શું તમને ખબર છે ડ્રાયફ્રુટ ખાવાની સાચી રીત?
શિયાળાની ઋતુને સ્વાસ્થ્યપ્રદ ઋતુ કહેવામાં આવે છે. અને જો શિયાળાની ઋતુમાં ભરપૂર માત્રામાં ડ્રાયફ્રૂટ અને પોષ્ટિક વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે વ્યક્તિ આખું વર્ષ નિરોગી રહી શકે છે. આથી જ મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં ડ્રાયફ્રૂટ ખાવાનું પસંદ કરતા હોય છે.
શિયાળાની ઋતુ શરૂ થતા દરેક લોકો પોતાના ઘરમાં ડ્રાયફ્રુટ લાવતા હોય છે. કેમકે, પરંતુ ઘણી વખત લોકો ડ્રાયફ્રૂટ્સ ખાવા માટે કઈ ખોટી રીતનો ઉપયોગ કરતા હોય છે, કે જેથી કરીને તેના શરીરમાં આ ડ્રાયફ્રુટનું પૂરતું પોષણ મળી રહેતું નથી. પરંતુ આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ ડ્રાયફ્રુટનું સેવન કરવાના સાચા રસ્તા કે જેના કારણે તે ડ્રાયફ્રુટનું પૂરતું પોષણ તમારા શરીરને મળી રહે અને સાથે સાથે તમે પણ કાયમી માટે નિરોગી રહી શકો.
બદામ
ઘણા લોકો બદામને પલાળીને ખાવાની સલાહ આપતા હોય છે. મોટાભાગના લોકોને બદામ ખાવી ખૂબ જ પસંદ હોય છે. પરંતુ અમે તમને બતાવી દઈએ કે બદામને ઓછામાં ઓછા ૧૨ કલાક સુધી પાણીની અંદર પલાળી રાખવી જોઈએ, અને ત્યારબાદ બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ. બદામ ચાવી ચાવીને ખાવાથી તેનું પૂરતું પોષણ શરીરમાં મળી રહે છે. કહેવાય છે કે બદામનું સેવન કરવાના કારણે આપણું મગજ વધુ સતેજ બને છે.
અખરોટ
અખરોટ તાસીરમાં ખૂબ જ ગરમ હોય છે, અને આથી જ અખરોટને હંમેશા પાણીમાં પલાળીને ત્યાર બાદ જ ખાવા જોઈએ. અત્યાર સુધી તમે લોકો અખરોટને એમનેમ જ ખાતા રહેતા હશો. પરંતુ અખરોટને પાણીમાં ઓછામાં ઓછા ૮ કલાક સુધી પલાળી રાખો, અને ત્યારબાદ તેનું સેવન કરો આમ કરવાથી તે તમારા શરીરમાં અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે.
કાજુ
રોસ્ટેડ કાજુની પસંદ હોય છે પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ત્રણથી ચાર કરતાં વધુ માત્રામાં કાજૂનું સેવન તમારા બ્લડ પ્રેશર ને વધારી દે છે. કાજુ ની તાસીર ગરમ હોય છે, અને આથી જ તેને પણ પાણીમાં પલાળીને ખાવા જોઈએ આ માટે કાજુને અંદાજે છ કલાક સુધી પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ તેનું સેવન કરો.
ખસખસના બી
સામાન્ય રીતે આ બીજ જ્યારે સૂકાઈ જાય ત્યારબાદ લોકો તેનો ખાવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ બીજનો ઉપયોગ કરતી વખતે તેને ૮ થી ૯ કલાક સુધી પાણીમાં પલાળી રાખવા જોઈએ, અને ત્યારબાદ તેનું સેવન કરવું જોઇએ તો જ તેનો યોગ્ય ફાયદો મળી રહે છે. હદયના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
હેઝલ નટ્સ
પરંતુ દુનિયાની અંદર આ ડ્રાયફ્રુટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. પરંતુ આ ડ્રાયફ્રૂટને ખાતા પહેલા પણ આઠ કલાક સુધી પાણીમાં પલાળી રાખવું જોઈએ. ભારત દેશની અંદર હેઝલ નટ્સ સામાન્ય રીતે જોવા મળતું નથી. આમ જો કોઈ પણ ડ્રાયફ્રૂટને પાણીની અંદર યોગ્ય સમય માટે પલાળી રાખી ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો તેના બધા જ પોષક તત્વો તમારા શરીરને પૂરતા પ્રમાણમાં મળી રહે અને તમે પણ કાયમી માટે સ્વસ્થ રહી શકો છો.
0 Response to "શું તમને ખબર છે ડ્રાયફ્રુટ ખાવાની સાચી રીત?"
ટિપ્પણી પોસ્ટ કરો