આ કારણે ડોક્ટર ઓપરેશન કરવાના સમયે હંમેશા પહેરે છે લીલા અથવા વાદળી રંગના કપડાં, જાણો તમે પણ
ફિલ્મોમાં કે હોસ્પિટલમાં તમે કદાચ જોયું હશે કે ત્યાંના ડોકટરોએ લીલા અથવા વાદળી રંગના કપડાં જ પહેરેલા હોય છે. આ રંગના કપડાં ડોક્ટર ત્યારે જ પહેરે છે જયારે કોઈ દર્દીનું ઓપરેશન કરવાનું હોય. પરંતુ શું તમે એ વિચાર્યું છે કે ઓપરેશન કરવાના સમયે ડોક્ટર લીલા અથવા વાદળી રંગના કપડાં જ કેમ પહેરે છે ? લાલ, પીળા કે અન્ય કોઈ રંગના કેમ નહિ ?

એવું કહેવાય છે કે પહેલાના સમયમાં ડોક્ટરોથી માંડીને હોસ્પિટલમાં કામ કરતો આખો સ્ટાફ સફેદ રંગના કપડાં જ પહેરતા હતા. પરંતુ વર્ષ 1914 માં એક પ્રભાવશાળી ડોકટરે આ પારંપરિક ડ્રેસને લીલા રંગમાં બદલી નાખ્યો અને ત્યારથી એ ચલણ બની ગયું. જો કે હજુ પણ અમુક ડોકટરો વાદળી રંગના કપડાં પહેરે છે.

જો તમારું ધ્યાન એ બાજુ પણ ગયું હશે તો તમે નોટ કર્યું હશે કે હોસ્પિટલના પડદા પણ લીલા અથવા વાદળી રંગના હોય છે. એ સિવાય હોસ્પિટલના સ્ટાફના માણસોના કપડાં અને તેઓના માસ્ક પણ લીલા અથવા વાદળી રંગના હોય છે. હવે પ્રશ્ન એ થાય કે લીલા અને વાદળી રંગમાં એવી તે શી ખાસિયત છે કે જે બીજા રંગોમાં નથી.

ટુડે સર્જીકલ નર્સના 1998 ના એક અંકમાં છપાયેલા અહેવાલ મુજબ, સર્જરીના સમયે ડોક્ટરોએ લીલા રંગના કપડાં પહેરવાનું એટલા માટે શરુ કર્યું કારણ કે આ રંગ આંખોને આરામ આપે છે. તમે પણ અનુભવ કર્યો હશે કે આપણે એક જ રંગને લાંબા સમય સુધી જોયા કરીએ તો આપણી આંખોમાં થાક લાગવા લાગે છે. આપણી આખો સુરજ કે અન્ય કોઈ પ્રકાશિત વસ્તુ સામે જોઈને પણ અંજાઈ જાય છે પરંતુ ત્યારબાદ તરત જ લીલો રંગ જોવામાં આવે તો આંખોને આરામ મળવા લાગે છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી આંખો એવી રીતે બનેલી છે કે તે મૂળ રીતે લાલ, લીલો અને વાદળી રંગ જોવા સક્ષમ છે અને આ ત્રણ રંગોના મિશ્રણથી બનેલા અન્ય કરોડો રંગોને માણસની આંખ ઓળખી શકે છે. પરંતુ અન્ય રંગોની સરખામણીએ આપણી આંખો લીલા અને વાદળી રંગને સ્પષ્ટ રીતે જોઈ શકે છે.

વાદળી અને લીલો રંગ આપણી આંખોને એટલો નથી ખટકતો કે જેટલો લાલ અને પીળો રંગ ખટકે છે. આ કારણે જ આપણી આંખો માટે લીલો અને વાદળી રંગ સારો માનવામાં આવે છે. તેમજ આ કારણે જ હોસ્પિટલમાં પડદાથી માંડીને સ્ટાફના કપડાં સુધી બધું લીલા અથવા વાદળી રંગનું હોય છે જેથી હોસ્પિટલમાં આવનાર અને દાખલ થયેલ દર્દીઓની આંખોને આરામ મળે.

વળી, ડોકટરો ઓપરેશન કરવાના સમયે આ રંગના કપડાં એટલા માટે પણ પહેરે છે જેથી સતત લોહી અને માનવ શરીરના આંતરિક ભાગોને જોઈને તેઓ માનસિક તાણ ન અનુભવે અને લીલા કે વાદળી રંગના મોજા અથવા કપડાં જોઈને તેમના મગજ ધૈર્યપૂર્વક કામ કરી શકે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "આ કારણે ડોક્ટર ઓપરેશન કરવાના સમયે હંમેશા પહેરે છે લીલા અથવા વાદળી રંગના કપડાં, જાણો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો