મ્રુત અવસ્થામાં મળી આવી હતી દક્ષિણનો આ સુપરસ્ટાર હીરોઈન, શરીર પર ફરતા હતા જીવજંતુ
ફિલ્મ જગત માં અત્યારે નેપોટિઝ્મનો મુદ્દો ખૂબ ફેલાઈ રહ્યો છે. અનેક લોકો બોલિવૂડમાં ચાલતા સગાવાદ કંઇક ને કંઇક વિશે બોલી રહ્યાં છે. એવામાં નેપોટિઝ્મ અને કાસ્ટિંગ કાઉચ જેવી વસ્તુ માત્ર ભારત સુધી પૂરતું નથી, પરંતુ અન્ય દેશની અન્ય મૂવી જગત પણ જોવા મળે છે. 80 અને 90નાં સાલ ની ફેમસ હિરોઇન નિશા નૂર પણ કાસ્ટિંગ કાઉચ અને દગાખોરીનો શિકાર થઈ હતી. તે સમયે નિશા એટલી મશહુર હતી કે રજનીકાંત અને કમલ હસન જેવા મોટા હીરો તેમની જોડે કામ કરવા ઈચ્છતા હતા. ઉલ્લેખનીય છે કે, નિશાને દગાખોરી થી પ્રોસ્ટિટ્યૂશનમાં ધકેલી દેવામાં આવી હતી. જ્યારે નિશાનું મૃત્યું થયું ત્યારે તે હાડપિજર જેવી દેખાતી હતી.


થોડાં વર્ષો પછી અચાનક નિશાને કામ ના મળ્યું ગયું અને તેમને આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ. અને થોડા સમય બાદ નિશા રીયલ લાઇફમાં આવતી પણ બંધ થઈ ગઈ.

લોકો નું માનવું છે કે, નિશાને એક પ્રોડ્યુસરે રૂપિયાની લાલચ આપી પ્રોસ્ટિટ્યૂશનમાં મોકલી હતી. જ્યારે કોઈ રસ્તો નિશાને દેખાયો નહીં તો તેમને હંમેશા માટે મૂવી માંથી વિદાય લઈ લીધી હતી, પણ પછી તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. ત્યાં સુધી કે તેમને કોઈને પણ મદદ ના કરી.


2007માં એક એનજીઓ મુસ્લિમ મુનેત્ર કડગમના કેટલાંક માણસોએ નિશાન નૂરને નાગોર પાસે એક દરગાહની બહાર ખૂબ જ ગંભીર હાલતમાં જોઈ હતી. આ દરમિયાન તેઓનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું.

એનજીઓએ નિશાને ત્યાંથી એક મોટા દવાખાન માં દાખલ કરાવી પણ, પરંતુ થોડા દિવસો પછી નિશા નૂરે અંતિમ શ્વાસ તોડી દીધો હતો. ડૉક્ટરોના મુજબ, નિશાને એડ્સ થઈ ગયો હતો. 2007માં માત્ર 44 વર્ષની ઉંમરે નિશા નૂરનું મોત થયું હતું. એક રિપોર્ટ મુજબ, જ્યારે નિશા જ્યારે દરગાહ પાસે મળી આવી ત્યારે તેના શરીર પર કીડા ઓ જોવા મળ્યા હતાં.

નિશા નૂરે ‘ઈલામઈ કોલમ’, ‘ઈનિમઈ ઈધો ઈધો’, ‘અવલ સુમંગલિથન’, ‘શ્રી રાઘવેન્દ્રર’, ‘ચુવાપ્પૂ નાડા’, ‘મિમિક એક્શન 500’, ‘મિમિક્સ પરેડ અને ઇનક્કાગા કાથિરો’ જેવી મૂવીમાં કામ કર્યું હતું.
0 Response to "મ્રુત અવસ્થામાં મળી આવી હતી દક્ષિણનો આ સુપરસ્ટાર હીરોઈન, શરીર પર ફરતા હતા જીવજંતુ"
ટિપ્પણી પોસ્ટ કરો