અન્ય સિવાય અન્ય ત્રણ સ્ટાર કિડ્સ પણ કરતા હતા ડ્રગ્સ અંગે ચર્ચા

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ્યારે એક ક્રુઝ પર ચાલતી પાર્ટીમાં એનસીબી દ્વારા દરોડા કરવામાં આવ્યા ત્યાર બાદથી જે ખડખડાટ બોલિવૂડમાં મચી રહ્યો છે તે હજુ પણ યથાવત છે. આક્રોશ પાર્ટીમાં એનસીપીના અધિકારીઓએ દરોડા ડ્રગ્સના સેવનને લઈને પાડયા હતા. જેમાં પાર્ટીમાંથી શાહરુખ ખાન ના દિકરા આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી આર્યન ખાન જેલના સળિયા પાછળ છે અને તેને જામીન મળી શકી નથી.

image source

આ કેસમાં આર્યન ખાન ની પૂછપરછ અને તેના ફોનની તપાસ જ્યારે એનસીબીએ શરૂ કરી ત્યારે બોલિવૂડના અન્ય સ્ટાર કિડ્સ પર પણ શંકાના દાયરામાં આવી ગયા. જેમાં સૌથી પહેલા નામ આવ્યું અનન્યા પાંડેનું. એનસીબીને આર્યન ખાનના ફોન માંથી કેટલીક whatsapp ચેટ મળી આવી હતી જેમાં માદક દ્રવ્યોને લઈને આર્યન ખાને ચર્ચા કરી હતી. જાણવા મળતી માહિતી અનુસાર આ ચેટ અનન્યા પાંડે અને આર્યન ખાન વચ્ચે થઈ હતી.

image source

આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે ડ્રગ્સને લઈને ચેટ થઈ હતી તેમાં પણ રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. આ પ્રકરણમાં અગાઉ એસીબીની ટીમ ચંકી પાંડે ના ઘરે દરોડા પણ કરી ચૂકી છે. ત્યારબાદ સતત ત્રણ દિવસ સુધી અનન્યા પાંડે ની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તેવામાં હવે સામે આવ્યું છે કે આર્યન અને અનન્યા વચ્ચેની એક whatsapp ચેટના સ્ક્રીનશોટ સામે આવ્યા છે. જેમાં આર્યન તરફથી લખવામાં આવ્યું છે ‘કોકેન ટુમોરો’.. જ્યારે અન્ય એક ચેટમાં આર્યન એનસીબીના નામે તેના મિત્રોને ધમકાવતો પણ જોવા મળે છે.

image source

અન્ય એક whatsapp ચેટ અનુસાર આર્યન ખાન અચિત કુમાર નામના વ્યક્તિ પાસેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ખરીદવાની ચર્ચા કરે છે. આર્યને અચિત પાસેથી 80 હજાર રૂપિયાનું મંગાવ્યું હતું.

આ સિવાય આર્યન ખાન અને અનન્યા વચ્ચે જુલાઇ 2019 ની whatsapp ચેટ પણ ચર્ચામાં છે. જેમાં આર્યન અને અનન્યા વિડ વિશે વાત કરે છે અને અનન્યા કહે છે કે વીડ ની ઘણી માંગ છે તો તેના જવાબમાં આર્યને કહ્યું હતું કે તે અનન્યા પાસેથી કોઈને ખબર ન પડે તે રીતે વિડ લઈ જશે.

image source

હાલ તો આ મામલે ફક્ત અનન્યા પાંડે નું નામ સામે આવ્યું છે. જોકે અંદરખાને ચર્ચા એવી પણ છે કે એનસીબી પાસે આર્યન ખાનની તમામ whatsapp ચેટ નો ડેટા છે જેમાં અનન્યા પાંડે સિવાય અન્ય ત્રણ સેલિબ્રિટી કીડ્સ પણ છે જેઓ આર્યન સાથે ડ્રગ્સ વિશે વાતચીત કરતા હતા.

0 Response to "અન્ય સિવાય અન્ય ત્રણ સ્ટાર કિડ્સ પણ કરતા હતા ડ્રગ્સ અંગે ચર્ચા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel