રાજ્ય સરકારના કર્મચારીઓને મળશે બોનસનો લાભ

દિવાળીના તહેવારની હવે ગણતરીના જ દિવસોની વાર છે ત્યારે ગુજરાત સરકારે કર્મચારીઓને દિવાળીની મોટી ભેટ આપી દીધી છે. મંગળવારે ગુજરાત સરકાર નાણા વિભાગ દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી હતી જે અનુસાર રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીઓને દિવાળીની ગિફ્ટ તરીકે બોનસ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

image source

રાજ્ય સરકારે કરેલી જાહેરાત અનુસાર વર્ગ-4ના કર્મચારીઓને 3500 રૂપિયા બોનસ ચુકવવામાં આવશે રાજ્ય સરકારના નાણા વિભાગ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતથી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાળીનો તહેવાર હવે ગણતરીના જ દિવસોમાં આવનાર છે ત્યારે સરકાર દ્વારા બોનસ આપવાની જાહેરાત થી કર્મચારીઓ અને તેમના પરિજનો ઉત્સાહમાં આવી ગયા છે.

image source

નાણા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ઠરાવ અનુસાર રાજ્ય સરકાર દ્વારા પાંચમા, છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં વર્ગ-4ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતાં કર્મચારીઓને વર્ષ-2020 અને વર્ષ 2021 ના હિસાબી વર્ષ માટે 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ આપવામાં આવશે.

image source

ઠરાવમાં જણાવ્યા અનુસાર એડહોક બોનસ ની રકમની મહતમ મર્યાદા રૂપિયા 3500 રૂપિયા હશે. આ બોનસનો લાભ ફક્ત વર્ગ-4ના કર્મચારીઓને મળવા પાત્ર ગણાશે. વર્ષ 2020-21 માં સતત છ મહિના ઓછામાં ઓછી નોકરી જેને કરી હશે તે અને 31 માર્ચ 2020 ના રોજ નોકરી ચાલુ હોય તેવા કર્મચારીઓને આ બોનસનો લાભ મળશે.

0 Response to "રાજ્ય સરકારના કર્મચારીઓને મળશે બોનસનો લાભ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel