જાણીતા ફિલ્મ ડિરેક્ટરનું નિધન, બોલિવૂડમાં છવાયો શોક

બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તો જાણે વર્ષ 2020 બસ ઝટકાઓ લઈને જ આવ્યું છે. એક પછી એક ટોચના કલાકારોના અવસાનના સમાચારે બોલીવુડની શોકગ્રસ્ત કરી મૂક્યું છે. એવામાં બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ફરીવાર એક મોટો ઝટકો લાગ્યો છે.

IMAGE SOURCE

પ્રખ્યાત કહી શકાય એવા ફિલ્મ ડિરેક્ટર રજત મુખર્જીનું ગઈકાલે રાતે જયપુરમાં અવસાન થઈ ગયું છે. એ વિશે જાણવા મળ્યું છે કે, એપ્રિલ મહિનામાં રજત મુખર્જીને કિડનીને લગતી તકલીફ થઈ હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

IMAGE SOURCE

રજત મુખર્જીના નિધનના સમાચારથી ફરી એકવાર બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ વ્યાપી ગયો છે. આ સમાચાર સાંભળીને અભિનેતા મનોજ બાજપેયીને ઊંડો આઘાત લાગ્યો છે. મનોજ બાજપાઈએ સોશિયલ મીડિયા પર ડિરેક્ટર રજત મુખર્જીને શ્રદ્ધાજંલિ આપી છે.

IMAGE SOURCE

આમ તો રજત મુખર્જી માયાનગરી મુંબઈમાં જ રહેતા હતા પણ કોરોના વાયરસને કારણે ચાલેલા લોકડાઉનને કારણે તેઓ પોતાના હોમટાઉન જયપુર જતા રહ્યાં હતા.એવું જાણવા મળ્યું છે કે તેમને કિડનીને લગતી બીમારી તો હતી જ અને સાથે સાથે તેમને ફેફસામાં પણ ઈન્ફેક્શન હોવાની વાત સામે આવી રહી છે. તમને જણાવી દઈએ કે ડિરેકટર રજત મુખર્જીએ પ્યાર તૂને ક્યા કિયા, રોડ, લવ ઈન નેપાલ અને ઉમ્મીદ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી હતી.

રજત મુખર્જીના અવસાન બાદ શોકમાં ડૂબેલા મનોજ બાજપેયીએ તેમને શ્રદ્ધાંજલિ આપતા ટ્વીટર પર ટ્વિટ કરીને લખ્યું છે કે ” મારા મિત્ર અને રોડ ફિલ્મના ડિરેક્ટર રજત મુખર્જીનું આજે વહેલી સવારે લાંબી બીમારીને કારણે અવસાન થઈ ગયું છે. રજનની આત્માને શાંતિ મળે. મને હજી વિશ્વાસ નથી થતો કે અમે હવે ફરી ક્યારેય મળી શકીશું નહીં કે પછી અમારા કામ અંગે ચર્ચા નહીં કરી શકીએ. જ્યાં પણ રહો ત્યાં ખુશ રહો.

રજત મુખર્જીના અવસાન પર હંસલ મહેતાએ પણ ટ્વિટર પર ટ્વીટ કર્યું છે કે” મેં હમણાં જ એક ખાસ મિત્રના નિધનના સમાચાર સાંભળ્યા. રજત મુખર્જી મુંબઈમાં અમારા શરૂઆતના સંઘર્ષના મિત્ર હતા. ડિનર અને ઓલ્ડ મોન્કની બોટલો ખતમ થઈ અને હવે આપણે બીજી દુનિયામાં મળીશું. પ્રિય મિત્ર તૂ હમેશાં યાદ રહીશ.”

રજત મુખર્જીના અવસાન પર અનુભવ સિન્હા એ પણ ટ્વીટર પર ટ્વીટ કર્યું છે કે ” એક બીજો મિત્ર પણ ખૂબ જ જલ્દી ચાલ્યો ગયો. એ છેલ્લા કેટલાક મહિનાઓથી જયપુરમાં મલ્ટીપલ હેલ્થ સિચ્યુએશન સામે ઝઝુમી રહ્યા હતા.”

IMAGE SOURCE

તમને જણાવી દઈએ કે બૉલીવુડ છેલ્લા કેટલાક મહીનાઓમાં ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજીદ ખાન, જગદીપ, સરોજ ખાન અને સુશાંત સિંહ રાજપૂત જેવા ટોચના કલાકારોને ગુમાવી દિધા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

Related Posts

0 Response to "જાણીતા ફિલ્મ ડિરેક્ટરનું નિધન, બોલિવૂડમાં છવાયો શોક"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel