પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન, શ્રદ્ધાળુઓને એકત્ર ન થવા અપીલ
મણિનગરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન
મણિનગર ખાતેના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગઈ રાત્રીએ દેહાવસાન થયું છે. તેમના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિરના પ્રાંગણમાં ખૂબજ મર્યાદિત સાધુ-સંતો તેમજ હરિભક્તોની હાજરીમાં કરવામાં આવ્યા હતા. આ દરમિયાન હાજર વ્યક્તિઓએ પીપીઈ કીટ પહેરી હતી. તેમના દેહાવસાનથી ભક્તોમાં દુઃખની લહેર ફરી વળી હતી. તેમના અંતિમ દર્શન માટે https://ift.tt/2CC4pq3 ની વેબસાઇટ પર ગુરવાર સવારથી ભક્તો માટે લાઈવ અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી હજારો ભક્તો તેમના અંતિમ દર્શન માટે ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.

તમને જણાવી દઈએ કે પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઇન્ફેક્શન થયું હતું ત્યાર બાદ તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામા આવ્યા હતા. જ્યાં તેમને છેલ્લા ઘણા દિવસોથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
અંતિમ દર્શનમા પીપીઈ કીટ પહેરીને કોરોના ગાઇડલાઈન જાળવવવામાં આવી

પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અંતિમ સંસ્કારમાં ખૂબ જ મર્યાદિત લોકોની જ હાજરી રહી હતી. તેમના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિરના સંકુલ ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધીથી કરવામાં આવ્યા હતા. પણ હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી અંતિમ ક્રિયા દરમિયાન સરકાર દ્વારા જાહેર કરવામા આવતી કેટલીક ગાઇડલાઇન્સનું કડક પાલન કરવાનું રહે છે તે હેઠળ અહીં પણ અંતિમ ક્રિયામા હાજર રહેલી દરેક વ્યક્તિએ પીપીઈ કીટ પહેરી હતી અને સાથા સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવામા આવ્યો હતો.
જૂન મહિનાના અંતિમ દિવસોમાં લાગ્યું હતું ઇન્ફેક્સન

મળેલી માહિતી પ્રમાણે પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને જૂન મહિનાના અંતિમ દિવસોમાં ફેફસામાં સંક્રમણ થયું હતું અન તેમની તબિયત લથડી હતી. અને ઇન્ફેક્શન વધી જવાથી તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર મુકવામા આવ્યા હતા.
ભક્તોને ભેગા ન થવાની કરવામાં આવી અપીલ
પૂ.પુરુષોત્તમપ્રિયદાસજી મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના હોવાથી મણિનગર સ્વામિનારાયણ મંદિર તરફથી ભક્તોને અપિલ કરવામા આવી હતી કે તેમણે ભેગા થવું નહીં અને હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને મણિનગર સ્વામિનારાયણ મંદીર તેમજ મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરના પ્રાગણમાં પણ દોડી આવવું નહીં.

અંતિમ સંસ્કારની વિધિ પુર્ણ થયા બાદ સ્નાનવિધિ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. તેમજ સંસ્થાન દ્વારા એવું સુચન પણ કરવામા આવ્યું હતું કે ગુરુવારથી 11 દિવસ સુધી સંસ્થાનના મંદિરોમાં નગરા, કે ઝાલર વગાડવા નહીં અને કોઈ ઉત્સવ પણ ઉજવવામાં ન આવે. તેમજ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ભક્તોએ પોતાના ઘરે જ પ્રાર્થના, કીર્તન, કથા, ધૂન તેમજ ધ્યાન કરવા તેમજ પોતાની ક્ષમતા પ્રમાણે નિયમ લેવા.
તાજેતરમાં જ પ્રેમાંજલિ પર્વની ઉજવણી કરવામા આવી હતી

29મી મેના રોજ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો પ્રેમાંજલિ પર્વ-78ને ઉજવવામાં આવ્યો હતો. સંતોએ સાથે મળીને આ પર્વની ભારે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં આવેલા બાગમાં મોગરા,જુઈ વિગેરે મઘમઘતા પુષ્પોની વચ્ચે શ્રી સ્વામિનારાયણ ભગવાન, સહજાનંદ સ્વામી મહારાજ, હરિષૃષ્ણ મહારાજ, અબજી બાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાની પાવન નિશ્રામાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે ફૂલોનો હાર પહેરાવી, ચરણોમાં બીરાજ્યા હતા. તેમજ અન્નકૂટોત્સવની સજાવટ પણ કરવામા આવી હતી. આ સુંદર પ્રસંગ પર મહિમાગાન, પાંચામૃત પૂજન, ધાર્મિક નૃત્યુ, કેક કટિંગ સેરેમની પણ કરવામાં આવી હતી.
સતત 41 વર્ષ સુધી ગાદીના આચાર્યપદે રહ્યા પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી
પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો જન્મ વિક્રમ સંવત 1998ના અધિક જેઠ સૂદ- 13ની તીથીએ થયો હતો એટલે કે 28મી મે 1942ના રોજ કચ્છના ભરાસર ખાતે થયો હતો.

તેમણે માત્ર 19 વર્ષની ઉંમરે 1962ની સાલમાં સાધુ જીવન સ્વીકાર્યું હતું અને શિષ્ય બન્યા હતા.
1979ના વર્ષે તેમને પૂજ્ય મુક્તજીવન સ્વામીબાપાએ પૂ. પુરુષોત્તમપ્રિયદાસજીને સ્વામીજીને શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પદે બીરાજીત કર્યા હતા. આમ તેઓ લગભગ 41 વર્ષ સુધી આ ગાદીના આચાર્ય પદે બિરાજીત રહ્યા હતા. 2004માં તેમના આચાર્ય પદ પર બિરાજીત થયાનો રજ જ્યંતિમ મહોત્સવ પણ ઉજવવામા આવ્યો હતો.
જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની અનુગામી તરીકે નિમણૂંક કરાઈ

પૂ. શ્રી પુરુષોત્તમેપ્રિયદાસજી સ્વામીને જ્યારથી ફેફસાનું ઇન્ફેક્શન લાગ્યું હતું અને તેમને હોસ્પિટલમાં ખસેડવામા આવતા અને છેવટે તેમની સ્થિતિ ખૂબ જ નાજુક થઈ જતાં 12મી જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના અનુગામી તરીકે પૂ જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂક કરવામાં આવી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન, શ્રદ્ધાળુઓને એકત્ર ન થવા અપીલ"
ટિપ્પણી પોસ્ટ કરો