બીટ અને લીંબુમાંથી બનેલ આ જ્યૂસ પીવાથી પેટની ચરબી ઓગળી જાય છે માખણની જેમ, આ રીતે બનાવો ઘરે તમે પણ
જો શરીરમાં સમય સાથે ચરબી અને વજન પણ વધવા લાગે, તો ચિંતા પણ વધવા લાગે છે. જાડું અને ભરાવદાર શરીર કોઈને પણ ગમતું નથી. જો કે અન્ય કારણ એ પણ છે કે શરીરમાં ચરબીના વધવાથી અનેક બીમારીઓ પણ શરીરમાં પ્રવેશે છે. જેમાં હાર્ટ અટેક, ડાયાબીટીશ અને કેંસર જેવી બીમારીઓ સામેલ છે. એટલા માટે વજન ઘટાડીને દરેક વ્યક્તિ પોતાની જાતને સ્વસ્થ અને સુદઢ રાખવા માંગે છે. જો કે આમ કરવા માટે સખત મહેનત અને ડાયેટિંગનું પાલન કરવું પડે છે અને આ બધું કરવા માટે આજના સમયમાં કોઈ પાસે પુરતો સમય નથી. આ સ્થિતમાં વજન ઘટાડવા માટે ઉપયોગી જ્યુસ તમારા કામમાં આવી શકે છે.
આ જ્યુસ સ્વાસ્થ્ય માટે સારો છે
જાણીને નવાઈ થશે કે આ જ્યુસ બનાવવા ખુબ જ સરળ છે. આ જ્યુસને તમે ગમે ત્યારે ઉપયોગમાં પણ લઇ શકો છો. એવા ઘણા વજન ઘટાડવામાં સહાયક જ્યુસ પણ છે, જે આશ્ચર્યજનક રીતે તમારા વજનને કેટલાક અઠવાડિયા અથવા દિવસોમાં ઘટતું હોવાનો અનુભવ કરાવે છે. આવો જ એક જ્યુસ તમે બીટ અને લીંબુના ઉપયોગથી બનાવી શકો છો. આ જ્યુસ સ્વાસ્થ્ય માટે સારો છે, કારણ કે બોડી ડીટોક્ષનું કાર્ય પણ કરે છે. એટલે કે આ જ્યુસના સેવનથી શરીરની ગંદગી પણ બહાર નીકળી જશે અને તમારા વજનને ઓછું કરવામાં પણ મદદ મળશે. તો આવો આજે અમે આપને જણાવીએ આ પીણાના ફાયદા અને બનાવવાની વિધિ.
બીટ એ વજન ઘટાડવામાં વિશેષ છે
બીટમાં આયર્નનું પ્રમાણ ભરપુર માત્રામાં હોય છે, જેના પરિણામે શરીરનું હિમોગ્લોબિન વધે છે અને લોહીનું સર્જન થાય છે. આ સિવાય બીટમાં ફોલેટ એટલે કે વિટામીન B9, મેંગેનીઝ, પોટેશિયમ અને વિટામિન સીનું સારું પ્રમાણ હોય છે. આ સિવાય પણ બીટમાં ઓર્ગેનિક નાઈટ્રેટ, બીટાનિન જેવા વિશેષ તત્વો હોય છે,
જે શરીર માટે ફાયદાકારક હોય છે. આ બધા તત્વોને લીધે બીટ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ છે અને વજન પણ ઘટાડે છે. આ માટે તમારે બીટનો ક્રશ કરેલો જ્યુસ પીવાની પણ જરૂર નથી, બસ બીટ અને પાણીને મિલાવી ખાસ જ્યુસ બનાવવો જોઈએ. તો આજે આપને જણાવીએ આ વજન ઘટાડવામાં અને શરીરમાંથી ગંદકી બહાર કાઢવા માટે સહાયક ખાસ જ્યુસ કેવી રીતે બનાવશો.
વજન ઘટાડવા માટે બીટનો જ્યુસ :
૧ નાનું અથવા અડધું મોટું બીટ ( બીટ ખરીદતી વખતે ધ્યાન રાખવું કે ઘાટા રંગનું હોય અને જો એના પર પત્તા લાગેલા છે તો એ વધુ સારું છે.)
૧ લીંબુ
અડધો લીટર પાણી
વજન ઘટાડવા અને બોડી ડિટોક્સ જ્યુસ બનાવવા માટે સૌથી પહેલા બીટને ધોઈને છોલી લો અને પછી એને ઘણા ટુકડાઓમાં કાપી લો. આ જ રીતે લીંબુને પણ નાના નાના ટુકડાઓમાં કાપી લો. હવે એક જાર અથવા કાચની બોટલમાં અડધો લીટર પાણી લઈને પછી એમાં આ બીટ અને લીંબુના ટુકડા ઉમેરો. બોટલ અથવા જારનું ઢાંકણ બંધ કરીને આખી રાત આ પાણીને એમ જ મૂકી દો, જેથી કરીને આખી રાત એમાં થતી ઈન્ફ્યુંજન ક્રિયા દ્વારા પાણી અપૂર્ણ અર્કને ખેચી શકે. હવે બીજી સવારે આ પાણી ચાળી લો અને જ્યુસ તૈયાર છે.
આ વેટ લોસ જ્યુસ ક્યારે પીવો જોઈએ?
સવારે ઉઠીને ખાલી પેટે તમે આ જ્યુસ પી શકો છો. બસ એટલું ધ્યાન રાખવું કે આ પાણી પીધા પછી ઓછામાં ઓછું ૩૦ મિનીટ સુધી કઈ જ ના ખાવું, આ પછી જ નાસ્તો કરો. વધેલા જ્યુસને તમે બપોરના જમવાના ૪૦ મિનીટ પહેલા એક વાર પી શકો છો. જો કે બોડી ડીટોક્ષ માટે એક દિવસમાં એક ગલાસ પુરતો છે જો તમે વજન ઉતારવા માંગો છો તો બે ગ્લાસ જ્યુસ પણ લઇ શકો છો.
જો કે આ જ્યુસના સેવન સાથે ખાવા પીવા પર નિયંત્રણ રાખવું જોઈએ અને દિશાહીન જીવન જીવવાનું ટાળવું જોઈએ. દિવસમાં થોડું ચાલવું જોઈએ, કસરત અથવા સીડિયો ચડ-ઉતર કરવી જોઈએ. આ આદતો તમારા વજનને ઝડપથી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
0 Response to "બીટ અને લીંબુમાંથી બનેલ આ જ્યૂસ પીવાથી પેટની ચરબી ઓગળી જાય છે માખણની જેમ, આ રીતે બનાવો ઘરે તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો