મોદી સરકારે ખેડૂતોને આપી ખુશખબરી, જાણો ખેડૂતોની આ યોજનાને આપી દીધી મંજુરી..
સરકાર ખેડૂતો પર ફોકસ કરી રહી છે. સરકાર સૌથી પહેલા એમનું ધ્યાન ખેડૂતો પર જ રાખે છે. દેશના દરેક ખેડૂતો માટે કોઈને કોઈ યોજના અને મદદ કરવામાં સરકાર મહત્વની ભૂમિકા ભજવી રહી છે. એક્સપર્ટ્સ નું માનીએ તો આ વખતે બજેટ પણ કૃષિ આધારિત હોઇ શકે છે. સરકારે ખેડૂતો ને મંડીની બહાર અને ખાનગી કંપનીઓને અનાજ વેચવા ની મંજૂરી આપવા માટના બે વટહુકમ અમલમાં આવી ગયા છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઘણો લાભ થઇ શકે છે.
image source
ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) ઓર્ડિનન્સ અને ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યુરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ ઓર્ડિનન્સ ને સરકારે ગયા મહિને મંજૂરી આપી હતી. સરકારે જારી કરેલા નોટિફિકેશન અનુસાર ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) ઓર્ડિનન્સ હેઠળ ખેડૂતો મંડીની બહાર પણ પોતાની પેદાશો વેચી શકશે. આજે અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ, કે કેવી રીતે ખેડૂતો ને લાભ થઇ શકે છે. તો ચાલો જાણી લઈએ ખેડૂતો ની પોતાની પેદાશો ની જોગવાઈઓ નો અમલ વિશે…
image source
કોઈ પણ સ્થળે થી પોતાની પેદાશો વેચી શકાશે
હવે ખેડૂતો કોઇ પણ સ્થળે પોતાની પેદાશો વેચી શકશે. આ વટહુકમ હેઠળ ખેડૂતો ઇલેક્ટ્રોનિક ટ્રેડિંગ પણ કરી શકશે. ખાનગી કંપનીઓ, ખેડૂત સંગઠનો અને કૃષિ સહકારી સોસાયટીઓ પણ આવા પ્લેટફોર્મ ની રચના કરી શકશે.
image source
જોગવાઈનો અમલ ન કરવા પર મળશે દંડ
જો કે ઇ ટ્રેડિંગ ની જોગવાઇઓ નો અમલ ન કરવા બદલ ૫૦,૦૦૦ થી દસ લાખ રૂપિયા નો દંડ ફટકારવા માં આવશે. ત્યાર બાદ પણ જો તે નિયમો નો ભંગ કરવાનું ચાલુ રાખશે તો દરરોજ ૧૦,૦૦૦ રૂપિયા નો દંડ થશે.
ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેકશન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એસ્યુરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ ઓર્ડિનન્સ હેઠળ ખેડૂતો ઉત્પાદન પહેલા જ ખાનગી કંપનીઓ સાથે અનાજ નો ભાવ, ગુણવત્તા અને ડિલીવરી ની શરતો નક્કી કરી શકશે.
લેખન સંકલન : ટીમ નારી છે નારાયણી
આવા જ મજેદાર આર્ટીકલ વાંચતા રહેવા લાઈક કરો આપણું ફેસબુક પેજ નારી છે નારાયણી
0 Response to "મોદી સરકારે ખેડૂતોને આપી ખુશખબરી, જાણો ખેડૂતોની આ યોજનાને આપી દીધી મંજુરી.."
ટિપ્પણી પોસ્ટ કરો