ટૈરો રાશિફળ : મંગળવારે માનસિક સંતોષ મળશે, સારા સમાચારથી દિવસની થશે શરુઆત
ટૈરો રાશિફળ : મંગળવારે માનસિક સંતોષ મળશે, સારા સમાચારથી દિવસની થશે શરુઆત
મેષ – The Chariot
વસ્તુઓ માટે તમારું સમર્પણ બતાવવાનો આજનો દિવસ છે. દિવસ ખૂબ સારો રહેશે. તમને માનસિક સંતોષ મળશે. આજે તમે તમારા જીવનને સુધારવા માટે કોઈ નવી પહેલ કરી શકો છો. સમૃદ્ધિને આકર્ષવા માટે નળમાં કે પાઈપોના લિકેજને ઠીક કરાવો.
વૃષભ – Five of Swords
આજે તમારા માટે તમારા ઘર અને ઓફિસમાંથી કેટલીક ચીજો કાઢીને સાફ કરવા માટેનો દિવસ છે. જો તમારી આસપાસ કેટલીક બંધ ઘડિયાળો હોય તો તરત જ તેને દૂર કરો. દિવસ કેટલીક સારી માહિતી સાથે આવી રહ્યો છે. તમારે કેટલીક એવી વસ્તુઓ કરવી પડશે જે તે સમયે તમને અનુકૂળ ન હોય પરંતુ આ તમને ભવિષ્યમાં ઘણાં ફાયદાઓ આપી શકે છે.
મિથુન – Four of Swords
આજે કોઈ પણ વસ્તુથી વિચલિત ન થઈને તમારી કારકિર્દીના માર્ગ પર આગળ વધવાનો દિવસ છે. તમે તમારા સારા મિત્ર અને શત્રુ વચ્ચે સરળતાથી તફાવત કરી શકશો. તમારો અવાજ સાંભળો અને તમારી યોજના મુજબ આગળ વધવાનો પ્રયાસ કરો. તમારી વિચારસરણીને નિયંત્રિત કરો. સમયની સાથે પરિસ્થિતિ ઉકેલાશે, તેના માટે જેટલું વધુ વિચારશો તેનાથી એટલા અવરોધો ઊભા થશે.
કર્ક – Page of Pentacles
તમારા સાથીઓ સાથે સાવચેત રહેવાનો દિવસ છે. તેઓ તમારી આસપાસ રહેવાનું પસંદ કરે છે પરંતુ આજે થોડા સાવચેત રહેવું, તમારા મહત્વપૂર્ણ કાર્યનું સમાધાન કર્યા પછી જ મિત્રો સાથે સમય વિતાવવો. નહીં તો કેટલાક મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે નકામા વિચારોને મનમાંથી દૂર કરો.
સિંહ- Five of Wands
આ દિવસ તમારા માટે વિજય અને સફળતાથી ભરેલો રહેશે. જો તમે કોઈ સ્પર્ધામાં હોય કે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા હોય તો આજે તમે બીજા કરતા ઘણા આગળ થઈ શકો છો. સમય તમારા માટે ખૂબ સારો છે કરિયરની દ્રષ્ટિએ પણ તમારા માટે સમય પ્રગતિશીલ છે. આજે કેટલાક લોકો લોંગ ડ્રાઇવ પર જવાનું વિચારી પણ શકે છે.
કન્યા – Six of Wands
આજનો દિવસ થોડો સાવચેત રહેવાનો છે. પૈસાની બાબતમાં થોડી સાવધાની રાખવી. કોઈ તમને ચીટ કરી શકે છે અથવા તમારે કોઈ કિસ્સામાં મોટી ખોટ સહન કરવી પડી શકે છે. કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો. આજે મિત્રો સાથે સમય વિતાવશો. પૈસા આકર્ષવા માટે લાલ કપડાં પહેરો.
