મજૂરે દીકરાની પરીક્ષા માટે ૧૦૫ કિલોમીટર ચલાવી હતી સાઈકલ, હવે આનંદ મહિન્દ્રાએ કર્યું આવું કામ

ભારતના પ્રખ્યાત બિજનેસમેન આનંદ મહિન્દ્રા પોતાના સામાજિક સંબંધ માટે ઘણા જાણીતા છે. આનંદ મહિન્દ્રાની એક ટ્વીટ હાલમાં સોશ્યલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. આ ટ્વીટમાં આનંદ મહિન્દ્રાએ એ મજુર પિતાનો ઉલ્લેખ કર્યો છે, જેમણે પોતાના દીકરાને પરીક્ષા અપાવવા માટે ૧૦૫ કિલોમીટર સાઈકલ ચલાવી છે. આનંદ મહિન્દ્રાએ આ મજૂર પિતાને એક એવી ભેટ આપી છે, જે એના દીકરાનું જીવન સારું કરી દેશે.

આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં રહેતા એ શોભારામનો ઉલ્લેખ કર્યો છે, કે જે મજૂરી કરીને પોતાના પરિવારનું પેટ ભરી રહ્યા છે. શોભારામે ૧૦૫ કિલોમીટર સુધી સાઈકલ ચલાવીને પોતાના દીકરા આશિષને દસમાં ધોરણની પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોચાડયો હતો. એ સમયે એમનો ફોટો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થયો હતો.

સોશ્યલ મીડિયામાં આ મજૂર પિતાનો ફોટો આવ્યો એ પછી બધા એમની હિમ્મતને સલામ કરતા જોવા મળી રહ્યા હતા. આ મજૂર પિતાના બધી જગ્યાએ વખાણ થઇ રહ્યા હતા કે એમણે પોતાના દીકરાના ભણવાના મહત્વને કેટલી સારી રીતે સમજ્યું છે અને પોતાના દીકરાને પરીક્ષા કેન્દ્ર પહોચાડવા માટે ૧૦૫ કિલોમીટર સુધી સાઈકલ ચલાવવામાં કોઈ સમસ્યા નહતી થઈ.

આનંદ મહિન્દ્રાની ટ્વીટ

બિજનેસમેન આનંદ મહિન્દ્રાની નજર આ ફોટા પર પડી ગઈ છે. એમણે શોભારામના દીકરાનો બધો જ ભણવાનો ખર્ચો ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. આનંદ મહિન્દ્રાના આ કાર્યના હવે સોશ્યલ મીડિયામાં ઘણા વખાણ થઇ રહ્યા છે. આશિષના પિતા શોભારામે પણ આનંદ મહિન્દ્રા માટે પોતાનો આભાર વ્યક્ત કર્યો છે.


આનંદ મહિન્દ્રાએ ટ્વીટ પર એક સ્ટોરી શેર કરી છે. એમણે એના કેપ્શનમાં લખ્યું છે કે આ પિતાની હિમ્મતને હું સલામ કરું છું. એ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સપના દેખી રહ્યા છે. એવા જ સપના દેશને આગળ વધારી રહ્યા છે. આશિષના આગળના ભણવાનો સંપૂર્ણ ખર્ચ અમારી સંસ્થા ઉઠાવશે.

એમ, તો આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં આશીષના પરિવાર સાથે સંપર્ક કરવા માટે એક પત્રકારને વિનંતી કરી છે. આનંદ મહિન્દ્રાની આ ટ્વીટ ને અત્યાર સુધી હજારો લોકો લાઈક કરી ચુક્યા છે અને હજારો લોકોએ એની પર પોતાની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે.

સોશ્યલ મીડિયામાં વખાણ

એક વપરાશકર્તાએ આનંદ મહિન્દ્રાના વખાણ કરતા લખ્યું છે કે આવ સહયોગની જ દેશને ઘણી જરુરત છે. સાચે જ તમે સાચા સુલતાન છો. એ જ રીતે બીજા એક વપરાશકર્તાએ લખ્યું છે કે આ બધી વસ્તુઓ જ તમને બીજાથી અલગ બનાવે છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા બદલ તમારો ઘણો ઘણો આભાર. એક અન્ય કમેન્ટ આવી છે કે સરજી નમન છે તમને અને તમે કરેલ આ કાર્યને.

શું હતી આખી ઘટના ?

હકીકતમાં થયું એવું હતું કે જે બાળકો મધ્યપ્રદેશમાં દસમાં અને બારમાં ધોરણમાં પાસ થઇ ગયા છે, એમના માટે મધ્યપ્રદેશ શિક્ષા બોર્ડે ‘રૂક જાના નહિ અભિયાન’ અભિયાન ચલાવ્યું છે. એની હેઠળ એમને એક અન્ય તક આપવામાં આવી રહી છે. એમાં આશિષને પણ ત્રણ વિષયની પરીક્ષા આપવાની હતી. સમસ્યા ત્યારે થઇ જયારે એનું પરીક્ષા કેન્દ્ર ઘરથી લગભગ ૧૦૫ કિલોમીટરની દૂરી પર ધારની એક સ્કૂલમાં હતું.

એવામાં આશિષના પિતા શોભારામે પોતાના દીકરાને સાઈકલ પર બેસાડ્યો અને ૭ કલાક સુધી સાઈકલ ચલાવીને પરીક્ષા શરુ થવાને ૧૫ મિનીટની વાર હતી અને દીકરાને પરીક્ષા કેન્દ્ર પહોચાડ્યો. કોરોના સંકટને કારણે બસો કાર્યરત નહતી. એટલે શોભારામે સાઈકલ ચલાવીને જ જવું પડ્યું. શોભારામ પોતાના દીકરાને ઓફિસરના રૂપમાં જોવા ઈચ્છે છે.

Related Posts

0 Response to "મજૂરે દીકરાની પરીક્ષા માટે ૧૦૫ કિલોમીટર ચલાવી હતી સાઈકલ, હવે આનંદ મહિન્દ્રાએ કર્યું આવું કામ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel