આ કારણને લીધે અમિતાભ રેખાથી દુર ચાલ્યા ગયા, એકવાર વાંચો આ લેખ અને જાણો તમે પણ…

બોલિવૂડના મહાનાયક અને કરોડો ચાહકો ના માનીતા એવા અમિતાભ બચ્ચન નો આજે ઓગણએંસી મો જન્મદિવસ હોવાની સાથે જ ચાહક વર્તુળમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાહકો વોટ્સએપ સ્ટેટસ અને મેસેજમાં અમિતાભ બચ્ચન ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનાં લગ્નને અડતાલીસ વર્ષ થઇ ગયા છે.

image soucre

જો આપણે બીગ બી ની વાત કરીએ તો અભિનેત્રી રેખા આપણ ને આપમેળે યાદ આવી જાય છે. આ બંન્ને વચ્ચે ફસાયેલ જયા બચ્ચન ને પોતાના પતિ ને મેળવવામાં ખુબ મહેનત કરવી પડી હતી. તો આવો આજે અમે તમને જણાવીએ એક એવો કિસ્સો જેના કારણે અમિતાભ રેખાથી હંમેશા માટે દૂર ચાલ્યા ગયા.

image soucre

આ કિસ્સો વર્ષ 1977 નો છે, જ્યારે અભિનેત્રી રેખા માંગમાં સિંદૂર ભરીને મા બનવાની ખબરો આપીને અમિતાભ સાથે સંબંધ જગજાહેર કરી રહી હતી. ત્યાં જ બીજી બાજૂ જયા શાંતિ થી પોતાના પરિવાર ને વિખેરાવાથી બચાવાનાં સંપૂર્ણ પ્રયાસ કરી રહી હતી.

ત્યારે એક દિવસ ફિલ્મનાં શૂટિંગ માટે બીગ બી મુંબઇ થી બહાર હતા ત્યારે જયાએ રેખાને ફોન કર્યો. જો કે રેખાને ત્યારે એવુ લાગ્યુ હતુ કે, જયા તેને ગાળો ભાંડશે પરંતુ આવુ કંઇ જ ન બન્યુ. જયાએ રેખાને પોતાના ઘરે ડિનર માટે બોલાવી અને રેખાએ થોડા ડર સાથે આમંત્રણ સ્વીકારી લીધુ અને રાતના સમયે તેઓ ડિનર માટે ભેગા થયા.

image soucre

રાત્રી નાં સમયે બંન્નેએ ડિનર કર્યા બાદ ખુબ વાતો કરી જેમા બંન્નેએ અમિતાભ નું નામ પણ ન્હોતુ લીધુ. આ મુલાકાતમાં જયા એ રેખા ને પોતાના ઘરનું ઇન્ટીરિયર અને ગાર્ડન બતાવ્યુ. જયાએ રેખા નો ખુબ સત્કાર કર્યો. બાદમાં જ્યારે રેખા ઘરે પરત જવા નિકળી ત્યારે જયાએ તેને એક એવી વાત સંભળાવી જેને સાંભળી ને રેખાનાં પગ નીચેથી જમીન સરકી ગઇ. જયાએ રેખાને કહ્યુ, ‘જે થવુ હોય તે થાય પરંતુ હું અમિતાભ ને ક્યારેય મારાથી અલગ નહી કરૂ’.

image soucre

જોકે આ ડિનર બાદ મીડિયામાં ખુબ ચર્ચાઓ થઇ હતી પરંતુ જયા કે રેખાએ મીડિયામાં આ અંગે કોઇ નિવેદન આપ્યુ ન હતુ. અમિતાભ પણ આ ડિનર પછી સમજી ગયા કે, જયા ને બધી ખબર પડી ગઇ છે, માટે તેમણે પણ રેખાથી દૂરી બનાવી લીધી. જો કે જાણકાર તો એવુ પણ કહે છે કે, જયાએ આ ડિનર નું આયોજન ન કર્યુ હોત તો કદાચ આજે રેખા અમિતાભનાં જીવનમાં બીજી સ્ત્રી બનવામાં સફળ બની ગઇ હોત.

0 Response to "આ કારણને લીધે અમિતાભ રેખાથી દુર ચાલ્યા ગયા, એકવાર વાંચો આ લેખ અને જાણો તમે પણ…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel