પેટ્રોલ / ડીઝલના વધતા ભાવથી પરેશાન છો ? તો આ રીતે કરાવો તમારી કારને ઇલેક્ટ્રીક કારમાં કન્વર્ટ
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી પરેશાન લોકોએ ઈલેક્ટ્રીક બેટરીથી ચાલતા વાહનો ખરીદવાનું શરૂ કરી દીધું છે. દેશમાં દર મહિને ઇલેક્ટ્રીક વાહનના વેંચાણના આંકડા વધી રહ્યા છે. વર્ષ 2025 સુધીમાં ટાટાના કુલ વાહન વેંચાણમાં 25 ટકા.ઇલેક્ટ્રીક વાહનો હશે. જો કે સામાન્ય માણસ માટે હજુ પણ ઇલેક્ટ્રીક કાર લેવી એ મોંઘું પડે છે. દેશમાં સૌથી વધુ વેંચાતી ટાટા નેકસન ev ની એક્સ શોરૂમ કિંમત 14 લાખથી શરૂ થાય છે.
પેટ્રોલ અને ડીઝલ કારોને કરાવી શકાય છે કન્વર્ટ

ઇલેક્ટ્રિક કાર મોંઘી તો છે પણ તેનાથી બચવાનો પણ એક ઉપાય પણ છે. તમે તમારી પેટ્રોલ ડીઝલથી ચાલતી કાર ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરાવી શકો છો. આ કામને સામાન્ય રીતે તો ઇલેક્ટ્રિકલ કાર ના સ્પેરપાર્ટ બનાવનારી અનેક કંપનીઓ કરે છે. અને તૈયાર કરેલી કારોમાં પુરી વોરંટી પણ આપે છે. ત્યારે આજના આ આર્ટિકલમાં આપણે જાણીશું કે આ કામ માં કેટલો ખર્ચ આવે છે ? અને કાર કેટલી રેન્જ આપે છે ? અને પેટ્રોલની સરખામણીએ તેમાં રોજ નો ખર્ચ કેટલો આવે છે ? અને કેટલા સમયમાં ખર્ચો વસૂલ થઈ જાય છે ?
કઈ રીતે થાય છે કન્વર્ટ ?

આ પ્રકારનું કામ કરનારી મોટાભાગની કંપનીઓ હૈદરાબાદ શહેર માં છે. આ કંપનીઓમાં ઇટ્રાયો અને નોર્થવેએમએસ મુખ્ય કંપનીઓ છે. આ બંને કંપનીઓ કોઈપણ પેટ્રોલ કે ડીઝલ દ્વારા ચાલતી કાર ને ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરી આપે છે. તમે વેગન આર, અલ્ટો, ડિઝાયર, i10, spark કે અન્ય કોઈપણ ડીઝલ તેમજ પેટ્રોલ કાર ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરાવી શકો છો. કાર મા ઉપયોગ કરવામાં આવતી ઈલેક્ટ્રીક કીટ લગભગ એક સમાન જ હોય છે. જો કે રેન્જ અને પાવર વધારવા માટે તેની બેટરી અને મોટર માં ફેરફાર થઈ શકે છે. ઉપરોક્ત કંપનીઓની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને તમે તેનો સંપર્ક કરી શકો છો. આ કંપની ઇલેક્ટ્રિક કાર પણ વેચે છે.
કન્વર્ટ કરાવવામાં કેટલો ખર્ચ આવે ?

અસલમાં કોઈ પણ કાર ને ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરાવવા માટે મોટર, કન્ટ્રોલર, રોલર અને બેટરી નો ઉપયોગ કરવામાં આવે છે. convert કરાવવાનો ખર્ચ એ વાત પર આધાર રાખે છે કે તમે કેટલા કિલો વોટ ની બેટરી અને કેટલા કિલો વોટ ની મોટર કારમાં લગાવવા ઈચ્છો છો. કારણ કે આ બંને સ્પેરપાર્ટ કારના પાવર અને રેન્જ સાથે જોડાયેલા છે. દાખલા તરીકે 20 કિલો વોટની ઇલેક્ટ્રિક મોટર અને 12 કિલો વોટ ની lithium ion બેટરી લનો ખર્ચ લગભગ 4 લાખ રૂપિયા થાય છે. અને જો 2ઉં કિલો વોટની બેટરી હશે તો એ મુજબ નો ખર્ચ પાંચ લાખ રૂપિયા જેટલો થાય છે.
કેવી રહેશે માઇલેજ ?

