જાણો એવુ તો શું છે બોલિવૂડની આ 5 ફિલ્મોમાં, જે હજુ સુધી નથી થઇ પાકિસ્તનામાં રિલિઝ
આપણા પાડોશી દેશ હોવા છતાં પાકિસ્તાન સાથે ભારતના સંબંધો હંમેશા સંઘર્ષપૂર્ણ જ રહ્યા છે, પાકિસ્તાને પણ ક્યારેય ભારત પ્રત્યે પાડોશી ધર્મ નિભાવવાનો પ્રયાસ નથી કર્યો પણ માત્ર ભારતને નુકસાન પહોંચાડવાનો જ ઇરાદો રાખ્યો છે. કારણ કે પાકિસ્તાને અવારનવાર ભારતના વિસ્તારોમાં આતંકવાદી હૂમલાઓ કરાવ્યા છે. અને ઉત્ત ભારતના જમ્મુ કાશ્મિરમાં પણ ક્યારેય શાંતિ સ્થાપિત નથી થવા દીધી. સેંકડો નિર્દોશોનો જીવ પાકિસ્તાનના ષડયંત્રો દ્વારા લેવાયો છે.
જ્યારે જ્યારે પણ ભારત – પાકિસ્તાનના સંબંધો બગડે છે ત્યારે ત્યારે તે ભારતમાં ઓર વધારે આતંકવાદ ફેલાવાનું કામ કરે છે અને તે ઉપરાંત તે ભારતની વસ્તુઓને પણ પાકિસ્તાનમાં પ્રતિબંધિત કરી દે છે. અને તેમાંની એક છે બોલીવૂડની ફિલ્મો. પાકિસ્તાનના દર્શકો બોલીવૂડની ફિલ્મો જોવાનું ખૂબ પસંદ કરે છે. પણ અહીંની સરકાર અહીંની પ્રજાને તેના માટે અટકાવે છે. બધી ફિલ્મો નહીં પણ કેટલીક ફિલ્મો પાકિસ્તાન પોતાના દેશમાં રિલિઝ થવા દેતું નથી. આમ તો પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો બેન થવાની યાદી ખૂબ લાંબી છે, પણ આજે અમે તમને કેટલીક એવી ફિલ્મો વિષે જણાવીશું જે પાકિસ્તાનમાં ક્યારેય રિલિઝ થવા દેવામાં નથી આવી.
ફેંટમ
આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ મુંબઈ પર થયેલા 26/11ના આતંકવાદી હૂમલાથી પ્રેરિત હતી, પણ આ ફિલ્મ પર બેન મુકવા માટે જમાત – ઉદ – દાવાના નેતા અને 26/11ના માસ્ટરમાઇઅન્ટ હાફિઝ સઇદે પાકિસ્તાનની લાહોર કોર્ટમાં એક અરજી આપી હતી. અને તેના આધાર પર આ ફિલ્મને પાકિસ્તાનમાં રિલિઝ થતી અટકાવવામાં આવી હતી. આ અરજી પ્રમાણે પાકિસ્તાનમાં ખોટો સંદેશ ફેલાવતી આ ફિલ્મ છે તેવું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2015માં આવેલી ફિલ્મ ફેંટમને પાકિસ્તાનમાં બેન કરી દેવામા આવી.
ધ ડર્ટી પિક્ચર
આ ફિલ્મ 2011માં આવી હતી. આ ફિલ્મમાં વિદ્યા બાલન, નસીરુદ્દીન શાહ અને ઇમરાન હાશમી મુખ્ય ભુમિકામાં હતા. આ ફિલ્મને પાકિસ્તાનમાં એટલા માટે બેન કરવામાં આવી હતી કારણ કે આ ફિલ્મમાં કેટલાક બોલ્ડ સીન હતા જે પાકિસ્તાનના દર્શકો માટે યોગ્ય નહોતા. આ ફિલ્મ સાઉથની જાણીતી અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારીત હતી.
રાંઝણાઃ
રાંઝણા ફિલ્મ 2013ના વર્ષમાં રિલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સોનમ કપૂર, ધનુષ અને અભય દેઓલ મુખ્ય ભુમિકામા હતા, પાકિસ્તાનમાં આ ફિલ્મને બેન કરવામાં આવી છે. અને તેની પાછળનું કારણ એ છે કે તેમાં મુસ્લિમ યુવતિની અયોગ્ય છવી દર્શાવવામાં આવી છે જે એક હિન્દૂ યુવકના પ્રેમમાં પડે છે. આમ માત્ર ધર્મના આધારે જ આ ફિલ્મને પાકિસ્તાને રિલિઝ થતાં અટકાવી છે.
બેબી
અક્ષય કુમારની અત્યંત સફળ ફિલ્મોમાની એક બેબી ભારતની ગુપ્ત એજન્સી રો પર બનેલી છે. આ ફિલ્મ 2015માં આવી હતી અને ભારતીય દર્શકો તેમજ વિદેશમાં વસેલા ભારતીય દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મમા અક્ષય કુમાર સાથે, અનુપમ ખેર, રાણા દુગ્ગુબાતી ડેની અને કેકે મેનન જેવા કલાકારે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ પાકિસ્તાનમાં બેન થઈ કારણ કે અહીંના સેન્સર બોર્ડ પ્રમાણે આ ફિલ્મમાં મુસલમાનોની ખોટી છવિ રજૂ કરવામા આવી હતી.
એક થા ટાઇગર
સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનિત આ સ્પાઇ-રોમેન્ટિક ફિલ્મ ભારતમાં સુપર ડુપર હીટ રહી હતી અને વિદેશમાં પણ ફિલ્મે સારું એવું કલેક્શન કર્યુ હતું. સલમાન ખાનનું ફેન ફોલોઇંગ ભારતની સાથે સાથે પાકિસ્તાનમાં પણ ખૂબ છે. પણ 2012માં આવેલી સલમાન અને કેટરિના અભિનિત એક થા ટાઇગરને પાકિસ્તાનામં બેન કરી દેવામાં આવી હતી. તેની પાછળ એવી દલીલ આપવામા આવી હતી કે આ ફિલ્મમાં પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ વિષે બતાવવામાં આવ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જાણો એવુ તો શું છે બોલિવૂડની આ 5 ફિલ્મોમાં, જે હજુ સુધી નથી થઇ પાકિસ્તનામાં રિલિઝ"
ટિપ્પણી પોસ્ટ કરો