સુરતમાં તૈયાર થઈ રહી છે ખાસ કોરોના પ્લાન્ટના કાપડમાંથી વિવિધ વેરાઈટી…
કોરોના વાયરસ એ અગાઉ પોતાનો એપી સેન્ટર અમદાવાદ મેં બનાવ્યુ હતું. પરંતુ હવે અમદાવાદમાં સ્થિતિ આરોગ્ય તંત્રના કંટ્રોલમાં આવી રહી છે. જોકે સુરત શહેર હવે કોરોનાની ચપેટમાં ગંભીર રીતે આવી ગયું છે. સુરતમાં કોરોના વાયરસ ના કેસ સતત વધી રહ્યા છે જેના કારણે સુરતવાસીઓ અને આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી ચૂકી છે. તાજેતરમાં જ સુરતના વધતા કેસ ને ધ્યાનમાં રાખી કેન્દ્રની એક વિશેષ ટીમ અહીં મુલાકાતે આવી હતી.

કોરોના વાઇરસની આફત વચ્ચે પણ કેટલાક સુરતવાસીઓ એવા છે જે સંકટને અવસર માં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તાજેતરમાં જ અહીં આવેલી એક પેઇન્ટિંગ ભીલના માલિકને 8 લાખ મીટર કોરોન પ્રિંટની સાડી લહેંગા અને ચણીયા ચોલીના કાપડ નો ઓર્ડર મળ્યો છે.

આમ તો કોરોનાવાયરસ ની મહામારી થી સુરત નું કાપડ નું વેપાર ઉદ્યોગ સૌથી વધારે પ્રભાવિત થયો છે. આ ઉદ્યોગમાં વર્ષની શરૂઆતથી જ કોરોના ના કારણે મંદિર છવાઈ ગઈ હતી. પરંતુ હવે આ મહામારીનો જ સહારો લઇ એક ડાઇંગ અને પ્રિન્ટિંગ મિલના માલિક દ્વારા આઠ લાખ મીટર કોરોના પ્રિન્ટ ની સાડી ઘાઘરા ચોળી નું કાપડ તૈયાર કરવામાં આવ્યું છે.

પૂર્ણા પ્રિન્ટ સાથેના કાપડ માત્ર દેખાવ પૂરતા નથી પરંતુ ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કોરોના પ્રિન્ટ ની માંગ છેલ્લા કેટલાક સમયથી સતત વધી છે સુરતમાં પ્રિન્ટ નું કાપડ તૈયાર કરતા પ્રિન્ટિંગ મિલ માલિક આ ખાસ કોરોના ડિઝાઇન તૈયાર કરાવી રહ્યા છે

લોકડાઉન બાદ અનલોક ની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી ઉદ્યોગ અને કારખાનાઓ શરૂ થયા છે તે જ સમયે અશોકભાઈને કોરોના પ્રિન્ટ વાળા કાપડ તૈયાર કરવાનો વિચાર આવ્યો. તેમણે કાપડ પર કોરોના પ્રિન્ટ છાપી અને તેમાંથી સાડી સલવાર સુટ ચણીયાચોલી વિવિધ પ્રકારના કાપડ તૈયાર કરવાની શરૂઆત કરી. આ ડિઝાઇન સાથે તેમણે સેમ્પલ રાજસ્થાન મધ્યપ્રદેશ ના વેપારીઓને મોકલ્યા અને તેમને આ ડિઝાઇન ખૂબ જ પસંદ પડી. તમને શરૂઆતમાં જ બે લાખ મીટર કાપડ નો ઓર્ડર મળ્યો અને હવે આ ઓર્ડર વધી આઠ લાખ મીટરના કાપડનો થઈ ગયો છે.

અશોકભાઇએ 5 લાખ મીટરના કાપડ માંથી પાંચ લાખ મીટર કાપડ કોરોના પ્રિન્ટ સાથે તૈયાર પણ કરી દીધું છે હાલ ત્રણ લાખ મીટર કાપડ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span
0 Response to "સુરતમાં તૈયાર થઈ રહી છે ખાસ કોરોના પ્લાન્ટના કાપડમાંથી વિવિધ વેરાઈટી…"
ટિપ્પણી પોસ્ટ કરો