર્ક જનરેટ કરે છે. નવી ટીગોર EV 5.7 સેકન્ડમાં 0 થી 60 કિમિ પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. કાર નિર્માતાનો એવો દાવો પણ છે કે નવું બેટરી પેક ટેલર મેડ થર્મલ મેનેજમેન્ટ સાથે આવે છે.
ચાર્જીંગ અને સેફટી ફીચર્સ

ટાટા મોટર્સનો એવો દાવો છે કે બેટરીને ફાસ્ટ ચાર્જર અને 15 A હોમ સોકેટનો ઉપયોગ કરીને ચાર્જ કરી શકાય છે. ફાસ્ટ ચાર્જરથી બેટરી એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. બેટરીને ઘરે 80 ટકા સુધી ચાર્જ કરવામાં 8 કલાકનો જેટલો સમય લાગે છે. નવી ટીગોર EV અંગે એવો પણ દાવો કરવામાં આવે છે કે આ ગાડી ઘણા સેફટી ફીચર્સથી સજ્જ છે. તેમાં ડ્યુઅલ એરબેગ, EBD સાથે ABS, કોર્નર સ્ટેબિલિટી કન્ટ્રોલ, હિલ એસેન્ટ કન્ટ્રોલઝ હિલ ડિસેન્ટ કન્ટ્રોલ શામેલ છે. એ સિવાય કાર એક હાઈ સ્ટ્રેનથ સ્ટ્રક્ચરથી સજ્જ છે.
0 Response to "Tata ની આ નવી અપડેટેડ Tigor EV થઈ રહી છે લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો