ઘરના મુખ્ય દ્વાર પર જરૂર રાખવી હાથીની જોડ, એનાથી મળશે આ ચમત્કારિક લાભ
જાણો ઘરના મુખ્ય દ્વાર પર હાથીની જોડ રાખવાથી ક્યાં ક્યાં લાભ મળે છે..
વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક બન્ને ઊર્જાના સિદ્ધાંતો પર કાર્ય કરે છે.જેવું ઘરનું વાતાવરણ હોય છે તેવાં ત્યાં રહેનારા લોકોનાં વિચાર હોય છે.તેના સાથે જો ઘરમાં વસ્તુ ખોટાં સ્થાન પર રાખેલી હોય તો તે પણ અશુભ માનવામાં આવે છે.વાસ્તુમાં દરેક વસ્તુઓ અલગ અલગ સ્થાન અને દિશાઓ નિર્ધારિત કરવામાં આવી છે જ્યાંથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ હંમેશા બન્યો રહે.
image source
જૂના જમાનામાં રાજાઓ હાથી પર સવારી કરતાં હતા. જ્યારે આજે પણ દરેક ધાર્મિક પ્રોગ્રામની શાન પણ હાથી જ હોય છે. બૌદ્ધ મતમાં પણ હાથીને એક પવિત્ર પ્રાણી માનવામાં આવે છે. સ્વપ્ન વિજ્ઞાનમાં પણ હાથીની સવારી કરવાથી ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા અપાવે છે. તેજ રીતે ફેંગશૂઈમાં હાથીને સામર્થ્ય, સફળતા અને સૌભાગ્યનો સાથી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ ઘરમાં હાથી રાખવાના કયાં ફાયદા હોઈ શકે છે.
image source
ઘરમાં હાથીની મૂર્તિઓ રાખવાથી તે ઘરમાં એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે અને ઘરના લોકોને ક્યારે પણ કોઈ પ્રકારની શારીરિક નુકશાન નથી પહોચતું. આમ તો એવું ત્યારે બને છે, જ્યારે તમે હાથીની મૂર્તિ જોડકામાં લાવો છો અને આ મૂર્તિ તમારા ઘરમાં મુખ્ય દરવાજા ઉપર રાખો છો તો લક્ષ્મી માં નો વાસ થાય છે.
image source
- ઘરનાં સદસ્યોની સુરક્ષા માટે ઘરનાં દરવાજા ઉપર હાથીની મૂર્તિ અથવા તો હાથીઓની જોડીને જરૂર રાખો.
- ઘરના દરવાજા પર હંમેશા ઉપરની તરફ સૂંઢ કરીને રહેલાં હાથીઓ રાખો. તે ઘરમાં સમૃદ્ધિ, સૌભાગ્ય અને સફળતા લાવે છે.
- નીચી સૂંઢ રાખેલાં હાથીને મુખ્ય દરવાજાની ઉપર રાખવા તે દીર્ઘાયુનું પ્રતીક માનવામાં આવે છે.
- હાથીઓની જોડીને બેડરૂમમાં રાખવાથી કપલની વચ્ચે પ્રેમ બનેલો રહે છે.
image source
- ઘરમાં હાથણી અને તેના બચ્ચાનાં સ્ટેચ્યૂને રાખવાથી ઘરમાં માતા અને તેના બાળકો વચ્ચે મધુર સંબંધ બનીને રહે છે.
- સંતાન મેળવવાની ઈચ્છા રાખતા દંપતિએ પોતાના રૂમમાં હાથણી અને તેના બચ્ચાનાં સ્ટેચ્યૂ રાખવા જોઈએ.
- આ બૌદ્ધિક ક્ષમતા વિકસિત કરવામાં મદદ કરે છે. એટલા માટે બાળકોનાં બેડ અથવા તેમના સ્ટડી ટેબલ પર હાથી રાખવો જોઈએ.
- હાથીની ઉપર દેડકો અથવા બંદરનું સ્ટેચ્યૂ રાખવાથી કરિયરમાં લાભદાયક થાય છે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "ઘરના મુખ્ય દ્વાર પર જરૂર રાખવી હાથીની જોડ, એનાથી મળશે આ ચમત્કારિક લાભ"
ટિપ્પણી પોસ્ટ કરો