રાજીવ ગાંધી હત્યાની દોષી નલિની શ્રીહરને જેલમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ
ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન એવા સ્વ. રાજીવ ગાંધી કે જેઓ ઇન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધીના પુત્ર છે. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની હત્યા તમિલનાડુ રાજ્યના શ્રીપેરમબુદુરમાં યોજવામાં આવેલ એક ચુંટણી રેલી દરમિયાન તા. ૨૧ મે, ૧૯૯૧ માં લિટ્ટેના આત્મઘાતી હુમલા દરમિયાન ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની હત્યાનું ષડ્યંત્રની રચના કરવામાં આવી હતી.

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના હત્યા કેસમાં સામેલ દોષિત નલિની શ્રીહર દ્વારા ગઈકાલ તા. ૨૦ જુલાઈ, ૨૦૨૦ સોમવારના રોજ જેલમાં રાતના સમયે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નલિની શ્રીહરના વકીલ પી. પજાઝેંડીના જણાવ્યા અનુસાર દોષિત નલિની શ્રીહર દ્વારા એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે, જેલમાં જે કેડી સાથે તેની બોલાચાલી થઈ છે તેને ત્યાંથી કોઈ અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવે. દોષિત નલિની શ્રીહર તેનું કારણ જણાવતા કહી રહી છે કે,

તેઓ બંનેની વચ્ચે કોઈ ગેરસમજ ઉભી થઈ ગઈ છે. દોષિત નલિની શ્રીહરની આ બાબતે જેલના જેલર સાથે પણ વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ દોષિત નલિની શ્રીહર દ્વારા પોતાના જ કપડાની મદદથી ગળું દબાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે, જેલમાં હાજર રહેતા સ્ટાફની નજર પડી જવાના લીધે જેલના સ્ટાફ દ્વારા દોષિત નલિની શ્રીહરને આત્મહત્યા કરતા અટકાવી દેવામાં આવી હતી.

પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી હત્યાકાંડ કેસમાં નલિની શ્રીહર અને તેના પતિ સહિત ૬ વ્યક્તિઓ જેલમાં સજા ભોગવી રહ્યા છે. :

દોષિત નલિની શ્રીહર છેલ્લા ૨૯ વર્ષથી જેલમાં કેદ કરી દેવામાં આવી છે. દોષિત નલિની શ્રીહરની દીકરીનો જન્મ પણ જેલમાં જ થયો છે. એટલું જ નહી પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી હત્યાકાંડમાં સામેલ એવા અન્ય ૬ કેદીઓ પણ હજી સુધી જેલમાં જ પોતાની સજા ભોગવી રહ્યા છે જેમાં નલિની શ્રીહરના પતિ મુરુગનનો પણ સમાવેશ થાય છે.

૨૦ વર્ષ પહેલા જ નલિની શ્રીહરને આપવામાં આવેલ ફાસીની સજાને આજીવન કેદની સજામાં ફેરવી દેવામાં આવી છે.:
તમિલનાડુ રાજ્યના શ્રીપેરમબુદુર શહેરમાં તે સમયે ચાલી રહેલ એક ચૂંટણી રેલી દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું જે મુજબ શ્રીપેરમબુદુરમાં તા. ૨૧ મે, ૧૯૯૧ના દિવસે આયોજિત ચૂંટણી રેલી દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર લિટ્ટેના આત્મઘાતી હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી હતી.

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડ કેસમાં નલિની શ્રીહર દોષિત સાબિત થવાના લીધે પહેલા નલિની શ્રીહરને ફાંસી આપીને મોતની સજા આપવામાં આવી હતી પણ તમિલનાડુની રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડમાં સામેલ નલિની શ્રીહરની ફાસીની સજાને ૨૪ એપ્રિલ, ૨૦૦૦ના રોજ આજીવન કેદની સજામાં ફેરવી દેવામાં આવી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "રાજીવ ગાંધી હત્યાની દોષી નલિની શ્રીહરને જેલમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ"
ટિપ્પણી પોસ્ટ કરો