કારની રેન્જની વાત કરીએ તો તે એના પર આધાર રાખે છે કે તેમાં કેટલા કિલોમીટર બેટરી રાખવામાં આવે. દાખલા તરીકે કારમાં 12 કિલો વોટની લીથીયમ આયન બેટરી લગાવવામાં આવે તો તે ફૂલ ચાર્જ માં 70 કિલોમીટર સુધી ચાલશે. જ્યારે 22 કિલોમીટર lithium-ion બેટરી લગાવવામાં આવે તો આ રેન્જ વધીને 150 કિલોમીટર સુધી થશે. જો કે રેન્જ ઓછી અથવા વધસ્ટ થવામાં મોટરનો રોલ પણ મહત્વનો હોય છે. જો મોટર વધુ પાવરફુલ હોય તો કારની રેન્જ ઓછી થઈ જાય છે.
ફ્યુલ કારને ઇલેક્ટ્રીક કારમાં કઈ રીતે બદલી શકાય ?

ત્યારે ઉપરોક્ત કંપનીઓ પેટ્રોલ કે ડિઝલથી ચાલતી અન્ય કારને ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરે છે. ત્યારે જૂના બધા મિકેનિકલ સ્પેરપાર્ટને બદલી નાખવામાં આવે છે. એટલે કે કારનું એન્જિન, fuel tank, એન્જીન સુધી પાવર પહોંચાડતી કેબલ, અને બીજા અન્ય પાર્ટ્સને ઇલેક્ટ્રીક પાર્ટ જેમ કે મોટર, કન્ટ્રોલર રોલર,બેટરી અને ચાર્જરમાં બદલવામાં આવે છે. આ કામમાં ઓછામાં ઓછો સાત દિવસનો સમય લાગે છે. બધા સ્પેરપાર્ટ કારની નીચે બોનેટ માં જ ફીટ કરવામાં આવે છે. કારનું boot space પૂર્ણ રીતે ખાલી રહે છે. આ જ રીતે ફ્યુલ ટેક ને હટાવીને તેની કેપ પર ચાર્જિંગ પોઇન્ટ લગાવવામાં આવે છે. કારના મોડલમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવતો.
પેટ્રોલની સરખામણીએ ઇલેક્ટ્રીક કારમાં શું બચત થાય છે ?

ઇલેક્ટ્રિક કાર 74 પૈસા પ્રતિ કિલોમીટરના હિસાબે ચાલે છે. પેટ્રોલ અને ડીઝલ કાર ઈલેક્ટ્રીક કારમાં કન્વર્ટ કરનારી કંપની પાંચ વર્ષની વોરંટી પણ આપે છે. એટલે કે તમારે કારમાં ઉપયોગ કરનારી કીટ પર કોઈ એકસ્ટ્રા ચાર્જ ચુકવવાનો નથી રહેતો. જ્યારે બેટરી પર કંપની પાંચ વર્ષની વોરંટી આપે છે. એટલે તમારે છેક પાંચ વર્ષ પછી બેટરી બદલાવી પડશે. જ્યારે પેટ્રોલ કે ડીઝલ કાર માં તમારે વર્ષે એકાદ વખત સર્વિસ નો ચાર્જ પણ ખર્ચ કરવો પડે છે. આ તમને કીટ અને બધા પાર્ટ્સ નું warranty certificate પણ આપે છે. જેને સરકાર તેમજ RTOની મંજૂરી પણ હોય છે.
0 Response to "પેટ્રોલ / ડીઝલના વધતા ભાવથી પરેશાન છો ? તો આ રીતે કરાવો તમારી કારને ઇલેક્ટ્રીક કારમાં કન્વર્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો