બીજુ બધુ સાઇડમાં મુકીને આ રીતે ઘરેલુ નુસખાઓથી કરો હેર કંડીશનર
ઉનાળાના દિવસોમાં સુકા વાળ એક મોટી સમસ્યા છે,અને દેશમાં લોકડાઉનના કારણે,દરેક વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય ઘરે જ વિતાવે છે,આ સમયે સ્ત્રીઓ અને છોકરીઓ તેમના વાળની સંભાળ રાખવા માટે સમય મળે છે,પરંતુ બજાર બંધ હોવાના કારણે અથવા કોરોનના ડરથી હેર પ્રોડક્ટ્સ સરળતાથી ઉપલબ્ધ હોતા નથી,અને વાળ માટે મનપસંદ કંડીશનર ન મળવાથી વાળની સૂકા થવાની સમસ્યા વધતી જાય છે.જો તમે તમારા વાળ માટે વધુ ચિંતીતી છો,તો વાળની કન્ડિશનિંગ માટે કુદરતી અને ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.જેથી કોઈ ડર વગર તમે આ ઉપાયથી તમારા વાળ કંડીશનર કરી શકો છો.
નાળિયેર તેલ વાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે કુદરતી કંડીશનર તરીકે પણ કામ કરે છે,તેમાં રહેલા ફેટી એસિડ વાળને નરમ અને ચમકદાર બનાવે છે.

4 ચમચી ઓલિવ તેલ અને 2 ચમચી મધ મિક્સ કરો અને તેને 30 મિનિટ સુધી માથા પર લગાવો પછી તેને શેમ્પૂ અને પાણીથી સાફ કરો.
એલોવેરા વાળ માટે કુદરતી મોસ્ચ્યુરાઇઝર તરીકે કામ કરે છે,એલોવેરા વાળ અને ત્વચા બંને માટે ફાયદાકારક છે, તેમાં વિટામિન,ખનિજો અને એમિનો એસિડ હોય છે,એલોવેરાના પાંદડામાંથી જેલ કાઢીને તેમાં એક કેળું મિક્સ કરો,પછી તેને સૂકા વાળ પર લગાવો, 2 કલાક પછી તેને શેમ્પૂ અને પાણીથી બરાબર ધોઈ લો.

સુકા વાળને નરમ કરવા માટે ઓલિવ તેલની માલિશ કરો.આ માટે,1/4 કપ ઓલિવ તેલથી વાળની સારી રીતે માલિશ કરો.તેલ ગરમ કરવાની જરૂર નથી,ફક્ત માથા ઉપરની ચામડી પર માલિશ કરો.આ પછી,તેલને ઓછામાં ઓછી એક કલાક માટે રહેવા દો.ત્યારબાદ વાળને નવશેકા પાણી અને શેમ્પૂથી ધોઈ લો.

સૂકા અને નિર્જીવ વાળ માટે એપલ સાઇડર વિનેગર ખુબ જ સારું છે.એપલ સાઇડર વિનેગર એક ચમચી લો અને તેમાં બે ચમચી ઓલિવ તેલ ઉમેરો.આ મિક્ષણથી વાળની માલિશ કરો અને પછી વાળને સંયુક્તમાં બાંધી દો.બે કલાક પછી વાળને શેમ્પૂ અને પાણીથી ધોઈ લો.આ મિક્ષણ તમારા વાળને નરમ બનાવશે અને તમારા વાળ પણ ચમકાવશે.

શું તમે જાણો છો કે ચા તમારા વાળને સુંદર બનાવી શકે છે ? ચાને પાણીમાં ઉકાળો અને પછી એ પાણીને ગાળી લો.જ્યારે ચાનું પાણી ઠંડુ થાય પછી તેમાં શેમ્પુ નાખીને તમારા વાળ તે પાણીથી ધોઈ લો.આ એક ક્ષણમાં નિર્જીવ વાળને નરમ બનાવે છે.

તમે વાળને કંડીશનર કરવા માટે નાળિયેર તેલનો ઉપયોગ પણ કરી શકો છો.આ માટે તમારે વાળને શેમ્પુ કર્યા પછી,નાળિયેર તેલના થોડા ટીપા ભીના વાળ પર લગાવી દેવા.આથી તમારા વાળ ચમકદાર દેખાશે.

વાળ માટે મહેંદી પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.જો તમે તમારા વાળમાં થોડો લાલ રંગ ઇચ્છતા હોય,તો મહેંદી જેટલું કોઈ ઉપયોગી નથી.તમે મહેંદીમાં પાણી,એલોવેરા,અથવા દહીં નાખીને તેની એક પેસ્ટ બનાવી લો,ત્યારબાદ તેને વાળમાં લગાવો અને તે સુકાઈ જાય પછી વાળ સાફ પાણીથી ધોઈ લો.આથી વાળ મજબૂત બનશે અને વાળમાં ચમક પણ આવશે.

મુલતાની માંટ્ટીનો ઉપયોગ ચેહરાની ચમક વધારવા માટે થાય છે,પણ મુલતાની માંટ્ટી વાળમાં કંડીશનર તરીકેનું કામ કરી શકે છે.આ માટે તમારે,મુલતાની માંટ્ટીમાં પાણી નાખી તેની એક પેસ્ટ બનાવો.આ પેસ્ટને વાળ માં લગાવો પછી એક કલાક માટે રહેવા દો.પછી તમારા વાળ સાફ પાણીથી ધોઈ લો,પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે મુલતાની માંટ્ટીની પેસ્ટ લાગવ્યાના બીજા દિવસે તમારે શેમ્પુ કરવું.આ રીત તમે મહિનામાં 2 વાર કરી શકો છો.આ રીત તમારા વાળ ચમકાવામાં અને વાળને નરમ બનાવવામાં ઘણી ઉપયોગી છે.

તમે જાણો જ છો,કે દહીં વાળ માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે.આ વાળ માટે કંડીશનરનુ કામ તો કરે છે પણ સાથે દહીં નિર્જીવ વાળને નરમ બનાવે છે.આ માટે તમે દહીંને બરાબર રીતે ભેળવી લો,એ પછી વાળમાં ઉપરથી નીચે સુધી તે દહીં લાગો,ત્યારબાદ એક કલાક પછી તે ધોઈ લો.આ વાળને,ચમકદાર અને રેશમી બનાવશે,પણ ધ્યાન રાખવું કે ઠંડીના સમયમાં તમારે આનો ઉપયોગ ન કરવો જોઈએ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "બીજુ બધુ સાઇડમાં મુકીને આ રીતે ઘરેલુ નુસખાઓથી કરો હેર કંડીશનર"
ટિપ્પણી પોસ્ટ કરો