બજરંગી ભાઈજાન’ની મુન્ની હવે થઈ ગઈ છે મોટી, આ સુપર ક્યૂટ તસવીરો પર તમે જોયા જ કરશો
બજરંગી ભાઇજાન ફિલ્મ રિલિઝ થયાને ૫ વર્ષ થઇ ચુક્યાં છે. આ વર્ષોમાં મુન્નીનો લુક ઘણો બદલાઇ ગયો છે. સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મમાં ફક્ત સલમાન ખાન જ નહી પરંતુ મુન્નીનું પાત્ર ભજવનાર હર્ષાલી મલ્હોત્રાના પણ ખૂબ વખાણ થયાં હતા.

હર્ષાલી મલ્હોત્રાએ સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’થી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેના ચહેરાની માસૂમિયતે લાખો ચાહકોના દિલ જીતી લીધા હતા. ૧૭ જુલાઈએ ‘બજરંગી ભાઈજાન’ની રિલીઝને ૫ વર્ષ થઈ ગયા છે. ફિલ્મની મુન્ની એટલે કે હર્ષાલી પણ હવે મોટી થઈ ચુકી છે. તે ૧૨ વર્ષની થઈ ગઈ છે. જાણીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં હર્ષાલીનો લૂક કેટલો બદલાયો અને આજકાલ તે ક્યા વ્યસ્ત છે? હર્ષાલી મલ્હોત્રાના લૂકમાં છેલ્લા ૫ વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે.
મુન્ની’એ ૭ વર્ષની ઉંમરે આ ફિલ્મનું શરૂ કર્યું હતું શુટિંગ

ફિલ્મમાં મુન્નીની માસૂમિયત અને હાથ ઉઠાવીને પોતાની વાત રજૂ કરવાનો અંદાજ સૌ કોઇને પસંદ આવ્યો હતો. બજરંગી ભાઇજાનની મુન્ની હવે ૧૧ વર્ષની થઇ ચુકી છે. જે સમયે તે આ ફિલ્મનુ શુટિંગ કરી રહી હતી તે સમયે તે ફક્ત ૭ વર્ષની હતી. ક્યૂટ અને માસૂમ દેખાતી હર્ષાલી હવે સ્માર્ટ થઈ ગઈ છે. હર્ષાલીના ફીચર્સ પહેલા કરતા શાર્પ થઈ ગયા છે. તે પહેલાથી યંગ અને મેચ્યોર નજર આવે છે.

હર્ષાલી સ્ટાઈલિશ પણ થઈ ગઈ છે. હર્ષાલી મલ્હોત્રાના વર્કફ્રંટની વાત કરીએ તો તેનું બધું ફોકસ પોતાના અભ્યાસ પર છે. ‘બજરંગી ભાઈજાન’ની રિલીઝ બાદ તેણે ‘નાસ્તિક’ નામની એક ફિલ્મમાં કામ કર્યું છે. ફિલ્મનું શૂટિંગ ૨૦૧૭માં શરૂ થયું હતું. પરંતુ આ ફિલ્મ આજ સુધી રિલીઝ નથી થઈ શકી. ફિલ્મમાં અર્જુન રામપાલ અને મીરા ચોપડા લીડ રોલમાં છે. ‘બજરંગી ભાઈજાન’ પહેલા હર્ષાલીએ ટીવી શોમાં કામ કર્યું છે.

‘કુબૂલ હૈ’ સીરિયલમાં તેણે ઝોયા ફારુખીના બાળપણનો રોલ કર્યો હતો. આ સિવાય તે ‘લૌટ આઓ તૃષા’, ‘સાવધાન ઈન્ડિયા’માં પણ નજર આવી હતી. ૨૦૧૭માં શો ‘સબસે બડા કલાકાર’માં હર્ષાલી મલ્હોત્રાએ સ્પેશિયલ અપીરિયન્સ આપ્યો હતો. જે બાદ તે ગ્લેમર વર્લ્ડમાં નથી જોવા મળી. બજરંગી ભાઇજાનના સેટ પર હર્ષાલી નવરાશની પળોમાં સલમાન ખાન અને કબીર ખાનના ફોનમાં બાર્બી વાળી ગેમ્સ રમતી હતી. સાથે જ તે સલમાન ખાન સાથે ટેબલ ટેનિસ પણ રમતી હતી. ફિલ્મમાં જ્યારે તે સલમાન ખાનને કોઇ ફાઇટિંગ સીન કે ઇમોશનલ સીન કરતાં જોતી તો તે પોતે પણ રડવા લાગતી.

ફિલ્મો, શોઝ સિવાય હર્ષાલીએ અનેક એડ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના ચાહકોને ઈંતઝાર છે કે ક્યારે હર્ષાલી ફરી એક વાર સ્ક્રીન પર કમબેક કરશે. હર્ષાલી મલ્હોત્રા ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ ફેન્સ સાથે શેર કરતી રહે છે.

તે ટિકટૉક પર પણ એક્ટિવ હતી. તે પોતાની માતા સાથેના મસ્તી ભર્યા વીડિયો, ટ્રાવેલિંગ ફોટોસ શેર કરતી રહે છે. ફક્ત ૫ વર્ષના ગાળામાં જ બજરંગી ભાઇજાનની મુન્નીની જાણે કે કાયાપલટ થઇ ગઇ છે. હવે આવનારા સમયમાં હર્ષાલી સલમાન ખાનની હિરોઇનનો રોલ કરતી જોવા મળે તો નવાઇ નહી…
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "બજરંગી ભાઈજાન’ની મુન્ની હવે થઈ ગઈ છે મોટી, આ સુપર ક્યૂટ તસવીરો પર તમે જોયા જ કરશો"
ટિપ્પણી પોસ્ટ કરો