નકલી સેનેટાઇઝર વાપરવાથી ચામડીને થાય છે ખુબ જ નુકસાન.. જાણો કેવી રીતે પારખવું સેનેટાઇઝર
કોરોના વાયરસથી બચવા માટેના ઘણા દિવસોમાં સેનિટાઈઝરની વધતી માંગ જોઇને બજારોમાં ઘણી સંખ્યાઓમાં નકલી અને લો ક્વાલિટીઝ ના સેનિટાઈઝર પણ મળવા લાગ્યા છે. અસલી અને નકલી હેન્ડ સેનેટાઇઝર ની વચ્ચે ફરક કરવો એક સામાન્ય વ્યક્તિ માટે ખુબ જ મુશ્કિલ હોય છે, પરંતુ દેશ વાસીઓ ની આ સમસ્યાને દુર કરવા અને એના સ્વાસ્થ્ય માટે જણાવી દઈએ કે કેવી રીતે ઘર માં ઉપલબ્ધ સાધારણ વસ્તુ ની સાથે તે આ વાતની જાણકારી મેળવી શકાય છે કે હેન્ડ સેનેટાઇઝર અસલી છે કે નકલી. પ્લાસ્ટિકની બોટલોમાં બ્રાન્ડેડ સેનેટાઈઝરની જેમ પેકિંગ કરવામાં આવી રહ્યું છે. આવા સેનેટાઈઝર્સ તમને મેડિકલ સ્ટોરમાં જોવા મળશે. પરંતુ તમે તેને અસલી સમજવાની ભૂલ ન કરો. ડુપ્લીકેટ સેનેટાઈઝર્સનું વેચાણ થઈ રહ્યું છે.
image source
ટિશ્યૂ પેપર અથવા ટોઈલેટ પેપર ટેસ્ટ
સેનિટાઈઝરની ગુણવત્તા ચકાસવા માટે તમે ટોઈલેટ પેપર અથવા ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરી શકો છો. આ માટે પેપર પર પેનની મદદથી એક રાઉન્ડ દોરી લો. આ રાઉન્ડ પેપરની વચ્ચે બનાવવું.
હવે આ રાઉન્ડ પર સેનિટાઈઝરના થોડા ડ્રોપ્સ મૂકો. જો ઈન્ક ફેલાય જાય તો સમજી લો કે તમારું સેનિટાઈઝર ભેળસેળવાળું છે અને તમારા હાથને પૂરી રીતે ડિસઈન્ફેક્ટ કરવા માટે સક્ષમ નથી. જો તમારું સેનિટાઈઝર અસલી હશે તો ઈન્ક ફેલાશે નહીં. પરંતુ સેનિટાઈઝરથી પેપર ભીનું થઈ જશે અને થોડા સમયમાં સૂકાઈ પણ જશે.
image source
આટા ટેસ્ટથી પારખો
હેન્ડ સેનેટાઇઝર ની ગુણવત્તાની તપાસ કરવા માટે એક બાઉલમાં એક ચમચી લોટ લો. તેમાં થોડું સેનિટાઈઝર ઉમેરો. હવે બંનેને સારી રીતે મિક્સ કરી લો. જો તમારું સેનિટાઈઝર અસલી છે જો કણક બંધાશે નહીં ઉપરથી લોટ છુટ્ટો-છુટ્ટો રહેશે. જો સેનિટાઈઝર નકલી છે તો પાણીથી કણક બાંધીએ ઠીક તેવી જ કણક બંધાઈ જશે.
image source
હેર ડ્રાયર ટેસ્ટ
હેન્ડ સેનિટાઈઝર એક બાઉલમાં કાઢવું અને તેને હેર ડ્રાયરની મદદથી સૂકવો. જો તમારું સેનિટાઈઝર અસલી હશે તો તે માત્ર 3થી 5 સેકન્ડમાં સૂકાઈ જશે. જો સેનિટાઈઝર નકલી હશે તો આટલા સમયમાં સૂકાશે નહીં અને બાઉલમાં જ રહેશે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "નકલી સેનેટાઇઝર વાપરવાથી ચામડીને થાય છે ખુબ જ નુકસાન.. જાણો કેવી રીતે પારખવું સેનેટાઇઝર"
ટિપ્પણી પોસ્ટ કરો