ગુજરાતના પાલનપુરમાં દારૂબંધી ના ધજાગરા ઉડાવતો વિડિયો થયો વાયરલ, જાણો ત્યાના લોકો માનવતાનું ઉદાહરણ બની ગયા..
ગુજરાતમાં ભલે સરકાર દ્વારા દારૂબંધી નો કડક કાયદો બનાવાયો હોય પરંતુ રાજ્યમાં દારૂબંધીની દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યાં છે. દારૂ મુદ્દે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમ્યાન કોંગ્રેસે હોબાળો કર્યો હતો.
કોંગ્રેસ દારુબંધી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહમાં પ્રશ્નોતરી દરમ્યાન રાજ્ય માં દારુબંધીની સ્થિતિ પર ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી બુટલેગરો, દારુના અડ્ડાઓ અંગેની ફરિયાદો પોલીસને મળી. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોઇને કે સાંભળી ને તમારા પણ રૂંવાટા ઉભા થઇ જશે. તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે ત્યાના લોકોએ અને એની એક મોટી બાળકીએ એમની નાની બહેન ને દૂધ પીવડાવીને એમની ફરજ બજાવી.
image source
આ ઘટના છે પાલનપુર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારનો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ત્યાના લોકોએ પણ આ નાની બાળકી ની મદદ કરી હતી એવું જાણવા મળ્યું છે. જ્યાં એક શ્રમજીવી મહિલા દારૂના નશામાં બેભાન અવસ્થા માં પડેલી હતી અને એના બાળકો પરેશાન થઇ રહ્યા હતા. તો ચાલો પૂરી ઘટના વિશે જાણી લઈએ.
image source
પાલનપુર શહેરના રેલવે સ્ટેશન વિસ્તાર મા જાહેર માં દારૂ પીઘેલી મહિલા બેભાન અવસ્થા માં મળી આવી હોવાનો વિડિઓ વાયરલ થયો છે. જેમાં 2 માસુમ બાળકો માતાના ભાન માં આવવાની રાહ જોઈ રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ના ધજાગરા ઉડાવતો વિડિઓ પાલનપુરમાં વાયરલ થયો હતો.
image source
જેમાં પાલનપુરના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક શ્રમજીવી મહિલા દારૂના નશામાં બેભાન અવસ્થા માં જોવા મળી હતી. જયારે તેના 2 નાના માસૂમ બાળકો માતાના ભાનમા આવવાની રાહ જોઈ રહ્યા હતા. ચિક્કાર દારૂ પી બાળકોને રઝળતા મુકતા મહિલાનો વિડિઓ વાયરલ થતાં આજુબાજુના લોકો ત્યાં દોડી ગયા હતા. અને નાના બાળક માટે દૂધની વ્યવસ્થા કરી માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું. એ પછી મોટી બાળકીએ એની માસુમ બહેન ની સંભાળ પણ લીધી હતી.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "ગુજરાતના પાલનપુરમાં દારૂબંધી ના ધજાગરા ઉડાવતો વિડિયો થયો વાયરલ, જાણો ત્યાના લોકો માનવતાનું ઉદાહરણ બની ગયા.."
ટિપ્પણી પોસ્ટ કરો