ઘરમાં પડેલી આ વસ્તુઓથી વાળમાં પડતી જૂ થી મેળવો છૂટકારો, જાણો આ અસરકારક ઉપાયો
જૂ એક પ્રકારનું પરોપજીવી છે જે મનુષ્ય અને પ્રાણીઓના શરીર પર હોય છે અને તેમનો ખોરાક શરીરનું લોહી છે. આ જૂ વાળની માથા પરની ચામડીમાં રહે છે અને માથામાંથી લોહીને ચૂસે છે. જૂ માથાના ભેજ અને ગંદકીના કારણે થાય છે અને તે દર 8 દિવસે તેની સંખ્યા બમણી કરે છે. આ કારણે, માથામાં ઘા, ક્યારેક લોહી નીકળવા, પિમ્પલ્સ, માથામાં ખંજવાળ આવે છે, તે માથાની ત્વચા અને આરોગ્ય માટે ખૂબ નુકસાનકારક છે. તેથી, સમયસર આ સમસ્યાનું નિદાન થવું જોઈએ.
તો ચાલો અમે તમને જણાવીએ માથા પરની ચામડીમાંથી જૂ ની સમસ્યા દૂર કરવા માટેના ઉપાય

1 એક લિટર પાણીમાં 10 ગ્રામ બદામ પાવડર મિક્સ કરો. આ પાણીથી રોજ વાળ ધોવાથી જૂનો નાશ થાય છે!
2 લીમડાના પાનને પાણીમાં ઉકાળો, ઠંડુ કરો અને આ પાણીથી માથુ ધોઈ લો. આનાથી જૂઓનો અંત આવે છે.
3 ડુંગળીનો રસ માથા પર લગાવો, ત્યારબાદ એક કલાક પછી તમારા વાળ હળવા શેમ્પૂથી ધોઈ લો, જૂની સમસ્યા મૂળમાંથી દૂર થશે.
4 માથામાં જૂ દૂર કરવા માટે, લસણ પીસી લો અને તેમાં એક લીંબુનો રસ નાખો, તેને વાળ પર લગાવો અને એક કલાક પછી હળવા શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો, આ પ્રયોગ 2-3 વખત કરવાથી બધા જ જૂ મરી જશે.
5 પાંચ ચમચી મીઠું લો અને તે અડધા કપ એપલ સાઇડર વિનેગરમાં નાખો. હવે તેને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિક્ષણને તમારા માથા પરની ચામડી પર લગાવો, તેને 1 કલાક રાખો અને તેને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય જરૂરથી અપનાવો.

6 બેકિંગ સોડા જૂને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. તેમાં ઓલિવ તેલ નાંખો અને તેને માથામાં સારી રીતે લગાવો. હવે આખી રાત રહેવા દો, પછી સવારે શેમ્પૂથી માથુ ધોઈ લો.
7 ઓલિવ તેલના કારણે જૂ ને ગૂંગળામણ થાય છે અને તે એક રાત દરમિયાન જ સમાપ્ત થાય છે. જો કે, તે રાત્રે જ વાળ પર લગાવવું જોઈએ અને વાળ પર તેલ લગાવીને શાવર કેપ પહેરીને સુઈ જવું. જેથી તેઓ કલાકો સુધી શ્વાસ લેવામાં અસમર્થ રહે છે અને સમાપ્ત થઈ જાય છે. બીજા દિવસે તેમને માથામાંથી દૂર કરવા માટે તમારે કાંસકો કરવો પડશે.
8 વાળમાં પેટ્રોલિયમ જેલી લગાવો અને તેને 4-5 કલાક માટે રાખો. ત્યારબાદ તમારા વાળ ધોઈ લો અને તમારા વાળમાં કાંસકો કરો.

9 બે ચમચી લીંબુના રસમાં એક ચમચી આદુની પેસ્ટ ઉમેરો અને તેને 20 મિનિટ માટે તમારા માથામાં લગાડો અને સુકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર કરવાથી તમારા જૂ ની સમસ્યા દૂર થશે.
10 લસણની પેસ્ટમાં લીંબુનો રસ લગાવો અને વાળ પર લગાવો અને એક કલાક પછી વાળ ધોવાથી જૂ સરળતાથી નીકળી જાય છે. જૂ ને દૂર કરવાની ઘણી દવાઓમાં પણ લસણનો ઉપયોગ થાય છે.

11 તુલસીના પાનની પેસ્ટ બનાવો અને તેને માથા પર લગાવો અને 20 મિનિટ સુધી સુકાવા દો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે માથુ ધોઈ લો અને સૂવાના સમયે પણ થોડા પાંદડા ઓશિકા નીચે રાખો. તુલસીનો ઉપયોગ જૂની દવા તરીકે પણ થાય છે.
12 મીઠું અને એપલ સાઇડર વિનેગરનું મિક્ષણ બનાવો અને તેને તમારા માથામાં લગાવો. હવે બે કલાક સુધી તમારા વાળમાં રહેવા દો. હવે તમારા વાળ ધોઈ લો. આ ઉપાય અપનાવવાથી જૂ ત્રણ દિવસમાં નાશ પામશે.
13 ઓલિવ તેલમાં બેકિંગ સોડા મિક્સ કરી વાળમાં લગાવો અને તેને આખી રાત છોડી દો. સવારે વાળને યોગ્ય રીતે ધોઈ અને કાંસકો કરો. ઓલિવ તેલ અને બેકિંગ સોડાનો ઉપયોગ સદીઓથી જૂ ને દૂર કરવાના ઉપાય તરીકે થાય છે.
14 નાળિયેર તેલ અને એપલ સાઇડર વિનેગર બરાબર મિક્સ કરો અને વાળ પર લગાવો. થોડા કલાકો પછી વાળ ધોઈને કાંસકો કરો. નાળિયેર તેલ વાળ માટે સારું છે, પરંતુ જૂને મારવાના ઉપાય તરીકે એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ ફાયદાકારક છે. તેલમાં મિક્સ કરીને વાળમાં લગાડવાથી જૂઓ સરળતાથી દૂર થાય છે.

15 દસ ગ્રામ અજમો લો, તેને બરાબર પીસી લો અને તેમાં અડધો લીંબુનો રસ કાઢો. હવે પાંચ ગ્રામ ફટકડીનો પાઉડર અને છાશ ઉમેરીને આ મિક્ષણ વાળમાં ઘસો. આ ઉપાયથી જૂ મરી જાય છે અને કાંસકો કરવાથી ખરી જશે. ત્યારબાદ તમારા વાળ યોગ્ય શેમ્પુથી ધોઈ લો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ઘરમાં પડેલી આ વસ્તુઓથી વાળમાં પડતી જૂ થી મેળવો છૂટકારો, જાણો આ અસરકારક ઉપાયો"
ટિપ્પણી પોસ્ટ કરો