ઐશ્વર્યાની સુંદરતા જોઇને ઘબરાઈ ગઈ હતી સુષ્મિતા, છોડવાની હતી મિસ ઇન્ડિયા સ્પર્ધા, પછી આમ હરાવી

ઐશ્વર્યા રાય બચ્ચન આને સુષ્મિતા સેન બંને બોલીવુડની જાણીતી અભિનેત્રી માનવામાં આવે છે. એમાં એક વસ્તુ કોમન છે. આ બંનેએ ભારતનું નામ ઇન્ટરનેશનલ લેવલ ઊંચું કર્યું છે. ઐશ્વર્યા ૧૯૯૪ માં મિસ વર્લ્ડ બની હતી,જયારે સુષ્મિતાએ પણ એ જ વર્ષે મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો હતો. જોવામાં આવે તો વર્ષ ૧૯૯૪ ભારત માટે ખાસ રહ્યો. એક જ વર્ષે બે અલગ અલગ સ્પર્ધામાં જીતનો ઝંડો લહેરાવ્યો. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે આ વર્ષે સુષ્મિતા સેન ઐશ્વર્યાની સુંદરતા દેખીને ડરી ગઈ હતી. એટલે સુધી કે એ પ્રતિયોગીતા છોડવાની તૈયારી કરવા લાગી હતી.

ઐશ્વર્યાની સુંદરતા દેખી ઘબરાઈ ગઈ હતી સુષ્મિતા


જોકે, સુષ્મિતા અને ઐશ્વર્યા બંનેએ વર્ષ ૧૯૯૪ માં મિસ ઇન્ડિયા બ્યુટી પેજેન્ટમાં ભાગ લીધો હતો. ત્યારે ઐશ્વર્યાની સુંદરતા જોઇને ઘણા સ્પર્ધકો ઘબરાઈ ગયા હતા. એમને લાગ્યું હતું કે ઐશ્વર્યાની સુંદરતા આગળ એમનો કોઈ ચાન્સ નથી. એવામાં ઘણાએ તો પ્રતિયોગીતા છોડવાનો નિર્ણય કરી લેવાનું મન બનાવી લીધું હતું. એમણે લગભગ નક્કી જ કરી લીધું હતું કે એ આ બ્યુટી પેજેન્ટને વચમાં જ છોડીને ચાલી જશે.

માં એ આપી હતી હિમ્મત


સુષ્મિતા તો આ સ્પર્ધા છોડવાનું મન બનાવી જ ચુકી હતી, પણ જયારે વાત એની માં ને ખબર પડી તો પાસું પલટાઈ ગયું. માં પહેલા પોતાની દીકરીને ખીજાઈ અને પછી સમજાવી. એમણે સુષ્મિતાને કહ્યું કે આ રીતે વચમાં જ હાર માની લેવી ખોટું છે. તારે પ્રયત્ન જરૂર કરવા જોઈએ. હાર ના માનવી જોઈએ. માં ની સલાહ માનીને સુષ્મિતાએ પ્રતિયોગીતા છોડી નહિ, અને પૂરી લગન સાથે એમાં ભાગ લીધો. પરિણામ એ આવ્યું કે ઐશ્વર્યાને હરાવીને એ ‘મિસ ઇન્ડિયા ૧૯૯૪’ બની ગઈ. ઐશ્વર્યાને બીજા સ્થાને જ સંતોષ માનવો પડ્યો હતો.

બરાબરીનો હતો મુકાબલો


ઐશ્વર્યા અને સુષ્મિતા વછે પ્રતિસ્પર્ધા ટક્કરની હતી. બંને પ્રતિયોગિતામાં સારું પ્રદર્શન કરી રહી હતી. એ તો ટાયબ્રેકર રાઉન્ડમાં સુષ્મિતાએ ઐશ્વર્યાથી વધારે સારી રીતે જવાબ આપ્યા એટલે ૧૯૯૪ નો મિસ વર્લ્ડનો તાજ એના નામે થયો હતો. સુષ્મિતાએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે જયારે મેં એમાં ભાગ લીધો હતો, વિશ્વાસ ન હતો કે જીતશે. બધા પ્રતિયોગી સુંદર હતા. ઐશ્વર્યા અને મારી વચ્ચે બરાબરની પ્રતિસ્પર્ધા હતી. એ દરમિયાન ઘણી વાર એવું લાગ્યું કે કદાચ હું નહિ જીતું.

ક્યારેય સાથે કામ નથી કર્યું


ઐશ્વર્યા અને સુષ્મિતા ક્યારેય વધારે જોવા મળ્યા નથી ,અને ક્યારેય બંનેએ સાથે કોઈ ફિલ્મમાં કામ પણ નથી કર્યું. આ વિષે સુષ્મિતાને પૂછવામાં આવ્યું હતું તો એમણે કહ્યું હતું,’ ના અમે મિત્ર છે નાં અમે દુશ્મન. અમે બંને જ પોતાની મહેનતથી આ મુકામ પર પહોચ્યા છે. એટલે એમાં નાં કોઈ આગળ છે ના કોઈ કોઈનાથી પાછળ.


નોંધપાત્ર છે કે સુષ્મિતા સેન અને ઐશ્વર્યા રાય બચ્ચન બંને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત પણ લગભગ એક સાથે જ કરી હતી. જોકે,ઐશ્વર્યાનું ફિલ્મી કરિયર સુષ્મિતાને મુકાબલે વધારે સારું હતું. જો અત્યારની વાત કરીએ તો ઐશ્વર્યા હવે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે જયારે સુષ્મિતા હાલમાં જ રિલીજ થયેલી વેબસીરીજ ‘આર્યા’થી ઘણી લોકપ્રિય થઇ.

Related Posts

0 Response to "ઐશ્વર્યાની સુંદરતા જોઇને ઘબરાઈ ગઈ હતી સુષ્મિતા, છોડવાની હતી મિસ ઇન્ડિયા સ્પર્ધા, પછી આમ હરાવી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel