જાણો ચોમાસામાં કેવી રીતે તમારા ઘરને ભેજ અને ફૂગથી બચાવશો

ચોમાસુ આવતાની સાથે જ આસપાસનું વાતાવરણ તો ઠંડુ થઈ જ જાય છે અને સાથે સાથે કાળઝાળ ગરમીથી પણ છુટકારો મળી જાય છે. ચોમાસાની ઋતુનું વાતાવરણ સૌ કોઈને ગમતું હોય છે.પણ ચોમાસાની ઋતુ ઠંડકની સાથે સાથે પોતાની સાથે બીજી ઘણી સમસ્યાઓ પણ લઈને આવે છે. ચોમાસુ આવતાની સાથે જ ઘરમાં ભેજ, ફૂગ અને જાત જાતના ઇન્ફેક્શન લોકો માટે તકલીફ ઊભી કરી દે છે. એવામાં પોતાની જાતને તંદુરસ્ત રાખવાની સાથે સાથે ઘરને પણ સંક્રમણમુક્ત રાખવું ખૂબ જ જરૂરી થઈ પડે છે. તો ચાલો જાણી લઈએ કે ચોમાસાની આ ઋતુમાં પોતાના ઘરને ભેજ અને ફૂગથી કેવી રીતે દૂર રાખશો.
કેમ થાય છે ઘરમાં ભેજ.

image source

વરસાદની ઋતુમાં જીવાણુ અને સૂક્ષ્મજીવોની સંખ્યા ઝડપથી વધવા લાગે છે. એનું મુખ્ય કારણ થર્મલ ઈંસુલેશન ન હોવું, સાફ સફાઈની ઉણપ, ઘરમાં હવા ઉજાશનું ન હોવું વગેરે હોય છે. આ બધાને કારણે ઘરમાં ભેજ પેદા થાય છે. જેમાં ફૂગની સમસ્યા પણ જોવા મળે છે.

image source

થાય છે સ્વાસ્થ્યને નુકશાન.

ઘરમાં ભેજ હોવાના કારણે અલ્ટરનારીયા, એસ્પરજિલસ, પેનિસિલિયમ અને ક્લોડોસપોલિયમ જેવી ફૂગની પ્રજાતિઓ ઉતપન્ન થવા લાગે છે. જેના કારણે લોકોના દમ, એલર્જી, ડ્રમીટાઈટીસ અને રાઈનાઇટીસના સંક્રમણનું જોખમ વધી જાય છે.

image source

ભેજ અને ફૂગથી ઘરને કેવી રીતે રાખશો દૂર.

ભેજની સમસ્યા ચોમાસાના દિવસોમાં વધુ જોવા મળે છે. એવામાં બાથરૂમ, ટોયલેટ, બંધ રહેલા રૂમમાં જ્યાં ફૂગ, ભેજ અને જીવાણુઓ સરળતાથી ઉદભવી શકે છે. જંતુનાશક દવાઓનો છંટકાવ અને ફ્યુમીગેશન કરાવીને જીવડા અને મચ્છર અને માખીઓથી છુટકારો મેળવી શકાય છે.-

-રસોડા અને બાથરૂમમાં જ્યાં પાણીનો ઉપયોગ વધારે થતો હોય અને જ્યાં તડકો ન પહોંચતો હોય એવી જગ્યાઓને કોરી રાખવાનો પ્રયત્ન કરો.

image source

-અઠવાડિયામાં એક દિવસ રસોડાને કોઈ સારા જંતુનાશક દવાથી સાફ કરો.

-ભેજ વાળા ઓરડાઓમાં ન સુવો.

-કુદરતી રૂપે આવતા તડકાને ઘરમાં આવવા દો. ઘરની બારીઓને થોડીવાર માટે અચૂક ખોલો.

-ભેજ આવતા પહેલા જ ખરાબ થયેલી દીવાલોને સરખી કરાવવા માટે તિરાડોમાં વોટરપૃફ ચુનો ભરો. એવું કરવાથી ફરી એ જગ્યા પર ભેજ નહિ આવે

image source

.-લવિંગનો ઉપયોગ કરીને પણ તમે ઘરમાં થતા ભેજથી છુટકારો મેળવી શકો છો. એ માટે તમે લવિંગ અને તજને લગભગ અડધો કલાક પાણીમાં પલાળી રાખો. અડધો કલાક પછી એ પાણીને ઉકાળીને એને એક બોટલમાં ભરી દો. પછી એને તમે રૂમ ફ્રેશનરની જેમ ઉપયોગમાં લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span

0 Response to "જાણો ચોમાસામાં કેવી રીતે તમારા ઘરને ભેજ અને ફૂગથી બચાવશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel