કસૂરી મેથીનું સેવન આ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, વાંચો આ લેખ અને મેળવો માહિતી…
કસુરી મેથી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે, તેમજ ખોરાક નો સ્વાદ વધારે છે. કસુરી મેથી નું સેવન કરવાથી તમને અનેક પ્રકારના રોગોથી બચાવી શકાય છે. આયુર્વેદમાં કસુરી મેથીના ઘણા ફાયદાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયુર્વેદ ના નોંધેલા ડોક્ટર અબરાર મુલતાનીના જણાવ્યા અનુસાર કસુરી મેથીનું નિયમિત સેવન તમને અનેક રોગોથી બચાવે છે. તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
કસુરી મેથી શું છે ?

દેશના મશુર આયુર્વેદના ડોક્ટર અબરાર મુલતાની જણાવે છે કે મેથીના પાન ને સૂકવીને કસૂરી મેથી બનાવવામાં આવે છે. મેથી નો છોડ ફેબાસી પરિવારનો છે. તેના પાન અને બીજ નો ઉપયોગ ગરમ મસાલા તરીકે થાય છે. સ્વાદની સાથે સાથે તેમાં અનેક ઔષધીય ગુણો પણ છે. તેમાં જોવા મળતા ઔષધીય ગુણ પાચન ની સમસ્યાઓને મટાડી શકે છે અને ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે.
ફાયદા :
ચેપને અટકાવે છે :
કસુરી મેથીમાં વિટામિન સી અને આયર્ન હોય છે, જે ત્વચાને ચેપથી બચાવે છે. તે ખીલની સમસ્યાઓ પેદા કરતા બેક્ટેરિયા નો પણ નાશ કરે છે.
એનિમિયામાં ફાયદાકારક :

સ્ત્રીઓમાં ઘણીવાર એનિમિયા જોવા મળે છે. કસુરી મેથી ને તમારા ખોરાકનો એક ભાગ બનાવો. મેથી ની લીલોતરી ખાવાથી એનિમિયામાં લાભ થાય છે.
સ્તનપાન કરાવતી માતાઓ માટે ફાયદાકારક :

કસુરી મેથી સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. કસુરી મેથીમાં જોવા મળતું એક પ્રકારનું સંયોજન સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે માતાના દૂધ ને વધારવામાં મદદ કરે છે.
પેટની ઇન્ફિનિટિસ અટકાવે છે :

પેટ ની બિમારીઓથી બચવું હોય તો કસુરી મેથી ને ભોજન નો એક ભાગ બનાવો. કસુરી મેથી હૃદય, ગેસ્ટ્રિક અને આંતરડા ની સમસ્યાઓને પણ મટાડે છે.
વાળના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :

વાળ ની ઘણી સમસ્યાઓ દૂર કરવા માટે કસુરી મેથી નો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમાં જોવા મળતા પ્રોટીન, લેક્ટિન્સ અને નિકોટિન જેવા પોષક તત્વો વાળના વિકાસ તેમજ વાળ મજબૂત કરવામાં અસરકારક બની શકે છે. આ ઉપરાંત વાળના મૂળિયા મજબૂત કરવા અને વાળ ને ઘટ્ટ કરવામાં પણ ફાયદો થાય છે.
વજન નિયંત્રણમાં રાખે છે :

જો તમે પણ વધતા વજનથી પરેશાન છો તો તમારા માટે મેથી ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે તમારા રોજિંદા ખોરાકમાં કસ્તુરી મેથીનો ઉપયોગ કરો. તેને બ્રેકફાસ્ટમાં સામેલ કરો. કસ્તુરી મેથી નું ખાલી પેટ સેવન કરવું વધારે યોગ્ય રહેશે.
બ્લડ શુગર લેવલ નિયંત્રિત રહે છે :

કસ્તુરી મેથી ખાવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. એવામાં જે લોકો ડાયાબિટીસ થી લડી રહ્યા છે, તેમણે તો કસ્તુરી મેથી નું સેવન કરવું જ જોઇએ. તેમાં રહેલ હાઇપોગ્લાઇસેમિક ગુણ બ્લડમાં શુગર ના પ્રમાણને ઘટાડવામાં મદદ કરી શકે છે. તેના માટે રાત્રે દસ ગ્રામ મેથીને ચાલીસ મિલી પાણીમાં નાંખીને રહેવા દો. તેને સવારે ખાલી પેટ પી લો. આ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
0 Response to "કસૂરી મેથીનું સેવન આ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, વાંચો આ લેખ અને મેળવો માહિતી…"
ટિપ્પણી પોસ્ટ કરો