તુલા – The Empress
આજે તમારો દિવસ નવા લોકો સાથે જોડાવાનો છે. જો તમે કોઈ ટીમના લીડર છો, તો આજે એક નવો સભ્ય તમારી ટીમમાં જોડાઈ શકે છે. તમારી નેતૃત્વની ક્ષમતાની પ્રશંસા કરી શકાય છે. તમારા નેતૃત્વની ટીમને મોટી અસર થશે. આજનો દિવસ તમને આર્થિક લાભ અને સંપત્તિ આપી શકે છે.
વૃશ્ચિક – The Tower
આજે કાર્ડ્સ તમને સંકેત આપી રહ્યા છે કે તમારા બાકી રહેલા કાર્યનો સામનો કરીને કંઈક નવું શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. તમે કોઈ નવો અનુભવ મેળવી શકો છો. કોઈ જૂના મિત્ર સાથે આજે આનંદદાયક મુલાકાત થઈ શકે છે. જીવનસાથી સાથેનો તમારો સંબંધ પણ સ્ટ્રોંગ અને મધુર રહેશે. આજે તમને કેટલાક લોકોનો સહયોગ મળી શકે છે.
ધન – The High Priestess
આજનો દિવસ તમારા માટે કોઈ કામમાં વ્યસ્ત રહેવાનો છે જ્યાં તમારે કોઈ વિવાદ અને ચર્ચામાં ન આવવું પડે. આજે કેટલીક નવી તકોના સંકેત પણ છે. સંજોગોમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. આજે તમારા માટે કેટલીક જગ્યાએથી પૈસા પ્રાપ્ત કરવાની તકો ઊભી થશે. જો તમે ધ્યાન કેન્દ્રિત કરશો તો લાભ થશે.
મકર – Two of Cups
આજના દિવસ તમે થોડા આળસુ બની શકો છે. તમારું મન કોઈ કામમાં લાગશે નહીં, કામ કરવાનું મન થશે નહીં. તમને તમારા જીવનસાથી સાથે આરામનો સમય પસાર કરવાની સલાહ આપવામાં આવે છે. આજે તમારે કોઈ મહત્વના કામ અંગે નિર્ણય લેવો હોય તો તમે તેને મુલતવી રાખો.
કુંભ – Four of Cups
આજે તમારી માટે નવી ઓફર સાથેનો દિવસ હોઈ શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં કામ કરવા માટે તમને કોઈ સબંધી અથવા જૂના મિત્ર તરફથી દરખાસ્ત મળી શકે છે. સભાનતાથી નિર્ણય લો. આજે કામ પ્રત્યે બેદરકારી ન રાખો. તમારી ભાવનાઓને કાબુમાં રાખો. કોઈ નજીકના પ્રિયજનો સાથે આજે કેટલાક મતભેદો થઈ શકે છે. તમારી વર્તણૂક અને વિચારસરણીમાં ધૈર્ય અને સહનશીલતા ઊભી કરવાનો પ્રયાસ કરો.
મીન – Three of Wands
આજનો દિવસ રસપ્રદ રહેશે. કોઈ નવા વ્યક્તિને મળશો જેની સાથે ભવિષ્યમાં સારા સંબંધો સ્થાપિત થશે. પરિસ્થિતિ ટૂંક સમયમાં સાનુકૂળ બનશે, ભૂતકાળ વિશે વધારે ચિંતા કરશો નહીં. જીવનમાં જે એસ્થિરતા આવી હતી તે જલ્દીથી દૂર થઈ જશે. તમને સારી તકો મળી રહી છે. તેનો સંપૂર્ણ લાભ લો. આજે નોકરી બદલવાની તક મળી શકે છે. સંબંધોમાં થોડો સંયમ રાખવો.
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ટૈરો રાશિફળ : મંગળવારે માનસિક સંતોષ મળશે, સારા સમાચારથી દિવસની થશે શરુઆત"
ટિપ્પણી પોસ્ટ કરો