દુનિયા ક્યાં જઈને અટકશે, વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતી હતી દારુ, ડ્રગ્સ અને સેક્સની પાર્ટી, પોલીસે સપાટો બોલાવી દીધો

કેન્યાના મૂરંગાની એક સેકન્ડરી સ્કૂલના સ્ટુડન્ટ્સ દારૂ પાર્ટી અને સબંધ બંધાતા પકડાય ગયા. આ ઘટનામાં સામેલ 16 સ્ટુડન્ટ્સને પોલીસે સ્થળેથી પકડી લીધા. જયારે બાકીના સંદિગ્ન વિદ્યાર્થીઓની તપાસ ચાલુ છે. આ સ્કૂલ દેશના Gititu પ્રાંતમાં છે. સ્કૂલના સ્ટુન્ડન્ટ્સ તહેવારોની રજા પર ગયા હતા, જેથી તેઓ પોતાના ઘરે જઈ શકે. વિદ્યાર્થીઓ બસમાં બેસી સ્કૂલેથી નીકળ્યા, પરંતુ ઘરે જવાની જગ્યાએ વિદ્યાર્થીઓ દારૂ પિતા અને સબંધ બાંધતા પકડાઈ ગયા.

image source

સ્થાનિક ન્યૂઝ પોર્ટલ પાસેથી મળતી માહિતી મુજબ મંગળવારે વિદ્યાર્થીઓની માકુયુના બાર અને જંગલવાળા વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓ રૂમમાંથી કપડા વગર ઝડપાયા હતા. પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ પરથી હેરોઈન જેવો નશો પણ મળી આવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓ પર કઇ કલમો લગાવવામાં આવી છે તે જાણી શકાયું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર 10 વિદ્યાર્થીઓ દારૂ પીતા અને બંધ બારની અંદર સેક્સ કરતા ઝડપાયા હતા. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ નજીકના જંગલમાં સેક્સ કરતા જોવા મળ્યા હતા.

image source

હાલમાં આ તમામ વિદ્યાર્થીઓને મકુયુ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓના માતા-પિતા અને તેમના સ્કૂલ સ્ટાફની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ આ જ સ્કૂલની બસ એક જગ્યાએ અકસ્માતનો ભોગ બની હતી. જેમાં ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. વહેલી સવારે થયેલા અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

0 Response to "દુનિયા ક્યાં જઈને અટકશે, વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતી હતી દારુ, ડ્રગ્સ અને સેક્સની પાર્ટી, પોલીસે સપાટો બોલાવી દીધો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel