દિવ્ય ભાસ્કર તમને બતાવશે બેંકના ચેસ્ટ રૂમમાં રાખેલી ચલણી નોટો
દિવાળી એટલે એક કડકડતી નવી ચલણી નોટો સાથે નવું વર્ષ શરૂ કરવાનો તહેવાર, તેથી દિવાળી પહેલાં જ બેન્કોમાથી રોકડ રકમ ઉપાડવાનું લોકો શરૂ કરી દે છે. બેન્કો પણ દિવાળી પહેલા રોકડ ટ્રાન્ઝેક્શનોને ધ્યાનમા રાખીને પૂરી તૈયારીઓ કરી લે છે. આ રોકડ રકમ ચેસ્ટ રૂમમાં સ્ટોર કરાય છે. શહેરની એક બેન્કના ચેસ્ટ રૂમમા વર્ષે રૂ.773 કરોડથી વધારે રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખાલી દિવાળીના તહેવારમાં જ નવી ચલણી નોટોની ડિમાન્ડ વધારે રહે છે અને આ દિવસોમાં રૂ.70થી 80 કરોડનું વિતરણ બેન્ક કરવામાં આવે છે.
બેન્કના આ રૂમની સિક્યોરિટી પણ ખૂબ જ કડક રાખવામાં આવેલ હોય છે. શહેરની એક બેન્કે આ રૂમની આ માહિતી આપતા કહે છે કે આ રૂમમાંથી બ્રાન્ચમા ચલણી નોટોને એક લોખંડની બેગમાં ગણીને બ્રાન્ચ સુધી કડક સિક્યોરિટી ગાર્ડ સાથે મોકલવામા આવતી હોય છે. દરેક બેન્કની જેટલી પણ બ્રાન્ચ હોય એ બધી અને બેન્કના એટીએમની સંખ્યા પ્રમાણે રોકડ રકમ મોકલવામાં આવે છે.
ચાવી લગાડ્યા પછી નક્કી કરેલા સમય પછી જ દરવાજો ખૂલે છે :
આ રૂમ બેન્કના ભોંયરામા આવેલો હોય છે. તેમા લોખંડની તિજોરી દીવાલમા ચણેલી હોય છે, તેનો દરવાજો જ ખાલી બહાર હોય છે. આ રૂમમાં નક્કી કરેલા બે કે ત્રણ કર્મચારી જ પ્રવેશ કરે છે. તેમની પાસે જુદી જુદી ચાવી હોય છે. આ ચાવીઓ સાથે લગાવ્યા પછી જ નક્કી કરેલા સમય બાદ તાળું ખૂલે છે. તાળું ખૂલે તે પછી મોટો અવાજ આવે છે. બેન્કની સિક્યોરિટી સિસ્ટમ આરબીઆઈની ગાઇડલાઇન પ્રમાણે હોય છે.
આમાં કામ કરતા કર્મચારીઓ મશીનની ઝડપે નોટ ગણી શકે છે :
આ રૂમ જે કર્મચારીઑ સાંભળે છે તેમની બદલી ખૂબ ઓછી થાય છે. શહેરની એક બેન્કના આ રૂમ સંભાળતા કર્મચારી પાસે નોટોના બંડલમાંથી નકલી નોટને અલગ તારવી લેવાની આવડત હોય છે. તેમની નોટો ગણવાની ઝડપ પણ મશીન જેટલી જ હોય છે.
0 Response to "દિવ્ય ભાસ્કર તમને બતાવશે બેંકના ચેસ્ટ રૂમમાં રાખેલી ચલણી નોટો"
ટિપ્પણી પોસ્ટ કરો