ભારતમાં તૈયાર કોરોનાની વેક્સીન પહોંચી છેલ્લા ચરણમાં, જલ્દી જ મળી શકે છે ખુશખબરી
દુનિયાના ઘણા દેશ કોરોનાની વેક્સીન બનાવવામાં લાગેલા છે અને એવા દેશોમાંથી ભારત પણ એક છે. ભારતમાં ભારત બાયોટેક, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રીસર્ચ અને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીએ એક સાથે મળીને કોરોનાની વેક્સીન તૈયાર કરી છે. અત્યારે આ વેક્સીન હવે એના છેલ્લા ચરણમાં પહોંચી ગઈ છે.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કોરોનાની બનાવેલી આ દવાઓ પહેલા અને બીજા ફેઝના હ્યુમન કલીનીકલ ટ્રાયલની અનુમતિ આપી દીધી છે. એ પછી જુલાઈ મહિનામાં એની ટ્રાયલ શરુ થઇ ગઈ છે. આ વેક્સીન સંક્રામક સાર્સ cov-2 વાયરસની એક સ્ટ્રેન (નસ્લ) થી બનાવી છે.

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં વેક્સીન બનાવવાની પ્રક્રિયા હેઠળ સાર્સ cov-2 સ્ટ્રેનણે અલગ કરવામાં આવ્યું હતું, એ પછી ભારત બાયોટેકમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. પછી ભારત બાયોટેકમાં આ વેક્સીન બનાવાઈ છે.
કોઈ પણ વેક્સીન તૈયાર કર્યા પછી એનું જાનવરો પર પરીક્ષણ કરવામાં આવે છે. જાનવરો પર સફળ પરીક્ષણ થાય છે એ પછી એને માણસ પર ટેસ્ટ કરવામાં આવે છે. માનવ પરીક્ષણની મદદથી એ ખબર પડી જાય છે કે વેક્સીન બીમારીને ખતમ કરવામાં કેટલી કારગર નીવડે છે અને સુરક્ષિત છે કે નહિ. તો ભારતમાં હવે કોરોના વાયરસની મ્દ્દ્દથી માનવ પરીક્ષણ કરાઈ રહ્યું છે અને આ પરીક્ષણ સફળ થયા પછી વેક્સીન બજારમાં આવશે.
રૂસની કંપનીને મળી સફળતા
મોસ્કોની સેચેનોવ યુનીવર્સીટીએ કોરોનાની પહેલી વેક્સીનનું સફળતાપુર્વક માનવ ટ્રાયલ પૂરું કર્યું છે. આ વેક્સીનને રૂસની ગમલેઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ એમીડેમીયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી એ તૈયાર કરી છે. જયારે સેચેનોવ યુનીવર્સીટીમાં વેકસીનમાં કલીનીકલ ટ્રાયલ ચાલી રહ્યું હતું. વેક્સીનની આ હવે આ ટ્રાયલ પૂરી થઇ ગઈ છે અને રિસર્ચર્સ મુજબ, બધા સ્ટેજમાં વેકસીનની ટ્રાયલ સફળ રહી છે.
જલ્દી શરુ થશે દવાઓનું પ્રોડક્શન

ટ્રાયલ પૂરી થયા પછી વેક્સીનને રેગુલેટરી અપ્રુવલ મળતા જ એનું પ્રોડક્શન શરુ થઇ જશે. યુનીવર્સીટીના ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ પૈરાસાઈટોલોજીના ડાયરેક્ટર એલેકઝેન્ડર લુકાશેવ મુજબ પ્રોડક્શન વધારવાની સંભાવનાઓ પર વાત ચાલી રહી છે. બધું ઠીક રહ્યું તો બે થી ત્રણ મહિનામાં આ વેક્સીન બનવાની શરુ થઇ જશે.
રૂસી ન્યુજ એજન્સી TASS મુજબ. આ વેકસીનની પહેલી ટ્રાયલ ૧૮ જુનના શરુ થઇ હતી. ત્યારે એની ટ્રાયલ ૧૮ લોકો પર કરવામાં આવી હતી. તો બીજા ફેજનું ટ્રાયલ ૨૦ વોલનટીયર્સ પર કરવામાં આવી હતી કે જે ૨૩ જુને શરુ થયું હતું.
નોંધપાત્ર છે કે કોરોનાની વેક્સીન બનાવવાનું કામ ઘણી કંપનીઓ કરી રહી છે. પણ હજી સુધી કોઈને પણ સફળતા નથી મળી. એવી આશા કરાઈ રહી છે કે આ વર્ષના અંતે જ કોરોના વાયરસની વેક્સીન બનીને તૈયાર થઇ જશે.
ખરાબ રીતે ફેલાઈ ચુક્યો છે કોરોના
દુનિયામાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા એક કરોડ ઉપર પહોચી ગયો છે. જયારે લાખો લોકોની મોત આ વાયરસથી થઇ ગઈ છે. તો ભારતમાં પણ કોરોના વાયરસથી ૮ લાખથી વધારે લોકો ગ્રસ્ત છે અને ૨૩ હજારથી વધારે લોકોની મોત થઇ ચુકી છે.
0 Response to "ભારતમાં તૈયાર કોરોનાની વેક્સીન પહોંચી છેલ્લા ચરણમાં, જલ્દી જ મળી શકે છે ખુશખબરી"
ટિપ્પણી પોસ્ટ કરો