અમદાવાદની વિચિત્ર ઘટના, એક કુતરાએ બીજાને બચકું ભર્યું અને ઝઘડી પડ્યા અંકલ અને આંટી

આજકાલ મોટાભાગના લોકો પોતાના ઘરે પેટ રાખતા થયા છે. મોટાભાગના લોકો ઘરે કુતરા રાખતા થયા છે અને તેમને પણ ઘરના સભ્યની જેમ જ વહાલ સાથે ઉછેરતા હોય છે. જેમના ઘેર પેટ હોય તેઓ જાણતા જ હશે કે તેમને સવાર અને સાંજે ફરવા લઈ જવા પડે છે. આ સમયે પેટના માલિકે ખૂબ ધ્યાન પણ રાખવું પડતું હોય છે. કારણ કે પાળતુ કુતરા બહાર નીકળે તો ગલીના કુતરા સાથે તેમની દુશ્મની દેખાઈ આવે છે. ઘણીવાર તમે આવા દ્રશ્યો રોડ પર જોયા પણ હશે કે કુતરાના માલિક તેને લઈ ફરવા નીકળ્યા હોય અને તે બીજા કુતરાને જોઈ ભસવા લાગતા હોય છે. પરંતુ તમે એવું ક્યારેય જોયું નહીં હોય કે કુતરાના ઝઘડામાં બે માણસો બાજી પડતા હોય.

image source

આવું બન્યું હતું અમદાવાદ શહેરમાં જ્યારે હેબતપુર રોડ પર રાત્રે એક કાકા અને એક કાકી પોત પોતાના પાલતુ પ્રાણીને લઈને લટાર મારવા નીકળ્યા હતા. આ બંને કુતરા એકબીજાની સામે આવતા પહેલા તો તેમણે એકબીજા પર ભસી લીધું પરંતુ થોડીવારમાં બંનેના માલિકોએ તેમને અલગ અલગ લઈ ગયા. જો કે વાત એટલે થી અટકી નહીં અને એક કુતરાએ બીજાને બચકું ભરી લીધું. આ જોઈને તેના માલિક પણ ખિજાયા અને ખીજ ઉતરી બીજા કુતરાના માલિક પર…

image source

પછી શું રસ્તા વચ્ચે બે કુતરાએ શરુ કરેલા ઝઘડામાં તેના માલિકો બાજી પડ્યા. રસ્તા વચ્ચે અંકલ અને આંટી કુતરા માટે બાખડી પડ્યા. બંને એકબીજાને રોડ વચ્ચે કલાક સુધી અંગ્રેજીમાં ગાળો ભાંડતા પણ જોવા મળ્યા હતા. ઝઘડો વિકરતા આંટીએ તેમના સગાને જાણ કરી અને વાત પહોંચી પોલીસ સુધી. વાત એટલી વિફરી કે સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈએ ફોન પર સમાધાન કરાવવાનું કામ કરવું પડ્યું.

image source

જાણવા મળતી માહિતી અનુસાર એક કૂતરા એ બીજા કૂતરાને બચકું ભરી લેતા રોજ વચ્ચે અંકલ અને આંટી વચ્ચે પણ જોરદાર ઝઘડો થયો. કુતરાએ બચકું ભર્યાના મુદ્દે ઝઘડતા અને એકબીજાને અંગ્રેજીમાં ગાળો ભાંડતા કાકા-કાકીને ઝઘડો કરતા જોઈ લોકોનું ટોળું રસ્તા વચ્ચે એકત્ર થઈ ગયું અને વાત પહોંચી સોલા પીઆઈ જાડેજા સુધી. તેમના પર આ મુદ્દે ફોન પર ફોન આવવા લાગ્યા. જો કે અંકલ કે આંટી પોલીસ સ્ટેશન આવ્યા ન હતા પરંતુ પીઆઈ જાડેજાને ફોન પર બંનેની ફરિયાદો સાંભળી અને મામલો થાળે પાડવા માટે તેમને સમજાવ્યા. જો કે રાતના સમયે અંદાજે દોઢ કલાક સુધી રસ્તા વચ્ચે જોરદાર ઝઘડો જોવા મળ્યો હતો.

0 Response to "અમદાવાદની વિચિત્ર ઘટના, એક કુતરાએ બીજાને બચકું ભર્યું અને ઝઘડી પડ્યા અંકલ અને આંટી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel