નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહની આ વાતથી તમે પણ ચોંકી ઉઠશો, લગ્નની વાતને લઇને થયું હતુ કંઇક એવું કે…
બોલીવુડની જાણીતી સિંગર નેહા કક્કડ હંમેશાથી જ ઘણી ચર્ચાઓમાં રહી છે. હાલમાં જ નેહા કક્કડના લગ્નના સમાચારે એમના ફેન્સને ચોંકાવી દીધા હતા. નેહના લગ્ન પછીથી એમના પતિ રોહનપ્રીત સિંહ અને એ બંને જ ચર્ચામાં રહ્યા છે. નેહાના ફેન્સ આ બંનેની લવ સ્ટોરી વિશે જાણવા માટે ઉત્સુક હતા. એવામાં નેહા કક્કડ અને રોહનપ્રીતે ફેન્સને જાતે જ પોતાની લવ સ્ટોરી જણાવી છે.

વાત જાણે એમ છે કે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ હાલમાં જ ટેલિવિઝનના ચર્ચિત રિયાલિટી શો ધ કપિલ શર્મા શો માં સામેલ થયા હતા. બંનેએ એ દરમિયાન ઘણી બધી વાતચીત કરી. સાથે સાથે પોતાના પ્રેમથી લઈને લગ્ન સુધીની આખી સ્ટોરી ફેન્સ સાથે શેર પણ કરી. એ દરમિયાન એમને ખુલાસો કર્યો કે રોહનપ્રીતે પહેલીવારમાં નેહા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

આ શોમાં પોતાની સ્ટોરી સંભળાવતા નેહા કક્કડે જણાવ્યું કે શરૂઆતમાં રોહનપ્રીત લગ્ન નહોતા કરવા માંગતા. નેહાએ જણાવ્યું કે તે લગ્ન કરવા માંગતી હતી. એમને કહ્યું કે એ સકસેસફૂલ છે અને એમની પાસે બધું જ છે તો એવામાં એ કોઈ રિલેશનશિપમાં નહોતી પડવા માંગતી, પણ રોહનપ્રીત લગ્ન માટે તૈયાર નહોતા. નેહાએ જણાવ્યું કે રોહનપ્રીત સિંહે એમને કહ્યું કે એ હજી ફક્ત 25 વર્ષના છે અને એ લગ્ન નથી કરવા માંગતા.

એ પછી એક દિવસ રોહનપ્રીતે નેહાને કહ્યું કે હું તારા વગર નથી રહી શકતો, ચાલ લગ્ન કરી લઈએ. જ્યારે રોહનપ્રીત આ બધું કહી રહ્યા હતા ત્યારે એમને ડ્રિન્ક કરેલું હતું. એવામાં નેહાને લાગ્યું કે બીજા દિવસે રોહનપ્રીત જાતે જ આ બધું ભૂલી જશે. નેહાએ આગળ જણાવ્યું કે એ બીજા શૂટ માટે ચંદીગઢ પહોંચી. જે હોટલમાં નેહા રોકાઈ હતી રોહનપ્રીત ત્યાં આવી પહોંચ્યા અને ત્યાં આવીને એમને નેહા સાથે લગ્નની વાત ફરીથી કહી. એ પછી બંનેએ પોતાના માતા પિતાની રજા લીધી અને લગ્ન બંધનમાં બંધાઈ ગયા.

તમને જણાવી દઈએ કે નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહે 24 ઓક્ટોબર 2020ના રોજ સાત ફેરા લઈ લીધા છે. બંનેની મુલાકાત પહેલીવાર નેહુ દા વ્યાહના સેટ પર થઈ હતી.

એ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો અને વાત આગળ વધી. ધ કપિલ શર્મા શોમાં નેહાએ પોતાની આખી લવ સ્ટોરી શેર કરતા કહ્યું કે રોહનપ્રીત પહેલી જ વખતમાં ખૂબ જ ક્યૂટ લાગ્યા હતા. તો બીજી બાજુ રોહન નેહાની સારપ પર ફિદા થઈ ગયા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહની આ વાતથી તમે પણ ચોંકી ઉઠશો, લગ્નની વાતને લઇને થયું હતુ કંઇક એવું કે…"
ટિપ્પણી પોસ્ટ કરો